Saturday, November 5, 2022
Homeકિચન ટિપ્સલસણ માટે રસોઈ ટિપ્સ : જો તમે રસોઈમાં લસણનો ઉપયોગ કરતા હોય...

લસણ માટે રસોઈ ટિપ્સ : જો તમે રસોઈમાં લસણનો ઉપયોગ કરતા હોય તો તમને આ આટલી માહિતીની ખબર હોવી જ જોઈએ

રસોડામાં એક એવી વસ્તુ પણ છે જે ઉચ્ચ પોષક તત્વો પણ ધરાવે છે અને ખાવામાં પણ એક જબરદસ્ત સ્વાદ ઉમેરે પણ છે. આ જ કારણ છે કે તેને ઘણી વાનગીઓમાં ઉમેરવામાં આવે છે. કેટલાક લોકો આની સાથે તડકો પણ લગાવે છે અને કેટલાક તેને અથાણું બનાવે છે, કેટલાક ચટણી પણ બનાવે છે.

જો કે, ઘણા લોકો એવા પણ છે જે તેને ખોટી રીતે રાંધે છે. એક વાત દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જો તેને યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો તે બળી શકે છે, જે ખાવાનો સ્વાદ પણ બગાડી શકે છે. આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જે તમને લસણને યોગ્ય રીતે રાંધવામાં ઉપયોગી થશે.

સાંતળો ત્યારે આ વાતનું ધ્યાન રાખો : લસણને રાંધતી વખતે તેને ક્યારેય વધારે ન રાંધવું જોઈએ, કારણ કે વધારે રાંધવાથી તે બળી જશે અને તેનો સ્વાદ તમારા સંપૂર્ણ ખોરાકને બગાડી શકે છે. લસણને ક્યારેય ઊંચી આંચ પર ન રાંધવું જોઈએ, કારણ કે તે કડવું બની શકે છે.

લસણને સાંતળવું સામાન્ય રીત છે. તેનાથી તમને એક સારી ફ્લેવર મળે છે. તમે તેને તેલ, ઘી અને માખણમાં પણ સાંતળી શકો છો. જો તેલ ખૂબ ગરમ થઈ જાય તો આંચ બંધ કરીને થોડું ઠંડુ થવા દો અને પછી તેમાં ઉમેરો અને સાંતળો.

ઓવનમાં શેકતી વખતે આ વાતનું ધ્યાન રાખો : જો ઓવનમાં લસણને શેકવા માંગો છો તો તેના માટે ફક્ત મોટા લસણ લો. કળીઓને પકડીને તેને નીચેથી થોડી કાપી નાખો. હવે તેને એલ્યુમિનિયમ ફોઈલ પર મૂકો. હવે તેના પર તેલ રેડો અને તેને સારી રીતે લપેટીને તેને 40 મિનિટ માટે પ્રીહિટેડ 350 ડિગ્રી સેલ્સિયસ ઓવનમાં રાખો.

ફ્રાય કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો : જો તમે લસણને ફ્રાય કરી રહયા હોય તો ખૂબ પાતળું ન કાપો. લસણના થોડા જાડા ટુકડા કરો અને પછી જ ફ્રાય કરો. આ માટે એક જાડી તળિયાવાળી પેન લો અને તેમાં તેલ ગરમ કરો.

તેલને એટલું ગરમ ​​કરો કે તેમાંથી ધુમાડો ન નીકળવો જોઈએ. આ પછી લસણ ઉમેરીને તેને સતત હલાવતા રહો અને જ્યારે લસણ સોનેરી થવા લાગે ત્યારે તેને બહાર કાઢી લો. તેને થોડો વધુ સમય રાંધશો તો બળવા લાગશે, તેથી તેને પહેલાથી જ કાઢી લો.

આ ટિપ્સ ધ્યાનમાં રાખો : જો લસણની છાલ કાઢવામાં વધુ મહેનત ના કરવી હોય તો તેને માઇક્રોવેવમાં 15 સેકન્ડ માટે રાખો. તેનાથી છાલ ખૂબ જ ઝડપથી નીકળી જશે. લસણમાંથી નીકળેલી દાંડીને ફેંકશો નહીં. જો તમે તેને કોઈપણ પોટમાં લગાવશો તો થોડા સમયમાં લસણ ઉગવા લાગશે.

જો તમે છાલ વગરના અને સમારેલા લસણને એક નાની બરણીમાં ઓલિવ ઓઈલ સાથે મુકો તો તેનો સ્વાદ એક અઠવાડિયા સુધી જળવાઈ રહે છે. હાથમાંથી લસણની ગંધ દૂર કરવા માટે સ્ટીલના વાસણને હાથમાં ઘસો અથવા લીંબુની છાલ હાથ પર ઘસો.

હવે જયારે પણ તમે ભોજનમાં લસણનો ઉપયોગ કરો છો તો આ વાતોનું ધ્યાન રાખો. જો તમે લસણના સ્વાદનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો તેને વધારે પકાવવાની ભૂલ ન કરો. અમને આશા છે કે તમને આ ઉપયોગી થશે.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

x