અત્યારના સમયમાં પાચનની સમસ્યા ખુબજ વધી ગઈ છે. પાચનતંત્રને સુધારવા માટે ઘણા લોકો જુદા જુદા પ્રયોગ કરતા હોય છે. તો આજે અમે તમારા માટે પાંચ એવો નિયમો વિશે જણાવીશું જેથી તમારી નબળી થયેલી પાચનશક્તિ એકદમ મજબૂત બની જશે અને ફરીથી ક્યારે પાચનની સમસ્યા ઊભી નહિ થાય.
તમે ગમે તેવો પૌષ્ટિક ખોરાક લેતા હોય પણ જો તેનું શરીરમાં વ્યવસ્થિત રીતે પાચન થતું ન હોય તો તેમાંથી પોષણ મળતું નથી. નબળા પાચનને કારણે શરીરમાં વિટામિન અને ખનિજ તત્વોની ખામી તો ઊભી થાય જ છે સાથે સાથે પચ્યા વગરનો ખોરાક હોજરીમાં પડ્યો રહે તો તેના કારણે ગેસ કે એસીડિટી પણ થાય છે.
હોજરીમાંથી પચ્યા વગરનો ખોરાક આંતરડાંમાં જાય ત્યારે તેમાંથી પોષક તત્વોનું સારી રીતે શોષણ થતું નથી. તેના બદલે કે આંતરડાની દિવાલ પર ચોટી જાય છે. જેના કારણે કબજિયાત થાય છે, આતરડાની ક્રિયાશીલતા ઘટે છે અને સારી રીતે પચેલા ખોરાકમાંથી પણ પોષક તત્વને શોષાવાની ક્રિયા ખોરવાઈ જાય છે.
આતરડા ની દીવાલ પર ચોંટેલા પચ્યા વગરના ખોરાકમાંથી ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે. જે લોહીમાં ભળે છે અને તેના કારણે લિવર, કિડની કે ચામડીના રોગો અને ક્યારેક આંતરડાના કેન્સર જેવા ભયાનક બીમારીનો સામનો કરવો પડે છે. તો અહીંયા આપણે કેટલીક વાતો વિષે જાણીશું જે તમારી પાચન શક્તિને એકદમ મજબૂત બનાવવાની સાથે કબજીયાત કે જે એસિડિટીથી બચાવે છે.
ખોરાક ન પચવાનું પહેલું કારણ હોજરીમાં પાચક રસોનો અપૂરતો સ્ત્રાવ છે. જો તેને સમજીએ તો જેમ કૂકરમાં દાળને બાફવા મૂકીએ પણ પૂરતો તાપ ન મળે તો દાળ બરાબર બફાતી નથી અને દાળ કાચી રહી જાય છે.
એ જ રીતે પૂરતા પાચક રસો ન મળવાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે અને ખોરાક પચ્યા વગરનો રહી જાય છે. આ માટે જમવાની 20 મિનિટ પહેલા આદુના ત્રણથી ચાર નાના ટુકડા સિંધાલુણ ભેળવીને ચાવી જવા. 15 થી 20 મિનિટ પછી જમવાથી ખોરાક સારી રીતે પચી જાય છે અને ગેસ કે અપચો થતો નથી.
જો અગાઉનો ખોરાક સારી રીતે પચ્યો ન હોય અને તેના ઉપર ખોરાક લેવાથી પચ્યા વગરના ખોરાક સાથે ભળી જાય છે જેથી ગેસ અને અપચો થાય છે. માટે અગાઉ લીધેલો ખોરાક સારી રીતે પચી જાય અને વ્યવસ્થિત ભૂખ લાગે ત્યારે જ જમવું.
જો ભુખ લાગે અને ત્યારે ન જમવાથી ખાલી હોજરીમાં પાચક રસોનો સ્ત્રાવ થવાથી એસીડીટી થાય છે અને ભૂખ્યા પેટે લાંબો સમય રહેવાથી કે વધુ પડતા ઉપવાસ કરવાથી ગેસની તકલીફ પણ થાય છે. માટે વધુ પડતા ઉપવાસ ન કરવા. તેમજ ગમે તેટલા વ્યસ્ત હોવા છતાં ભૂખ લાગે ત્યારે સમયસર જમી લેવાથી પાચનની તકલીફો ક્યારેય થતી નથી.
જમતી વખતે ક્યારેય પેટ ભરીને ન જમવું. હોજરીનો ૫૦ ટકા ભાગ એટલે કે અડધો ભાગ ખોરાક, ૨૫ ટકા ભાગ પ્રવાહી જેમ કે દૂધ, છાશ કે પાણી અને ૨૫ ટકા ભાગ હંમેશા ખાલી રાખવો. આ રીતે જમવાથી લીધેલા ખોરાકને હોજરીમાં વલોવવાની ક્રિયા સારી રીતે થાય છે અને ગેસ કે અપચામાં ની ફરિયાદ ક્યારેય થતી નથી.
આપણે લીધેલા ખોરાકને પચાવવા માટે પાચક રસો ઉપરાંત હોજરીમાં અને આંતરડામાં રહેલા કેટલાક ફાયદાકારક બેક્ટેરિયા પણ મદદરૂપ છે. દહીંમા આ ફાયદાકારક બેકટેરિયાથી ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. માટે પાચનતંત્રને કાયમી માટે મજબૂત રાખવા જમતી વખતે દહીમાં શેકેલા જીરું નો પાવડર કે મરી પાઉડર ઉમેરીને ખાવું અથવા જમ્યા પછી પાચક મસાલો ઉમેરેલી મોળી છાશ પીવી.
જેમને અવારનવાર અપચાની તકલીફ થતી હોય તેમણે જમ્યા પછી કાયમી સો ડગલાં ચાલવું. સો ડગલાં ચાલવાથી લીધેલો ખોરાક પાચક રસો સાથે સારી રીતે ભળી જાય છે અને પાચન વ્યવસ્થિત રીતે થાય છે.
જમ્યા પછી 10 થી 15 મિનિટ વજ્રાસન માં બેસવાથી રક્તનો પ્રવાહ હોજરી તરફ જાય છે અને પાચન સારી રીતે થાય છે. વજ્રાસન કરવાથી પાચનને લગતી બધીજ સમસ્યા જેવી કે ગેસ, એસીડીટી, અપચો અને કબજિયાત ફક્ત એકજ અઠવાડિયામાં મટી જાય છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Comments are closed.