કોઈપણ રસોડામાં સૌથી મહત્વની વસ્તુ ગેસ સ્ટવ હોય છે કારણ કે તેના પર જ આપણે જમવાનું રાંધવામાં આવે છે. પરંતુ જો તમારો ગેસ સ્ટવ બગડી રહ્યો છે અને તમે તેને વારંવાર રિપેર કરાવીને કામ ચલાવી રહ્યા છો તો આવું ના કરવું જોઈએ કારણ કે થોડા સમય પછી ગેસ સ્ટવને પણ બદલવો જરૂરી બની જાય છે.
આજના લેખમાં અમે તમને એવા સંકેતો વિશે જણાવીશું જે સંકેતો મળે તો તમારે તમારા ગેસ સ્ટવને બદલવાનું જરૂરથી વિચારવું જોઈએ.
જ્યારે બર્નર ખરાબ થઈ જાય : ગેસ સ્ટવમાં સૌથી મહત્વની વસ્તુ હોય છે બર્નર. જો તમારા ગેસના સ્ટવનું બર્નર બગડી જાય છે અને તે સારી રીતે બળતું નથી તો તે સંકેત છે કે કાં તો તમારા ગેસ સ્ટવને રિપેર કરવાની જરૂર છે અથવા તો તેને બદલવાની જરૂર છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે જ્યારે ગેસ સ્ટવને સળગાવવામાં આવે ત્યારે તેમાંથી વાદળી, લાલ અને પીળા રંગનો ગેસ નીકળે છે.
પરંતુ જો તમારા ગેસ સ્ટવમાંથી માત્ર વાદળી જ ગેસ નીકળતો હોય અથવા તે બિલકુલ બહાર ના આવતો હોય તો તમારે તમારા બર્નરને સાફ કરવું જોઈએ. પરંતુ જ્યારે સફાઈ કર્યા પછી પણ ગેસનો રંગ જ વાદળી નીકળતો હોય તો તમારે તમારો ગેસ સ્ટવ ચોક્કસ બદલવો જોઈએ.
જ્યારે ગેસની દુર્ગંધ આવે : જો ગેસ સ્ટવ ચાલુ કરીએ કે બંધ કર્યા પછી પણ ગેસની દુર્ગંધ આવતી હોય તો તમારે તરત જ ગેસ બંધ કરી દેવો જોઈએ અને રસોડાની બારીઓ ખોલવી જોઈએ અને ગેસના ચૂલામાં લગાવેલ પાઈપ અને સિલિન્ડર પરનું રેગ્યુલેટર ચેક કરવું જોઈએ. જો ગેસ પાઇપ અને સિલિન્ડરમાં રેગ્યુલેટર યોગ્ય રીતે લગાયેલુ છે તો તમારે બર્નરને તપાસવું જોઈએ.
તમારે ગેસની નોબને પણ તપાસવું જોઈએ. ક્યારેક ગેસની નોબ પણ ઢીલી થઈ જાય છે જેના કારણે બર્નરમાંથી ગેસ લીક થાય છે. આવી સ્થિતિ થાય તો ગેસને રીપેર કરવો અને જો તમને હજી પણ તમારા સ્ટવમાંથી ગેસ લીક થવાની ગંધ આવતી હોય તો સમજો કે તેને બદલવાનો સમય આવી ગયો છે.
ગેસની સરફેસ તૂટી જાય તો : જો તમારી પાસે કાચની સપાટીવાળો ગેસ સ્ટોવ છે ને તે તૂટી જાય છે, તો તમારી પાસે તેને રિપેર કરાવવાનો કોઈ વિકલ્પ નથી. જો તમારો ગેસ સ્ટોવ નવો છે અને વોરંટીમાં છે તો તમે તેને બદલી શકો છો.
બીજી બાજુ જોઈએ તો, જો તમારો ગેસ સ્ટવ ઘણો જૂનો થઇ ગયો છે, તો તમારે તેને બદલવો જોઈએ કારણ કે તૂટેલી સરફેસ તમને નુકસાન પહોંચાડી શકે છે.
જ્યારે કંટ્રોલ પેનલ ના કામ કરે તો : આજકાલ ઇલેક્ટ્રિક ગેસ સ્ટવનો જમાનો છે. તે મોંઘા આવે છે પરંતુ તેનો ઉપયોગ કરવાથી કામ ઘણું સરળ થઇ જાય છે. જો કે તેઓ ઝડપથી બગડતા પણ નથી, પરંતુ જો તેનામાં કોઈ ખરાબી આવે છે તો તેમની કંટ્રોલ પેનલ સૌથી પહેલા ખરાબ થઇ જાય છે.
જો ઇલેક્ટ્રિક ગેસ સ્ટવની કંટ્રોલ પેનલ બગડી ગઈ હોય અને તેને રીપેર કરાવ્યા પછી પણ તે યોગ્ય રીતે કામ ના કરી રહી હોય તો તમારી પાસે માત્ર એક જ વિકલ્પ બચે છે અને તે છે કંટ્રોલ પેનલને બદલવાનો અને તે ખૂબ મોંઘુ આવે છે. આવી સ્થિતિમાં શ્રેષ્ઠ છે કે તમે માત્ર નવો ગેસ સ્ટવ ખરીદો.
તેથી જો તમે ગેસ સ્ટવ પણ ઉપર જણાવેલી સમસ્યાઓનો સામનો કરી રહયા હોય તો મોડું ના કરો અને નવો ગેસ સ્ટવ ખરીદો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આવી જ વધારે ઉપયોગી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.