અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહિયાં જોઈશું અલગ અલગ ૧૨ પ્રકાર ના પાન નાં દેશી ઈલાજ વિશે. તમે તમારી આસપાસ ઘણા બધા વૃષ અને છોડ  નાં પાન જોતા હસો, પણ તમને તે પાન વિશે પૂરું માહિતી ન હોવાને કારણે તમે તેના ઘરેલૂ ઉપાયો વિશે જાણી શકતા નથી. તો અહિયાં કેટલાક પાન વિશે જણાવ્યું છે તે વિશે જાણો.

૧) આકડાના પાન: આંકડાનાં પાનને સરસિયાના તેલમાં નાખી ગરમ કરી અને તેને ગાળી અને તેમાં ૧૦ ગ્રામ જેટલું કપૂર ભેળવી તેનાથી સાંધા પર માલિશ કરવામાં આવે અને જો સોજાવાળા ભાગે લગાવવામાં આવે તો તેનાથી સાંધાની તકલીફ અને સોજાની સમસ્યાને દૂર કરી શકાય છે. તેમ જ દુખાવામાં પણ રાહત મેળવી શકાય છે.

૨) જાંબુના પાન: જાંબુના ઠળિયા ની જેમ જાંબુના પાન પણ ડાયાબિટીસમાં ખૂબ જ લાભકારક સાબિત થતા હોય છે. તેના માટે તેનાં પાનને વાટી અને તેને પાણીમાં મસળી અને સવારે પીવાથી ડાયાબિટિસના રોગીઓને લાભ મેળવી શકાય છે.

૩) સરગવાનું પાન: સરગવાના પાનનું શાક વિટામિન એથી ભરપૂર હોય છે. તે આંખોની જ્યોતિ વધે છે. તેમ જ એનીમિયા એટલે કે લોહીની ઉણપ માં પણ આ સરસવનો શાકનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થતું હોય છે.

૪) જામફળ ના પાન:–  જામફળ ના પાન મોંમાં ચાંદા મટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. તેના માટે જામફળના પાંચથી સાત પાનને પાણીમાં ઉકાળી અને તે પાણીને ઠંડુ કરી અને દિવસમાં ત્રણથી ચાર વખત તેનાથી કોગળા કરવામાં આવે તો ચાંદા અને દાંતના દુખાવામાં પણ રાહત મેળવી શકાય છે.

૫) બીલીપત્ર: બીલીના પાનમાં અનેક ગુણો રહેલા હોય છે. બીલીપત્રને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી અને અડધી ચમચી ત્રિફળાચૂર્ણ સાથે તેને રોજ હુંફાળા પાણી સાથે લેવામાં આવે તો કિડની પરના સોજાને સમસ્યામાંથી આરામ મેળવી શકાય છે.

૬) પીપળના પાન:-  પીપળાનું પાન દૂધમાં ઉકાળી અને સવાર-સાંજ નિયમિત રીતે તેનુ સેવન કરવામાં આવે તો ગોનોરિયામાં લાભ મેળવી શકાય છે. તેનાથી પેશાબની બળતરા દૂર થાય છે અને મળશુદ્ધિ થવામાં મદદરૂપ સાબિત થતું હોય છે તથા પરુનો નાશ કરે છે.

૭) લીમડાના પાન:-  ચામડીના રોગોમાં લીમડાના પાન ઉત્તમ ઔષધ ગણાય છે. લીમડાના પાનના રસમાં મધ ભેળવી અને તેને પીવાથી પેટનાં કીટાણુઓનો નાશ થાય છે. તેમ જ તાવમાં થતી બળતરા અને તાવને પણ દૂર કરી શકાય છે.

લીમડાના પાનને ઉકાળી અને માથામાં લગાડવાથી માથાના ખરતા વાળ અટકે છે તેમ જ ખોડો મટાડી શકાય છે. તેમજ લીમડાના પાનને વાટી અને ત્વચા પર લગાવવાથી ખાj- ખુજલી માં આરામ મેળવી શકાય છે. તે ઉપરાંત લીમડાના પાનનો ઉકાળો પીવાથી તાવ શરીરમાં આવતો નથી.

૮) દાડમનાં પાન:– લોહીનાં હરસની સમસ્યામાં ૧૦ કાળા મરી તેમજ બે મુઠ્ઠી દાડમના પાન સાથે વાટી અને દરરોજ એક વખત પીવાથી લાભ મેળવી શકાય છે.

૯) તુલસીના પાન:- તુલસીને તો ઘરની વૈદ્ય કહેવામાં આવે છે. ઉધરસ મટાડવા તુલસીનાં પાનને એક કપ પાણીમાં ઉકાળી અને તેમાં ૧ ચમચી મધ ભેળવી અને તેને પી જવું.તેમજ તુલસીના પાનની સાથે કાળા મરીના 2 દાણા ચાવી જવાથી ગળાની તકલીફને દૂર કરી શકાય છે.

૧0) કરમદાના પાન: ઉધરસમાં આ પાન મધમાં ભેળવીને ખાવાથી લાભ થાય છે.

૧૧) ફુદીનાના પાન: ફૂદીનાના પાનનાં રસમાં મધ ભેળવી અને તેને પીવાથી ઉલટી ને બંધ કરી શકાય છે. તેમ જ ફુદીનાના પાનને ઉકાળી અને તેનો અર્ક કોલેરાના દર્દી માટે ખૂબ જ લાભકારક થાય છે.

૧૨) મૂળાના પાન: મૂળાનાં પાનને બારીક વાટી અને તેને દુખાવાની જગ્યાએ મલમની જેમ લેપ લગાડી અને તેના પર પાટો બાંધી દેવાથી દુખાવામાં રાહત મેળવી શકાય છે. તેમ જ મૂળાનાં પાન અને તેની ડાળખી ના ૫૦ml રસ માં ૧૦ ગ્રામ સાકર ભેળવી અને રોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરવામાં આવે તો કમળાના રોગમાંથી પણ ફાયદો મેળવી શકાય છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા