garamithi bachava na upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડતી હોય ત્યારે દરેક વ્યક્તિ ભરપૂર માત્રામાં પાણી પીતા હોય છે. જો યોગ્ય સમયે પાણી પીવામાં ન આવે તો આપણું શરીર ડીહાઈડ્રેટ થઈ જાય છે અને તેના કારણે આપણને અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પરંતુ આપણે શરૂઆત થી કાયમી માટે હાઈડ્રેટ રહે તેના માટે માત્ર પાણી જ પૂરતું નથી. આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ કે ઉનાળામાં અને ગરમીથી બચવા ઉનાળામાં ખાઈ શકાય તેવા અમુક પૌષ્ટિક વસ્તુઓ વિશે કે જેના દ્વારા તમારા શરીરને એનર્જી પણ મળી રહે.

દહીં: – ઉનાળામાં દહીં નું સેવન ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. દહીંનું સેવન કરવાથી તમારા શરીરની અંદર જરૂરી એનર્જી મળી રહે છે. અને તેની અંદર રહેલું કેલ્શિયમ તમારા હાડકાં પણ મજબૂત બનાવે છે. ઉનાળામાં બપોરે ભોજન માં દહીંનો ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારું ભોજન ઝડપથી પચી જાય છે. દહીં ની જગ્યાએ તમે છાશનું સેવન પણ કરી શકો છો ,તેના દ્વારા પણ તમને ઉનાળામાા લૂથી બચી શકો છો.

ડુંગળી: ડુંગળી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ તમે તમારા ખાવાના સમય મા કાચા મા કરી શકો છો. ડુંગળીની અંદર એન્ટિઓક્સિડન્ટ નો ભંડાર હોય છે. તેનું સેવન કરવાના કારણે ગરમીમાં લૂથી બચી શકો છો અને સાથે સાથે ઉનાળાની ઋતુમાં પણ ડુંગળી તમને શીતળતા પ્રદાન કરે છે.

કાકડી: કાકડી ભોજનની સાથે જો કાકડીને કાચા માં ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરને કાર્ય કરવાની જરૂરી કેલરી મળી રહે છે. સાથે સાથે તેની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તેથી તેનું સેવન કરવાને કારણે તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે. આ ઉપરાંત એની અંદર રહેલું એન્ટિઓક્સિડન્ટ તમારા શરીરના સુગર લેવલ નેે જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

તરબૂચ:-  તરબૂચ ઉનાળાની ઋતુ નું સૌથી લોકપ્રિય ફળ માનવામાં આવે છે. તરબૂચ સ્વાદમાં તો ખૂબ સારું હોય છે સાથે સાથે તેની અંદર અનેક પ્રકારનાં પૌષ્ટિક તત્વો હોય છે. ઉનાળાની સિઝનમાં જો નિયમિત રૂપથી તરબૂચનું સેવન કરવામાં આવે તો તેના કારણે તેની અંદર રહેલું પાણી આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે. અને સાથે-સાથે ઉનાળાની અનેક પ્રકારની બીમારીઓથી પણ બચાવે છે.

નારિયેળ પાણી:- નારિયેળ પાણી ઉનાળામાં સૌથી અગત્યની વસ્તુ છે. હાઈડ્રેટ રહેવા માટે.  જો તમે ઉપયોગ કરો છો તો તેના કારણે તમારું શરીર કાયમી માટે હાઈડ્રેટ રહે છે અને સાથે સાથે તમારા શરીરની કુદરતી રીતે ગ્લુકોઝ પણ મળે છે. જેથી તમારા કાર્ય કરવાની એનર્જી પણ બની રહે છે. તો ઉનાળાની સિઝનમાં લૂ અને ગરમીથી બચવા માટે પાંચ વસ્તુઓનું સેવન કરશો તો શરીર હંમેશા ઠંડુ રહેશે.

ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow અને શેેર તો જરૂર કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા