જરા વિચારો કે તમારી સામે તમારું મનપસંદ ભોજન છે અને તમને કોઈ જોઈ નથી રહ્યું તો તમે કેટલું ખાશો, કેટલું છોડશો…તમે પ્લેટ ખાલી કરવાનું પસંદ કરશો પણ ત્યારે તેમાં સામેલ જોખમોથી પણ વાકેફ છો. પેટમાં ગરબડ કે પેટને લગતી બીજા કોઈ સમસ્યા કોઈને પણ ગમતી નથી.
તેથી એસિડિટી જેવી સામાન્ય સમસ્યા હોવા છતાં તે કોઈને પસંદ નથી. એસિડિટી ત્યારે થાય છે જ્યારે પેટની ગેસ્ટ્રિક ગ્રંથીઓમાં એસિડનો વધુ પડતો સ્ત્રાવ હોય છે જેનાથી તમને ગેસ, શ્વાસમાં દુર્ગંધ, પેટમાં દુખાવો અને બીજા લક્ષણો જોવા મળે છે.
આ એક અપ્રિય પ્રતિક્રિયાને ઉત્તેજિત કરે છે જે ઘણીવાર તમને બીમાર અને દુઃખનો અનુભવ કરાવે છે. એસીડીટી વધારે ખાવાથી, ખાલી પેટે ચા કે કોફી પીવાથી અને ધૂમ્રપાન કરવાથી કે વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી થઈ શકે છે. જ્યારે એસિડ સ્ત્રાવ સામાન્ય કરતાં વધી જાય છે ત્યારે આપણને એસિડ રિફ્લક્સ અનુભવીએ છીએ.
આ સામાન્ય રીતે ત્યારે જ થાય છે જ્યારે આપણે ભારે ખોરાક અથવા મસાલેદાર ખોરાક ખાઈએ છીએ. એસિડિટી તમને ખૂબ હેરાન કરી શકે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે આપણે ઘણીવાર ઘણા ઉપાય કરીએ છીએ. જો તમને તો પણ કોઈ ઉપાય મળતો નથી તો ચિંતા કરશો નહીં.
આ લેખ દ્વારા તમને એસિડિટીના 3 ઘરેલું ઉપચાર વિશે જણાવી રહ્યા છીએ, જે એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવામાં તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.
ઘરેલું ઉપાય 1 : ડીટોક્સ વોટર : તમે લીંબુ, આદુ, અજમો અથવા જીરુંમાંથી બનાવેલું ડિટોક્સ પાણીનો ઉપયોગ કરી શકો છો. તે તમને એસિડિટી દૂર કરવામાં મદદ કરી શકે છે. તે પાચનતંત્રમાં જલન કરવાવાળા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.
આ સિવાય આ બધી વસ્તુઓમાં હાજર એન્ટીઑકિસડન્ટ શરીરને મુક્ત રેડિકલને કારણે થતા ઓક્સિડેટીવ નુકસાનથી બચાવવામાં મદદ કરે છે, જે ઘણીવાર ડાયાબિટીસ અને હૃદય રોગ જેવા રોગોનું કારણ બને છે. આ સિવાય લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
ઘરેલું ઉપાય 2 : CFC પાવડર : સૂતા પહેલા સીએફસી પાવડર લઈ શકો છો, તેમાં શેકેલું જીરું, વરિયાળી અને ધાણાનો પાવડરનો સમાવેશ થાય છે. જીરું એક એવો મસાલો છે જે પાચન રસને ઉત્તેજિત કરે છે અને એસિડિટી, અપચો જેવી પેટની સમસ્યાઓને દૂર રાખે છે.
વરિયાળીથી તમે એસિડિટી ઘટાડી શકો છો. એસિડિટીથી રાહત મેળવવા માટે વરિયાળી એ એક સારો ઉપાય છે. વરિયાળીના દાણામાં એનેથોલ નામનું સંયોજન હોય છે જે પેટ માટે સુખદાયક એજન્ટ તરીકે કામ કરે છે અને ખેંચાણ, પેટનું ફૂલવાથી બચાવે છે.
તે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે જે યોગ્ય પાચનની ક્રિયામાં મદદ કરે છે. વરિયાળીમાં અલ્સર વિરોધી ગુણો હોય છે જે પેટના અસ્તરને ઠંડુ કરે છે અને કબજિયાતથી રાહત મેળવવામાં મદદ કરે છે.
ધાણા પણ એસિડિટી દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. ધાણા આંતરડાને ઉત્તેજીત કરી શકે છે અને પેટમાં એસિડનું ઉત્પાદન વધારી શકે છે તેથી તે અપચો, કબજિયાત ધરાવતા લોકોને મદદ કરી શકે છે.
ઘરેલું ઉપાય 3 : પુષ્કળ પ્રમાણમાં પાણી : એસિડિટી પેટમાં એસિડનો પ્રવાહ અન્નનળીમાં પાછો આવવાને કારણે થાય છે તો વધારે પાણી પીવાથી રાહત મળી શકે છે. તે પેટના પીએચ સ્તરને વધારી શકે છે, તેથી તમે એસિડિટીથી બચવા માટે આખા દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પીવું જોઈએ.
આ 3 ઘરેલુ ઉપાય કરીને તમે એસિડિટીની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો. દર વખતની જેમ આ વખતે પણ અમે તમને એ જ જણાવીશું કે આ બધા ઉપાય કુદરતી સામગ્રીમાંથી બનાવવામાં આવેલા છે અને તેની કોઈ આડઅસર નથી. તેમ છતાં તેનો ઉપયોગ કરતા પહેલા, એકવાર ડોક્ટરની સલાહ જરૂર લો. આવી વધુ જ વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.