સામાન્ય રીતે આદુનો ઉપયોગ 2 રીતે થાય છે એક તો આખું આદુ અને બીજું છે તેનો પાવડર.પરંતુ મોટાભાગની સ્ત્રીઓ તેનો ઉપયોગ રસોઈમાં કરે છે તો ક્યારેક આદુની ચા બનાવવામાં, ક્યારેક દાળ શાકનો સ્વાદ વધારવા માટે કરે છે.
જો કે કેટલાક લોકો સવારે ખાલી પેટે આદુવાળી કડક ચા પીવાના શોખીન હોય છે, જે તેમને વજન ઓછું કરવામાં મદદ કરે છે. કારણ કે આ ચા સ્વાદની સાથે સાથે સામાન્ય ચા કરતા વધારે હેલ્ધી હોય છે અને તેને પીવાથી તમને ગેસની સમસ્યા નથી થતી.
પરંતુ તમે આદુની ચાની સાથે તેના પાણીનો પણ સમાવેશ કરી શકો છો કારણ કે આદુનું પાણી પીવાના ઘણા ફાયદા છે. ખાસ કરીને એવા લોકો માટે જેઓ મોટાપાનો સામનો કરી રહ્યા છે. પરંતુ જો તમે પણ વજન ઓછું કરવાનું વિચારી રહયા છો તો તમે સવારે ખાલી પેટ આહારમાં આદુનો ઉકાળો સામેલ કરી શકો છો.
કારણ કે આદુમાં રહેલું વિટામિન-સી, મેગ્નેશિયમ અને બીજા ઘણા મિનરલ્સ પેટ પર જમા થયેલી ચરબીને ઘટાડવાનું કામ કરે છે. તેની સાથે સાથે આદુ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
આદુના ઘણા બધા ફાયદા છે, જેને તમે તમારા આહારમાં ઘણી રીતે સમાવેશ કરી શકો છો, જેમ કે આદુનું પાણી પીવાથી ના માત્ર ત્વચામાં કુદરતી ચમક આવે છે પરંતુ પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ જેમ કે કબજિયાત, ગેસ વગેરેમાં પણ રાહત મળે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવા : આજકાલ દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું વિચારે છે. એટલા માટે આહાર પર ધ્યાન આપવા લાગ્યા છે. પરંતુ તમે ઘણા ઘરેલું બીમારીઓથી દૂર રહેવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આદુના પાણીનું સેવન કરી શકો છો. તે તમને ઘણા રોગો અને ઘણા પ્રકારના ખરાબ બેક્ટેરિયાથી બચાવવામાં મદદ કરે છે.
કારણ કે તેમાં થિયામીન, વિટામીન-ઈ, પ્રોટીન, વિટામીન-બી6 વગેરે જેવા પોષક તત્વો હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ સિવાય તેનું પાણી તમને ફ્લૂથી પણ દૂર રાખે છે અને બીજા કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનને થતા રોકે છે.
કબજિયાત : નિષ્ણાતો મુજબ આદુમાં આઇસોટિન અને સોર્બિટોલ, ફોલેટ, મૈગનીજ વગેરે તત્વો હોય છે જે કબજિયાતને દૂર કરવામાં અને પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. આ સિવાય તેનું સેવન કરવાથી આંતરડા પણ સ્વસ્થ રહે છે. જો તમે કબજિયાત અને પાચન સંબંધી બીજી સમસ્યાઓથી પરેશાન છો તો તમારા આહારમાં નિયમિતપણે આદુના પાણીનો સમાવેશ કરી શકો છો.
હૃદય : આદુમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં લોહી પાતળું કરવાના ગુણ પણ રહેલા છે. જો તમે તેને તમારા આહારમાં નિયમિતપણે સમાવેશ કરો છો તો તે તમારા હૃદય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
કારણ કે એન્ટીઑકિસડન્ટ મુક્ત રેડિકલ સામે લડે છે અને હૃદયને અનેક રોગો અને સ્ટ્રોકથી પણ બચાવવામાં મદદ કરે છે. આ સિવાય તે તમારી શરીરની ખરાબ ચરબીને પણ કંટ્રોલ કરે છે. પરંતુ જો તમને કોઈ પહેલેથી રોગ છે તો તમારે તેનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
હાડકાંને મજબૂત બનાવે : ઘણા સંશોધનો મુજબ આદુના પાણીનું સેવન કરવાથી હાડકાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. કારણ કે તેમાં ફોલેટ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે અને તેમના સ્વાસ્થ્યને જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આ સિવાય તેમાં વિટામિન-ઈ, પ્રોટીન, વિટામિન-બી 6, થિયામીન પણ ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાંને સુરક્ષિત કરે છે. તમારી વધતી ઉંમરની સાથે તમે તેને તમારા આહારમાં નિયમિતપણે સામેલ કરી શકો છો.
આ બધા ફાયદાઓ સિવાય પણ આદુનું પાણી પીવાના બીજા ઘણા ફાયદા છે, જેમ કે જો તમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય કે તમારે વજન ઓછું કરવાનું વિચારી રહયા હોય તો તમે તેનું સેવન કરી શકો છો
આદુનું પાણી બનાવવાની રીત : ઘરે આદુનું પાણી બનાવવા માટે 1/2 ચમચી છીણેલું આદુ લો. હવે એક પેનમાં 1 કપ પાણી નાખો અને પછી તેમાં છીણેલું આદુ ઉમેરો. પછી તેને થોડીવાર પકાવો અને પાણી ગરણીની મદદથી ગાળીને બહાર કાઢી લો. હવે તમે તેને ઠંડુ પણ પી શકો અથવા ગરમ પી શકો છો. આ સિવાય તમે તેને વધારે હેલ્ધી બનાવવા માટે લીંબુ પણ ઉમેરી શકો છો.
એક વાત ધ્યાન રાખો કે તમારે તેનું વધારે સેવન ના કરવું જોઈએ, કારણ કે તેનું વધારે માત્રામાં સેવન કરવાથી તમારે ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. જો તમને આ જાણકરી સારી લાગી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.