ઘરની દરરોજ સાફ સફાઈ કરવામાં આવે છે તેમ છતાં ગરોળી ક્યાંકને ક્યાંકથી દીવાલો પર આવી જાય છે. ઋતુ ગમે તે હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસુ, પરંતુ ગરોળી ઘર છોડવાનું નામ નથી લેતી. આ સમસ્યાથી બચવા લોકો ઘણા ઉપાયો કરે છે પરંતુ કોઈ ફાયદો થતો નથી.
આવી સ્થિતિમાં આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાયો જણાવીશું જેની મદદથી તમે સરળતાથી ગરોળીને ઘરમાંથી ભગાડી શકો છો. આવો જાણીએ ગરોળીથી છુટકારો મેળવવાની ઉપયોગી ટિપ્સ.
1. હોમમેઇડ સ્પ્રે
ગરોળીને ઘરમાંથી ભગાડવા માટે ઘરે જ સ્પ્રે બનાવી શકો છો. આ માટે તમારે કાળા મરી અને પાણીની જરૂર પડશે. 1 કપ પાણીમાં 1 ચમચી કાળા મરીનો પાવડર મિક્સ કરી લો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ગરોળી પર દેખાય ત્યાં સ્પ્રે કરો. દરરોજ 1 અઠવાડિયા સુધી આ સ્પ્રેનો ઉપયોગ કરશો તો ગરોળી ઘરમાં આવતી બંધ થઇ જશે.
2. ડુંગળી
ઘરની રસોઈમાં વપરાતી ડુંગળી દરેક ઘરમાં હોય જ છે, જે તમને સરળતાથી મળી રહે છે. તમે ડુંગળીનો ઉપયોગ કરીને પણ ગરોળીને ઘરમાંથી ભગાડી શકો છો. આ માટે તમારે ફક્ત ડુંગળીનો ટુકડો કાપીને જ્યાં ગરોળી આવે ત્યાં રાખવાનો છે.
બીજી બાજુ, જો ગરોળી ઘરના લાઇટ અથવા દરવાજાની આસપાસ દેખાતી હોય તો પછી તમે ડુંગળીને દોરાની મદદથી બાંધીને પણ લટકાવી શકો છો. આમ કરવાથી ઘરમાં રહેલી તમામ ગરોળી ડુંગળીની દુર્ગંધથી દૂર ભાગી જશે.
3. તમાકુ અને કોફી પાવડર
તમે ખાવાની તમાકુ અને કોફી પાવડરથી પણ ગરોળીને ભગાડી શકો છો. આ માટે તમારે આ બે વસ્તુઓને મિક્સ કરીને ગોળી બનાવીને ગરોળી આવે ત્યાં રાખવાની છે. જો તમે ઈચ્છો તો પાણીમાં તમાકુ અને કોફી પાવડર મિક્સ કરીને સ્પ્રે બનાવીને તેના પર છાંટી શકો છો.
3. નેપ્થાલિન ગોળીઓ
નેપ્થાલિન ગોળીઓનો ઉપયોગ જંતુનાશક તરીકે અને સુગંધિત માટે પણ થઈ શકે છે. તમારે માત્ર નેપ્થાલિનની 1 ગોળી જ્યાં ગરોળી દેખાતી હોય ત્યાં મુકવાની છે. જેમ જેમ નેપ્થાલિન ગોળીઓની ગંધ ફેલાતી જશે તેમ તેમ ગરોળી પણ અદૃશ્ય થઈ જશે.
5. મોર પીંછા
ઘણા લોકો એવું માને છે કે ગરોળીને ભગાડવા માટે મોરના પીંછાનો ઉપયોગ કરી શકાય છે. જ્યાં પણ ગરોળી આવે ત્યાં મોરના પીંછાને ટેપ લગાવીને લટકાવી દો. ગરોળી તેને જોઈને જ દૂર થઈ જાય છે.
જો તમે પણ ગરોળીના આતંકથી પરેશાન થઇ રહયા છો તો આ બધા ઉપાયો અવશ્ય અપનાવીને જુઓ. જો લેખ પસંદ આવ્યો હોય તો આવી જ ઘરેલુ ઉપાય અને કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો