ભારતમાં આજેપણ મોટાભાગના ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. શહેરમા અમુક ભાગોમાં પાઈપલાઈન આવી ગઈ છે, પપરંતુ ગામડાઓમાં આજે પણ સિલિન્ડરનો જ ઉપયોગ થાય છે. લોકો તેનો ઉપયોગ દરરોજ કરે છે પરંતુ ઘણી વખત બેદરકાર હોય છે.
તમને ખબર ના હોય તો અમે તમને જણાવી દઈએ કે LPG સિલિન્ડરની આવરદા લગભગ 10 વર્ષ હોય છે. આ પછી જો તમે આવા સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો તે જોખમી છે. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દિવસે દિવસે વધતી જવાના કારણે ઘણી જગ્યાએ સિલિન્ડર બ્લેકમાં વેચાય છે.
આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં જૂના અને એક્સપાયર થયેલો સિલિન્ડર આવવાનો ખતરો હંમેશા રહે છે. તેથી તમારી સલામતી માટે તમારે સિલિન્ડરની એક્સપાયરી ડેટ જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ.
આજના લેખમાં અમે તમને જણાવીશું કે તમે તમારા સિલિન્ડરની એક્સપાયરી ડેટ કેવી રીતે શોધી શકો છો. તો તમને જણાવી દઈએ કે દેશમાં દરેક સિલિન્ડરના ઉપરના ભાગમાં એક્સપાયરી ડેટ આપવામાં આવે છે જે તમારે પણ ધ્યાન રાખવું જોઈએ.
દેશમાં ગેસની વધતી કિંમત : ગેસના ભાવ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જુલાઈ મહિનામાં ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો એટલે જ્યાં પહેલા એલપીજી સિલિન્ડરની કિંમત 1003 રૂપિયાની આસપાસ હતી તે આજે 1053 રૂપિયા પર થઇ ગઈ છે.
ગેસ સિલિન્ડર પર લખેલી હોય છે માહિતી : ગેસ સિલિન્ડરની ઉપર ત્રણ લાઇનમાં તેના સબંધિત તમામ માહિતી આપવામાં આવેલી હોય છે. જ્યાં તમે સિલિન્ડરનું કેટલું વજન છે અને તેની એક્સપાયરી ડેટ શું છે તે જોઈ શકો છો.
સિલિન્ડર કેમ દેખાય છે આ નંબરો ? આપણા ઘરે આવતા ગેસ સિલિન્ડર પર A-23, B-23, C-24, D-24 અથવા D25 જેવા નંબરો લખેલા હોય છે. આ આંકડાઓ બીજું કઈ નહીં પરંતુ એક્સપાયરી ડેટ હોય છે.
ABCD નો અર્થ શું થાય છે? સિલિન્ડર પર દેખાતી સંખ્યાઓમાં પહેલા A, B, C, D મૂળાક્ષરો મહિના સૂચવે છે. જેમકે A -જાન્યુઆરી થી માર્ચ, B-એપ્રિલ થી જૂન, C-જુલાઈ થી સપ્ટેમ્બર અને D -ઓક્ટોબરથી ડિસેમ્બર.
સંખ્યાનો અર્થ શું થાય છે? સંખ્યાઓ મૂળાક્ષરોની બાજુમાં લખેલી હોય છે. જે એક્સપાયર થવાનું વર્ષ સૂચવે છે. જો તમારા ગેસની પાછળ C22 લખેલું હોય તો તેનો અર્થ છે કે જુલાઈ 2022 સુધીમાં તમારું સિલિન્ડર એક્સપાયર થઇ જશે.
જો કે સિલિન્ડરની એક્સપાયરી ડેટ પર આપણામાંથી ભાગ્યેજ કોઈ વ્યક્તિ ધ્યાન આપે છે, પરંતુ આપણી સુરક્ષાના દૃષ્ટિકોણથી તે આપણા માટે ખુબ જ જરૂરી છે.
જો તમારા સિલિન્ડર પર A22 લખેલું હોય તો તમારું સિલિન્ડર એક્સપાયર થઇ ગયેલો છે તેમ સમજવું એટલે તેને આજે જ બદલો.આશા છે કે તમને અમારો આ લેખ બધાને મદદરૂપ થશે. આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.