gas bachava tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાથી ઠંડી પડી રહી છે અને આ તે સમય છે જેમાં ગરમ ​​પાણીથી લઈને ગરમ દૂધ દરેક વસ્તુ સારી લાગે છે. શિયાળામાં એક વાત દરેકને થાય છે કે આ સમયમાં રાંધણ ગેસ ઝડપથી સમાપ્ત થઇ જાય છે.

આ ઋતુમાં શાક રાંધવામાં પણ ઘણો સમય લાગે છે અને સાથે જ પાણી ગરમ કરવા માટે, રોટલી બનાવવા અને ધીમા ગેસ પર કંઈક રાંધવાથી પણ વધારે ગેસનો વપરાશ થાય છે. આ ઠંડીના દિવસોમાં રાંધણગેસની સામે ઉભા રહેવાનો પણ ખૂબ આનંદ આવે છે.

શિયાળામાં એલપીજી ઝડપથી ખલાસ થઈ જાય છે અને રાંધણગેસના રોજેરોજ મોંઘા થવાને કારણે આપણી સમસ્યા પણ વધી જાય છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું, જેની મદદથી તમે શિયાળામાં થોડો એલપીજી ગેસ બચાવી શકો છો. તો ચાલો તમને આ વિશે જણાવીએ.

1. ખૂબ જાડા તળિયાવાળા વાસણોનો ઉપયોગ કરવાનું ટાળો : તમારે શિયાળામાં ધ્યાનમાં રાખવાની પહેલી ટિપ્સ એ છે કે જો તમે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરો છો તો શિયાળામાં તેને ગરમ થવામાં વધારે સમય લાગે છે.

કેટલીક વાનગીઓ પાતળા તળિયાવાળા વાસણોમાં બનાવી શકાતી નથી પણ જો તમે દરરોજ રાંધતા હોય તો પાતળા તળિયાવાળા વાસણોનો ઉપયોગ કરો જેને ગરમ કરવામાં વધારે સમય લાગતો નથી. આ ટિપ્સ નાની લાગે છે પણ તે ઘણો ગેસ બચાવી શકે છે.

2. પ્રેશર કૂકરનો વધારે ઉપયોગ કરો : શિયાળામાં કૂકરનો વધારે ઉપયોગ કરવાથી ફાયદો થઇ શકે છે. હકીકત માં પ્રેશર કુકર ખોરાકને સારી રીતે રાંધે છે. તે ઓછા ગેસમાં પણ ઝડપથી ગરમ થઇ જાય છે અને આ કિસ્સામાં એલપીજી ગેસની બચત થાય છે. જો તમે કડાઈમાં શાક બનાવો છો તો પછી તેને પ્રેશર કૂકરમાં રાંધવાનું શરુ કરો. આમ કરવાથી રાંધણ ગેસની બચત થશે અને પ્રેશર કૂકરમાં ખોરાક રાંધવો પણ સરળ રહે છે.

3. ખુલ્લા વાસણમાં રાંધશો નહિ : ખુલ્લા વાસણમાં ખાવાનું બનાવશો નહિ. વરાળને કારણે રસોઈ ઝડપથી બને છે અને સમય પણ બચી જાય છે. જો તમે ઢાંકણ વગર જ ખાવાનું બનાવશો તો વરાળનો ઉપયોગ થશે નહીં અને રસોઈનો સમય પણ વધારે લાગશે.

ખોરાકને ઢાંકીને રાંધવાથી વાનગીમાં પોષણ પણ જળવાઈ રહે છે અને તેથી વધારે હેલ્દી માનવામાં આવે છે. તમે પાણી ગરમ કરો છો કે દૂધ ઉકળતા હોય પણ તમારે આ જ રીતે શરૂઆત કરવી જોઈએ.

4. ગેસ બર્નર સાફ કરવું જરૂરી છે : તમારા માટે એ જાણવું જરૂરી છે કે જો તમે ગેસ બર્નરને સારી રીતે સાફ નહીં કરો તો વધારે ગેસનો ઉપયોગ થશે. એલપીજી ગેસની જ્યોત વાદળી છે અને જો લાલ, પીળી અથવા નારંગી દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારે બર્નરને સાફ કરવાની જરૂર છે. તમે તેને બર્નર ક્લિનિંગ કિટ અથવા ખાવાનો સોડા અને ગરમ પાણીથી સાફ કરી શકો છો. સાફ કર્યા પછી તમે જોશો કે જ્યોત ફરીથી વાદળી થઈ ગઈ હશે.

5. ગેસ પર ભીના વાસણો ના રાખવા જોઈએ : જો તમે તરત જ ધોયેલા વાસણને ગેસ પર મુકો છો તો પહેલા વાસણ ગરમ થશે અને પછી પાણી સુકાઈ જશે અને પછી તે એટલું ગરમ થશે કે તમે કંઈક રાંધી શકો. એટલા માટે જરૂરી છે કે તમે વાસણોને બરાબર સાફ કર્યા પછી જ ગેસ પર રાખો. આ પદ્ધતિથી વાસણ ઝડપથી ગરમ થશે અને ગેસ પણ બચશે.

6. લીક છે કે નહિ તે ચેક કરો : રેગ્યુલેટર, બર્નર, ગેસ પાઇપ વગેરે ચેક કરતા રહેવું સારું રહેશે. જો તમે આવુ નહી કરો તો ગેસ પાઈપ લીક થવાથી તમને વધારે સમસ્યામાં મૂકી શકે છે. આને નિયમિતપણે ઠીક કરવાની જરૂર છે તેથી તમારે અમુક સમય પછી તપાસતા રહેવું જોઈએ. આમ કરવાથી તમે કોઈપણ મોટી દુર્ઘટનાથી બચી શકો છો અને ગેસની પણ બચત કરી શકાય છે.

7. ખોરાકને પહેલાં પલાળી દો : મોટા ભાગના લોકો ચોખા, કઠોળ, શાકભાજી વગેરેને સીધા ગેસ પર મૂકી દે છે, પરંતુ રાજમા અને ચણાની જેમ તેને પહેલા પલાળીને રાખવાથી ઝડપથી પાકી જાય છે. ઉદાહરણ તરીકે, ચોખા અને દાળને રાંધતી વખતે, તેને અડધા કલાક પહેલા પાણીમાં પલાળી મૂકો. આ રીતે રસોઈનો સમય અને ગેસ બંને બચાવી શકાય છે.

આ બધી ટીપ્સ તમને શિયાળાની ઋતુમાં એલપીજી ગેસ બચાવવામાં મદદ કરશે. જો તમને આ કિચન ટિપ્સ ગમી હોય તો, આવી જ વધારે રેસિપી અને કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા