શું તમે પણ નવું ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તે જાણતા નથી કે સારું ગીઝર કેવી રીતે પસંદ કરવું? અથવા તમે ગીઝરના કદ અને બજેટ વિશે મૂંઝવણમાં મુકાઈ ગયા છો, તો પછી તમારો એકલાનો પ્રશ્ન નથી કારણ કે તમારા જેવી બીજી મહિલાઓ છે જે સારી ગીઝર કેવી રીતે પસંદ કરવી તે જાણતી નથી.
હવે શિયાળો આવે છે અને શિયાળો નજીક આવતાની સાથે જ દરેક વ્યક્તિ સારા ગીઝર ખરીદવાની ચિંતા કરવા લાગે છે. જ્યારે ગીઝર વ્યાવસાયિક અને ઘરેલુ હેતુઓ માટે અત્યંત ઉપયોગી પ્રોડક્ટ છે, પરંતુ ઘણીવાર તેને ખરીદવું મુશ્કેલ અને નિરાશાજનક બની શકે છે.
જી હા, ઇલેક્ટ્રોનિક્સ અને ઘરેલુ ઉપકરણો ખરીદવા એ ખરેખર ખૂબ જ મુશ્કેલ કામ છે. તમારે ઘણું રિસર્ચ કરવું પડે છે અને તેને ખરીદતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. આવું જ એક ઉપકરણ ગીઝર પણ છે. તેને ખરીદતી વખતે, તમારે સાઈઝ, થર્મોસ્ટેટ, ક્ષમતા, ગુણવત્તા વગેરે જેવા ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ.
એટલા માટે આજે અમે તમારા માટે એક ટિપ્સનું લિસ્ટ લાવ્યા છીએ જેના પર તમારે ગિઝરમાં રોકાણ કરતા પહેલા ધ્યાન આપવું જોઈએ અને તેને તપાસવું જોઈએ. ગીઝરના પ્રકારો ઘણા લોકોને ખબર નથી. બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ અત્યારે બજારમાં ત્રણ પ્રકારના ગીઝર ઉપલબ્ધ છે.
ઇલેક્ટ્રિક ગીઝર, ગેસ ગીઝર અને સોલર ગીઝર. ઇલેક્ટ્રિક ગીઝર્સ સૌથી સામાન્ય પ્રકારોમાંથી એક છે જે આપણે આપણા રોજિંદા જીવનમાં જોઈએ છીએ,પરંતુ સોલર ગીઝર્સનો ઉપયોગ પાછળના ઘણા વર્ષોથી વધી રહ્યો છે.
ગેસ અને સોલર ગીઝર પર્યાવરણ માટે કોઈ ખતરો નથી અને તે બંને તુલનાત્મક રીતે પોકેટ ફ્રેન્ડલી છે. બીજી બાજુ જોઈએ તો ઇલેક્ટ્રિક ગીઝર્સ સંપૂર્ણપણે વીજળી પર આધાર રાખે છે અને તેનો તમારા વીજળીના બિલ પર નોંધપાત્ર પ્રભાવ પડે છે.
જરૂરી જાણકારી : સૌથી પહેલા તમારી જરૂરિયાત સ્પષ્ટ હોવી જરૂરી છે. કેટલા લોકો આ ગીઝરનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે, તો તેનો આકાર ખૂબ મોટું અથવા ખૂબ નાનું હોવું જોઈએ. કારણ કે ગીઝર જેટલું મોટું હશે તેટલી વધારે વીજળી વાપરે છે.
ગિઝરનો ઉપયોગ રસોડું, બાથરૂમ અને હવે તો ઓફિસમાં પણ ઘણી જગ્યાએ થઈ શકે છે. આમ ગીઝર ખરીદતા પહેલા તેનું યોગ્ય કદ અને પ્રકાર નક્કી કરો જે તમે ઇચ્છતા હોય. ભારતમાં બાથરૂમમાં સામાન્ય રીતે ગીઝરનો ઉપયોગ થાય છે અને તે પણ શિયાળાની ઠંડી ઋતુમાં ખાસ.
પણ આજકાલ ઘણા લોકો તેનો ઉપયોગ રસોડામાં વાનગીઓ રાંધવા અને વાસણ ધોવા માટે પણ કરે છે. સારી રીતે ડિઝાઈન કરેલા ગીઝર્સ ક્યારેક ઘણા બધા રંગોમાં અને કદમાં ઉપલબ્ધ હોય છે, તેથી એવું પસંદ કરો કે તમારા ઘરની સજાવટને શ્રેષ્ઠ અનુકૂળ હોય.
બધી સમીક્ષાઓમાંને જોયા પછી ગીઝરને ખરીદો કારણ કે તમને લાંબા સમય સુધી તેની જરૂર પડશે અને તેમાં એવા પાર્ટ્સ હોવા જોઈએ જે તમને સરળતાથી મળી રહે. અને એવા કેટલાક વધુ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જે ધ્યાનમાં રાખવા જોઈએ. દાખલા તરીકે, જો તમને એવું એક હીટર મળે છે જેમાં નાની ટાંકી હોય તો તે 20 વર્ષ સુધી ચાલશે જ્યારે મોટી ટાંકી ધરાવતું 10 થી12 વર્ષ સુધી ચાલશે.
ઉર્જા : સોલર અને ગેસ ગીઝરને શૂન્ય વીજળીની જરૂર પડે છે પરંતુ ઇલેક્ટ્રિક ગીઝર પસંદ કરતી વખતે 5 સ્ટાર રેટિંગ વાળા ગીઝર પસંદ કરો, જેથી તે ઓછી વીજળી વાપરે અને હિટ નું નુકસાન પણ ઓછું થાય. જોકે વધારે સ્ટાર રેટિંગ ધરાવતું ગીઝર શરૂઆતમાં થોડું મોંઘું હોઈ શકે છે પણ આખરે તે સમય જતાં તમારા ઘણા પૈસા બચાવશે.
ગેરંટી : કોઈ ચોક્કસ પ્રોડક્ટની વોરંટી પીરીઅડ તપાસવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટાંકી અને હીટિંગ પર તમને મળતી વોરંટીને હંમેશા તપાસો.
બ્રાન્ડ : વિશ્વસનીય બ્રાન્ડ્સનું જ ગીઝર ખરીદવાનો આગ્રહ રાખો અને જે બ્રાન્ડની સારી પ્રતિષ્ઠા હોય અને અજમાવવામાં અને પરીક્ષણ કરવામાં આવેલું હોય તેમજ તેમનું કસ્ટમર કેર પણ સારું હોય.
ગુણધર્મો : જ્યારે તમે સાર ગીઝરની શોધ કરી રહ્યા હોય, ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો. એડજસ્ટેબલ થર્મોસ્ટેટ સેટિંગ્સ, ગ્લાસ કોટેડ હીટિંગ એલિમેન્ટ, ઓટોમેટિક થર્મલ કટ-આઉટ, પ્રેસર રિલીઝ સેફટી વાલ્વ, કાટ પ્રુફ બોડી.
ઓટોમેટિક કટ આઉટ સુવિધા ખુબ જ વધારે ઉર્જા બચાવે છે. જ્યારે તે ગરમ થાય એટલે તે યુનિટને બંધ કરે છે અને વોટર હીટરને બળી જતા અટકાવે છે. તે હીટરને આકસ્મિક નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
જો પ્રેસર ગીઝરમાં હાજર પૂર્વનિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય છે તો સેફટી વાલ્વ પ્રેશરથી રાહત આપે છે અને પાણીનો નિકાલ કરે છે. સારું રિસર્ચ કરો અને સારું રોકાણ કરો. આવી વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.