ફ્રિજની સમયાંતરે સાફ સફાઈ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. ક્યારેક ફ્રીજમાં શાક પડી જાય છે તો ક્યારેક ઘી ના કારણે ચીકણું થઈ જાય છે. ફ્રિજ સાફ કરતી વખતે પણ કાળજી લેવી પડે છે કારણ કેફ્રિજના અંદરના ભાગમાં પાણી પ્રવેશી જાય છે. તો આજે અમે તમને ફ્રિજને સાફ કરવાની સાચી રીત જણાવીશું.
ફ્રીજને સાફ કરવા માટે, પહેલા બધી સામગ્રી બહાર કાઢો. ઘણા લોકો વસ્તુઓ બહાર કાઢ્યા વગર ફ્રીજની સાફ સફાઈ કરતા હોય છે. એવામાં ફ્રિજનો અમુક ભાગ જ સાફ થાય છે અને અમુક ગંદકી રહી જાય છે. આ જ કારણ છે કે જ્યારે પણ ફ્રિજ સાફ કરો ત્યારે સૌથી પહેલા બધી વસ્તુઓ બહાર કાઢીને જ કરો.
ગરમ પાણીનો ઉપયોગ કરો
ફ્રીજમાંથી બધી વસ્તુઓ બહાર કાઢ્યા પછી ગરમ પાણી અને સ્વચ્છ કપડાની જરૂર પડશે. ગરમ પાણીમાં કપડું ડુબાડીને કપડાથી ફ્રીજને સાફ કરો. જ્યાં ડાઘ વધુ છે ત્યાં કાપડને વારંવાર ઘસો. આમ કરવાથી ફ્રિજની બધી જ ગંદકી કપડાં પર આવી જશે.
ફ્રીજને ચમકવા માટે બનાવો લીકવીડ
ગરમ પાણી ગંદકીને દૂર કરવા માટે મદદ કરે છે. ગંદકી સાફ કર્યા પછી ફ્રિજને થોડું લિક્વિડથી પણ સાફ કરવું જોઈએ. બજારમાંથી લીકવીડ ખરીદવા કરતાં તેને ઘરે બનાવવું સારું છે. આ માટે તમારે 1 ચમચી ખાવાનો સોડા અને 1 ચમચી ડિટર્જન્ટ લેવાનું છે.
આ બે વસ્તુઓને મિક્સ કરીને 1 કપ પાણીમાં મિક્સ કરો. તો મારું લિક્વિડ તૈયાર થઈ જશે.
હવે આ પ્રવાહીને એક સ્પ્રે બોટલમાં ભરીને, ફ્રીજની અંદર અને બહાર સ્પ્રે કરો. આમ કરવાથી ફ્રિજ સારી રીતે સાફ થાય છે.
ફ્રિજનો દરવાજો કેવી રીતે સાફ કરવો
ફ્રિજના દરવાજા પર ઘણી વસ્તુઓના ડાઘ પડી જાય છે. આ ડાઘ દૂર કરવા માટે તમે સફેદ વિનેગરનો ઉપયોગ કરો. આ માટે, એક કપ પાણીમાં 3 થી 4 ચમચી સફેદ વિનેગર અને કપડાં પર લગાવીને ફ્રિજના દરવાજાને સાફ કરો .
ફુદીનાના પાનથી સુગંધિત કરો
આ સ્ટેપ્સ ફોલો કર્યા પછી તમારું ફ્રિજ સારી રીતે સાફ થઈ જશે. હવે તમે ફ્રિજમાં વસ્તુઓ રાખી શકો છો. તેમજ ફ્રિજને સુગંધિત બનાવવા માટે કેટલાક ફુદીનાના પાનને પણ ફ્રિજમાં રાખો. આ બધી ટિપ્સ ફોલો કર્યા પછી ફ્રિજને દરરોજ થોડી સાફ સફાઈ કરવી જોઈએ. તેનાથી ફ્રિજમાંથી ક્યારેય દુર્ગંધ નહીં આવે.
જો તમને પણ ગૃહિણી છો તો તમે પણ આ રીતે ફ્રિજની સારી રીતે સફાઈ કરી શકો છો. જો તમને આ જાણકરી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.