આપણા ઘરોમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો આપણે વર્ષોથી ઉપયોગ કરીએ છીએ, પણ જો તેમના વિશે સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવ તો આપણને તેની જાણકારી નથી હોતી. હવે તમારા ઘરે આવતો રસોઈ ગેસને જ જોઈ લો. શું તમે તેને ક્યારેય નજીકથી ધ્યાનથી જોયો છે? શું તમને ખબર છે કે તે લાલ રંગનો કેમ છે અથવા તેના તળિયામાં કાણા કેમ આપેલા હોય છે? એની આ ડિઝાઇન કેમ રાખેલી છે?
મને વિશ્વાસ છે કે આજ સુધી તમે સિલિન્ડર વિશેના આ પ્રશ્નો વિશે વિચાર્યું નહીં હોય, પણ આજે સમય આવી ગયો છે કે તેના વિશે વિચારો અને જાણી લો. આજે અમે તમને ગેસ સિલિન્ડર સંબંધિત કેટલાક રોચક તથ્યો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
ગેસમાંથી ગંધ કેમ આવે છે? તમે પણ ઘણી વાર રાંધણ ગેસની ગંધ ને મહેસુસ કરી જ હશે. વાસ્તવમાં જોઈએ તો એલપીજીમાં કોઈ ગંધ નથી હોતી, પણ તેમાં એથિલ મર્કેપ્ટન (ઇથયલ Mercaptan) અલગથી ઉમેરવામાં આવે છે જેથી જો કોઈને ગંધ આવે છે તો તરત જ યોગ્ય પગલાં લઇ લે અને કોઈ પણ દુર્ઘટના થતા બચી શકાય. જો આ દુર્ગંધ ના હોય તો, રાંધણ ગેસને કારણે થતા અકસ્માતોમાં ઘણો વધારો થઇ શકે છે.
ગેસ સિલિન્ડરની નીચે કાણા કેમ હોય છે? તમારે આ વિશે જાણવાની ખુબ જરૂર છે. વાસ્તવમાં ગેસ સિલિન્ડરનું તાપમાન ઘણી વખત ખુબ વધી જાય છે અને તેની નીચે હાજર આ છિદ્રમાંથી તે હવા સરળતાથી પસાર થાય છે. જો આ કરવામાં ન આવે, તો તાપમાન વધીને નીચેના મેટલને નુકસાન પહોંચાડી શકે છે અથવા અંદરના ગેસના તાપમાનમાં વધારી શકે છે.
આ જ કારણ છે કે ગેસ સિલિન્ડરને હંમેશા એવી જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવે છે જ્યાં વધારે ગરમી ના હોય. આની સાથે સ્વચ્છતાના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ખૂબ આરામદાયક છે અને નીચેના ફર્શને સરળતાથી પાણીથી સાફ કરી શકાય છે અને આ છિદ્રોમાંથી આવતી હવાના કારણે ઝડપથી ફર્શને સૂકવી દે છે અને મેટલને કાટ લાગતો નથી.
ગેસ સિલિન્ડરનો રંગ લાલ કેમ છે? ગેસના સિલિન્ડરનો રંગ લાલ હોય છે કારણ કે તે રંગ દૂરથી પણ સરળતાથી દેખાઈ જાય છે. આ સ્થિતિમાં, ગેસ સિલિન્ડરને જો કોઈ વાહન દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, તો તે સરળતાથી દેખાય છે અને બાકીના વાહનોને સંકેત મળે છે કે સિલિન્ડર ટ્રાન્સપોર્ટ કરવાવાળી ગાડીની નજીક ના જવું જોઈએ.
સિલિન્ડરોનો આકાર એક સરખો કેમ હોય છે? તમે ક્યારેક જોયું હશે કે જેટલા પણ મજબૂત જહાજો, કન્ટેનર વગેરે નળાકાર આકાર અથવા ગોળાકાર આકારમાં હોય છે. માલગાડી જે ડીઝલ અથવા પેટ્રોલ લઈને જાય છે તેનો આકાર પણ એવો જ રહે છે.
નળાકાર આકાર કોઈ પણ વસ્તુને સમાનરૂપે ફેલાવે છે. તેથી જ તે સુરક્ષિત વિકલ્પ છે આ કારણ છે કે ગેસ સિલિન્ડરને આ રીતે ડિજાઇન કરવામાં આવેલો છે.
સિલિન્ડરની એક્સપાયરી ડેટ પણ છે પણ ખરા? શું તમને ખબર છે, કે ગેસ સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ હોય છે? દરેક ગેસ સિલિન્ડરની પાછળ નંબરો લખેલા છે જેમાં મહિનો અને વર્ષ આપવામાં આવેલું હોય છે. તેમાં ચાર અક્ષરો હોય છે A, B, C, અને D, જેથી તમે તમારા સિલિન્ડરની એક્સપાયરી ડેટ જાતે પણ ચેક કરી શકો છો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.