શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની શરૂઆત સાથે જ બજારમાં ગાજર પણ આવવાનું શરૂ થઈ ગયા છે. જો કે આ સિઝનમાં લોકો ગાજરનો ઉપયોગ શાક, સલાડ અને જ્યુસ ખૂબ જ પીવે છે, પરંતુ આ બધા સિવાય લોકો આ સિઝનમાં ગાજરનો હલવો પણ ખૂબ ખાય છે.
જો કે ગાજરનો હલવો ખાવામાં જેટલો સ્વાદિષ્ટ લાગે છે એટલો જ તેને ઘરે બનાવવો પણ સરળ છે. ઘરે બનાવેલો ગાજરનો હલવો સ્વાદિષ્ટની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે તમને ગાજરનો હલવો કેવી રીતે બનાવી શકાય તેની રેસિપી જાણીયે. આ રેસિપી જાણીને તમે પણ ઘરે સરળતાથી ગાજરનો હલવો બનાવી શકો છો.
ગાજરનો હલવો બનાવવા માટે સામગ્રી : 1 વાટકી છીણેલું ગાજર, 2 કપ ફુલ ક્રીમ દૂધ, 1 નાની વાટકી દેશી ઘી, 1 નાની વાટકી ઈલાયચી, 1 નાની વાટકી પિસ્તા, 1 નાની વાટકી બદામ, 1 નાની વાટકી માવો
ગાજરનો હલવો બનાવવાની રીત : સૌથી પહેલા કઢાઈને ગરમ કરો. કઢાઈ ગરમ થાય એટલે તેમાં છીણેલા ગાજર ઉમેરો. ગાજરને થોડીવાર ચઢવા દો અને થોડી વાર પછી ગાજર રાંધતી વખતે પાણી છોડશે. આ પાણીને સંપૂર્ણ સૂકવવા દો. પાણીને સૂકવવા માટે ગાજરને કઢાઇની કિનારી પર લાવો અને વચ્ચે પાણી ભરાવા દો.
જયારે ગાજરનું પાણી સુકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરો. હવે ગાજર સાથે દૂધને ચઢવા દો. જ્યારે દૂધ સંપૂર્ણપણે રંધાઈ જાય ત્યારે ગાજર પણ ઓગળી જશે. પછી કઢાઈમાં ઘી ઉમેરો અને ગાજરને સારી રીતે શેકવા દો. હવે તેની સાથે સાથે સાથે ખાંડ પણ ઉમેરો.
આ પછી માવો ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. થોડી વાર પછી ગાજરના હલવામાં સમારેલી બદામ ઉમેરો અને ગાજરના હલવાને ગરમા-ગરમ સર્વ કરો.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો : હલવા માટે શિયાળાની ઋતુમાં મળતા લાલ ગાજરનો ઉપયોગ કરો. ગાજરનો હલવો બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ વસ્તુ બળવું ના જોઈએ. ગાજરને ઘીમાં 15 મિનિટથી વધારે ના પકાવો, નહીં તો ગાજર નરમ થઈ જાય છે અને હલવો એટલો સારો નથી બનતો.
તમે તમારી પસંદગી મુજબ ખાંડ વધારે કે ઓછી ઉમેરી શકો છો. તમે દૂધ વગર પણ માવો ઉમેરીને ગાજરનો હલવો બનાવી શકો છો પરંતુ દૂધ ઉમેરવાથી એક અલગ જ સ્વાદ આવે છે. જો તમે ઈચ્છો તો કાચા માવામાંથી પણ હલવો બનાવી શકો છો પરંતુ શેકેલા માવાનો ઉપયોગ કરવાથી હલવાનો સારો સ્વાદ આવે છે.