fruits eating time in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે ફળો વિશે કેટલી બધી કહેવત સાંભળી હશે કે, ફ્રુટ ઈઝ નેચરસ કેન્ડી અને બીજી કહેવત છે ફ્રુટ્સ મેક યુ સ્ટ્રોંગ. તમે એ પણ સાંભળ્યું હશે કે ફળો ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે.

લગભગ દરેક ફળોમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીરને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. પરંતુ શું તમે ક્યારેય જાણવાનો વિચાર કર્યો છે ખરા કે ફળ ખાવાનો સાચો સમય શું છે? હવે કદાચ તમે વિચારતા હશો કે શું ફળ ખાવાનો પણ કોઈ યોગ્ય સમય હોય છે?

તો હા, આયુર્વેદિક મુજબ, દરેક ફળને ખાવાનો એક યોગ્ય સમય હોય છે. જો ફળોને યોગ્ય સમયે ખાવામાં ના આવે તો શરીરમાં અપચો, કબજિયાત અને એસિડિટી જેવી પેટની સમસ્યા થવા લાગે છે. એટલા માટે આપણે યોગ્ય ફળોને યોગ્ય સમયે જ ખાવા જોઈએ.

1 ફાઇબરથી ભરપૂર સફરજન : સફરજન મિનરલ્સ, વિટામિન અને ફાઈબરથી ભરપૂર આ ફળને સવારે ખાવું જોઈએ. સવારે ખાવાથી શરીરના ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે અને એનર્જી લેવલ વધે છે તેની સાથે શરીરની ચરબી ઘટે છે.

સફરજન રાત્રે ના ખાવું જોઈએ કારણ કે તેમાં રહેલું પેક્ટીન સરળતાથી પચતું નથી અને પેટમાં એસિડિટીની સમસ્યા વધી જાય છે. આ સિવાય પણ સફરજનને ક્યારેય છોલીને ના ખાવું જોઈએ, કારણ કે સફરજનના છાલને કાઢી નાખવાથી ત્વચાના તળિયે રહેલું વિટામિન સીની માત્રા ઓછી થઇ જાય છે.

2 વિટામિન સીથી ભરપૂર સંતરા : વિટામિન સીથી ભરપૂર સંતરાને દિવસ દરમિયાન ખાવું જોઈએ, ના કે સવારે અને રાત્રે. આ સિવાય, ધ્યાનમાં રાખો કે સંતરાને હંમેશા ભોજનના 1 કલાક પહેલા અથવા પછી જ ખાઓ. તેને ભોજનના પહેલા ખાવાથી ભૂખ વધે છે અને પછી ખાવાથી ખોરાક પચવામાં મદદ મળે છે. પરંતુ જો સંતરાને સવારે ખાશો તો પેટની સમસ્યા થઈ શકે છે.

3 ઇમ્યુનિટી મજબૂત કરનાર કેળું : કેળું બપોરના ભોજનમાં ખાવું જોઈએ. કેળાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. રાત્રે કેળા ના ખાવાં જોઈએ કારણ કે તેનાથી અપચો થઈ શકે છે. કેળામાં કેલ્શિયમ અને આયર્નની માત્રા વધુ હોવાને કારણે કેળાને ક્યારેય પણ સવારે ખાલી પેટ ન ખાવું જોઈએ, કારણ કે કેટલાક લોકોને ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં આ તત્વોનું સંતુલન બગડે છે અને હાર્ટબર્ન અથવા અલ્સરની સમસ્યા થઈ શકે છે.

4 પેટ માટે પપૈયું : ઘણા લોકો સવારે નાસ્તામાં પપૈયું ખાય છે પરંતુ તેને સવારે નાસ્તા પછી અને લંચ પહેલા ખાવું યોગ્ય માનવામાં આવે છે. પપૈયું પેટ માટે સારું માનવામાં આવે છે, કારણ કે તેને ખાવાથી પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે. પપૈયું પાચન અને પાઈલ્સમાં પણ ખૂબ ફાયદાકારક છે અને જો તેને જમ્યા પછી તરત જ ખાવામાં આવે તો તમારું વજન વધી શકે છે.

5 લોહીમાં વધારો કરતી દાડમ : રાત્રે ઉઠ્યા પછી એનર્જી નથી હોતી, તો સવારે શરીરને વધુ ઊર્જાની જરૂર પડે છે. દાડમ ખાવાનો યોગ્ય સમય સવારનો હોય છે. દાડમના દાણામાં ઘણી શક્તિ હોય છે જે શરીરમાં લોહીની કમી પણ પૂરી કરે છે.

અમને આશા છે કે આ જાણકારી તમને પસંદ આવી હશે અને આવી જ માહિતી ઘરે બેઠા જાણવા અને વાંચવાની ગમતી હોય તો તમે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, કારણ કે અહીંયા તમને કિચન ટિપ્સ, હેલ્થ ટિપ્સ, આહાર સબંધીત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા