આજે આપણે જોઇશું આદુથી થતાં ફાયદા. આદુ તો આપને રોજિંદા જીવન માં ઉપયોગ કરતા હોય છે. આદુ નો ઉપયોગ તમ નાના નાના ટુકડા કરીને ને તેનો રસ કાઢીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. તો જોઈલો આદુના ફાયદા
૧) પેટ દર્દ માટે આદુ ફુદીનાનો નો રસ: એક ચમચી આદુનો રસ અને એક ચમચી ફુદીનાનો રસ લો. તેમાં એક ચમચી સિંધાલૂણ મીઠું નાંખીને પીવો. ખુબજ ટૂંકા સમય માં આરામ મળશે.
૨) શરદી માટે લીંબુ અને આદુનો રસ:- ચાર થી પાંચ ચમચી આદુનો રસ, ચાર ચમચી મધ અને બે ચમચી લીંબુ નો રસ લઈ એક ગ્લાસ નવશેકા પાણીમાં પીવાથી ઘણો લાભ થાય છે.
૩) લોહી સાફ કરવા માટે આદુનો રસ અને મધ: બે ચમચી આદુના રસ માં બે ચમચી મધ અને એક ચ્ચી તજ પાઉડર ઉમેરી મિક્સ કરી, રોજ સવારે લેવાથી લોહી સાફ કરવામાં મદદ થાય છે.
૪) બોડી પેઇન દુર કરવા માટે આદુ અને કપૂર:- આદુના રસ માં થોડું કપૂર મિક્સ કરી લેપ તૈયાર કરો. લેપ તૈયાર થઈ જાય પછી દુખાવાવાળા ભાગ પર લગાવો. તરત જ આરામ મળશે.
૫) હેડકી માટે આદુ અને ગાયનું દૂધ:- એક ચમચી આદુનો રસ એક કપ તાજા ગાયના દુધ માં મિક્સ કરીને પીવાથી હેડકી આવતી બંધ થઈ જશે.
૬) યુરિન પ્રોબ્લેમ માટે આદુ અને સાકર: બે થી ત્રણ ચમચી આદુના રસ માં એક કે બે ટુકડા સાકર નાં મિક્સ કરીને રોજ સવાર સાંજ લેવાથી યુરીન પ્રોબ્લેમ માં લાભ થાય છે.
૭) સોજી દૂર કરવા આદુ અને ગોળ: બે થી ત્રણ ચમચી આદુના રસ માં થોડો ગોળ મિક્સ કરીને સવાર સાંજ પીવાથી ખુબજ ઝડપ થી તેનો લાભ થાય છે.
૮) સાંધાઓમાં દર્દ માટે આદુનો રસ અને તલ તેલ:- એક કપ આદુના રસ સાથે અડધો કપ તલ નું તેલ ગરમ કરી લગાવવાથી સાંધાનો દર્દ ઓછો થઇ જાય છે.
૯) શ્વાસ ની તકલીફ માટે આદુનો રસ અને નવશેકું પાણી:- એક ચમચી આદુનો રસ, અડધો કપ નવશેકા પાણીમા મિક્સ કરી સવાર સાંજ પીવાથી શ્વાસ ની તકલીફ માં ઝડપી ફાયદો થાય છે.
૧૦) કફ જમા થયો હોય તેના માટે એક આદુનો ટુકડો અને પાણી:- એક કપ પાણી લઇ તેમાં આદુનો ટુકડો પાંચ મિનિટ માટે ઉકાળો અને ઠંડું થાય એટલે પીવો. તમારી જમાં થયેલો બધો કફ બહાર નીકળી જશે.