આજકાલ વાયુ અને અપચો આ સાવ સામાન્ય રીતે સૌ કોઈ ધારણ કરીને બેઠા છે. વાયુવિકાર ના કારણે અનેક લક્ષણો જોવા મળે છે. જેવા કે પેટનું જકડાઈ, જવું શરીરમાં ભારેપણુ, માથાનો દુખાવો, બેચેની, પીઠનો દુખાવો,ગભરામણ, ભ્રમ, ખાવા પ્રત્યે અરૂચિ, પેટનો દુખાવો, દુર્બળતા, અંગો નો દુખાવો આ રોગોને મટાડવા માટે નિષ્ણાત વૈદ્યની સલાહ લઈને હીંગવાષ્ટક, ચિત્રકાદિવટી, લવણ ભાસ્કર તથા અવિપત્તિકર ચૂર્ણનો પ્રયોગ કરવો જોઇએ.
રાત્રે સુતી વખતે ત્રિફળા ચૂર્ણ એક ચમચી હૂંફાળા પાણી સાથે લેવાથી પણ આ બધી સમસ્યાઓમાંથી પણ છુટકારો મળે છે. હરડે નું સેવન કરવું જોઈએ. નરણા કોઠે એક ચમચી હરડેનું સેવન કરશો અથવા રાત્રે સૂતી વખતે તેનું સેવન કરશો તો પણ આ તમામ સમસ્યામાંથી આપણને મુક્તિ મળશે.
ગેસને મટાડવા માટે જવની રોટલી, તુરીયા, ટીંડોરા ,પરવળ, કારેલાં, દૂધી તથા મેથીની ભાજી સરગવો, દ્રાક્ષ, લસણ, લીંબુ, આદુ, ફુદીનો, મધ, કોથમીર, અજમો, સિંધવ, કાલા નમક, મધ, વરિયાળી, લવિંગ, સૂંઠ વગેરે દ્રવ્યો ખૂબ જ ઉપયોગી છે તો આપણા શરીરને પણ અનેક રીતે ફાયદો આપનારા છે.
મિત્રો થોડી સલાહ આપવા માગું છું કે આ પ્રકારના રોગીઓએ શું કરવું જોઈએ. બહુ ભૂખ્યા રહેવાની સલાહ બિલકુલ નથી. પેટ ભરીને ક્યારે ખાવું ન જોઈએ. ઉઠીને નિત્ય વ્યાયામ કરવો જોઈએ. વ્યાયામ કરવાથી પણ આ તમામ સમસ્યામાંથી આપણને મુક્તિ મળે છે.
વાસી ભોજન જેવો કે ભીંડો, મૂળા, વધારે જળ પાન વાસી, ભાત, પનીર, રાજમા, ચોળા, અડદ વગેરે વધુ લેવાથી પણ આ સમસ્યામાં વધારો થાય છે માટે આ પ્રકારનું ભોજન લેવું જોઈએ નહીં.
હંમેશા ચિંતા મુક્ત રહેવું જોઈએ. મળ મૂત્ર તથા વાયુના વેગ ને કયારે રોકવા ન જોઈએ. ખૂબ ચાવીને ખાવું જોઈએ. પચવામાં સરળતા રહે તેવા ભોજન લેવા જોઈએ. આહાર રુચિ ઉત્પન્ન કરે તેવો લેવો જોઈએ. જમ્યા પછી ક્યારેય તરત પાણી ન પીવું જોઈએ, તરત પાણી પીશો તો અનેક રોગ ને નોતરું આપશો.
તાજા આદુના ટુકડા, લીંબુ ના રસ તથા સિંધવ મેળવીને તે ટુકડા ચાવવા જોઈએ અથવા ભોજન કરતી વખતે આપણે હંમેશા આદુના ટુકડાનું સેવન કરવું જોઈએ. આનું સેવન કરશો તો પણ હોજરીનો અગ્નિ તેજ થશે. ભોજન સરળતાથી પચી જશે. પરિણામે આ તમામ સમસ્યામાંથી આપને મુક્તિ મળશે.
મધનું સેવન કરવું જોઈએ. સમયાંતરે મધનું સેવન કરવાથી પણ આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે. સવારે ફુદીનાનો રસ, કોથમીર નો રસ તથા તેમાં થોડો સિંધવ મેળવીને તે રસનું સેવન કરવું જોઈએ. જે લોકોને વાયુની સમસ્યા રહેતી હોય તે લોકોએ નિત્ય ચાલવાની ટેવ પાડવી જોઈએ. ઉતાવળે બોલવું ન જોઈએ. જમીને તરત ચાલુ ન જોઈએ. જમીને તરત સૂઈ જવું ન જોઈએ. આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખશો તો સરળતાથી ગેસ્ટ્રીક એટલે કે વાયુની સમસ્યાઓમાંથી મુક્ત થશો.