શિયાળાની ઋતુમાં આપણે ઠંડી થી બચવા માટે ન્હાવા માટે અને વાસણ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણીનો ઉપયોગ બીજી ઘણી વસ્તુઓ માટે પણ કરી શકાય છે. ગરમ પાણીનો ઉપયોગ તમે રસોડાના ઘણા કામ માટે ખૂબ જ સરળતાથી કરી શકો છો અને તે શિયાળામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
અમે અહીંયા કાચના વાસણનું ઢાંકણ ખોલવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવાની વાત નથી કરી રહ્યા પરંતુ તેનાથી પણ જરૂરી કામો વિશે વાત કરી રહયા છીએ.
કિચન ટિપ્સ તમને ઘણી કરી શકે છે. ગરમ પાણીનો ઉપયોગથીરસોડાની સફાઈથી લઈને સિંક ખોલવા સુધી ઘણું બધું કરી શકાય છે. આજે અમે તમને ગરમ પાણી સબંધિત કેટલીક કિચન ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.
1. વાસણોમાં લાગેલા લેબલ દૂર કરવા માટે : નવા વાસણો ખરીદીને ઘરે લાવો ત્યારે સ્ટીલના બાઉલ, ચમચા, પ્લેટ વગેરેની સાથે પેપર ટેગ ચોંટાડેલું હોય છે અને તે જામી જાય છે. ઘણી વાર ઘસવા છતાં પણ તે નીકળતું નથી. તો આવી સ્થિતિમાં જો તમે તેને ઝડપથી દૂર કરવા માંગતા હોય તો તો તેને થોડીવાર માટે વધારે ગરમ પાણીમાં ડુબાડીને રાખી મુકો.
તે એટલી સરળતાથી નીકળી જશે કે તમારે વાસણોને ઘસવાની પણ જરૂર નહિ પડે કે ના કોઈ બીજી કોઈ પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. જો તમને લાગે છે કે વાસણ પર લાગેલું લેબલ કે સ્ટીકરથી કોઈ ગંદકી ના ફેલાય અને તે સારી રીતે નીકળી જાય તો તમે તેમાં થોડો લીંબુનો રસ અથવા સફેદ વિનેગર ઉમેરી શકો છો.
2. ચીજ અને ફ્રોઝન માખણ વગેરે નીકાળવા : જો તમે ફ્રિજમાં માખણ મૂક્યું છે તો ચોક્કસ તેને નીકાળવું તમારી માટે મુશ્કેલ હશે. બ્રેડ વગેરે પર તે સારી રીતે નથી લાગતું. તો આ કિસ્સામાં તમે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. હવે તમે વિચારતા હશો કે ગરમ પાણીમાં માખણ, પણ ના-ના, તમારે માખણને ગરમ પાણીમાં નાખવાની જરૂર નહીં પડે
પરંતુ તમે ફક્ત તે છરીને ગરમ પાણીમાં નાખો જેનાથી માખણ કાઢવાનું છે. ઘણા લોકો આ સ્થિતિમાં ગેસ પર સીધી છરી ગરમ કરે છે જે સારું નથી. આવી સ્થિતિમાં છરીને ગરમ પાણીમાં નાખીને માખણ, ઘી, પનીર વગેરેને સરળતાથી સ્લાઈસ કરી શકાય છે.
3. કિચન કાઉન્ટરને સાફ કરવા : જો તમારા રસોડાના કાઉન્ટર પર, બારી, ગેસ વગેરે પર તેલના ડાઘા પડ્યા હોય અને સારી રીતે સાફ નથી થઇ રહ્યું તો તમે કિચન કોઉંટરની સફાઈ માટે ગરમ પાણીમાં 1 ચમચી અમોનિયા મિક્સ કરીને ઉપયોગ કરો.
તમારું કિચન કાઉન્ટર ચમકી ઉઠશે અને સાથે જ કિચન કાઉન્ટરમાં જમા થયેલો મેલ, ગંદકી અને દુર્ગંધ પણ દૂર થઇ જશે. આનાથી તમે રસોડાની બધી સપાટી સાફ કરી શકો છો.
4. ભરાયેલા સિંકને ઠીક કરવા : જો તમારા કિચન સિંક જામ થઇ ગયો છે તો તમે તેને ગરમ પાણીથી ઠીક કરી શકો છો. આ માટે ખૂબ જ ગરમ પાણીમાં થોડો વિનેગર મિક્સ કરીને તેને સિંક હોલની અંદર નાખો. સિન્કમાં કોઈપણ વસ્તુ જામ થઇ ગઈ હશે તે સરળતાથી પાઇપમાંથી બહાર નીકળી જશે અને કિચન સિંક પ્લમ્બર વગર જ ઠીક થઇ જશે.
5. ખોરાકના ડાઘ દૂર કરવા : ખાવાની ખોરાકના ડાઘ દૂર કરવા માટે તમે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. ભલે તે જમીન પર હોય કે કપડાં પર હોય કે પછી રસોડાના કાઉન્ટર પર હોય પણ બધા માટે એક જ રીત છે. ગરમ પાણીમાં 1 ચમચી એમોનિયા મિક્સ કરીને સાફ કરો.
તેને સાફ કરવું ખૂબ સરળ હશે અને તમારે તેને વધારે ઘસવું પણ નહીં પડે. જો તમારી પાસે રંગીન કપડાં હોય તો તેમાં એમોનિયાને બદલે લીંબુનો રસ નાખો કારણ કે એમોનિયાથી કપડાનો રંગ સંપૂર્ણપણે ઉડી શકે છે.
આ તમામ ટિપ્સ તમને તમારા રોજિંદા કાર્યોમાં મદદ કરશે અને તમારા કામને વધુ સરળ બનાવશે. જો તમને આ કિચન ટિપ્સ પસંદ આવી હોય તો, આવી જ બીજી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.