શિયાળાની ઋતુમાં આપણે એવા ખોરાકની શોધમાં હોઈએ છીએ જે પૌષ્ટિક અને તેની તાસીર ગરમ હોય. જો કે આવા ખાદ્યપદાર્થોની યાદી ખુબ જ લાંબી છે પરંતુ આપણે બધાએ આ ઋતુમાં ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. ગોળનો ઉપયોગ આપણે લાંબા સમયથી આપણા રસોડામાં કરતા આવ્યા છીએ.
વર્ષોથી આપણે આપણા રસોડામાં ગોળનો ઉપયોગ જુદી જુદી રીતે કરીએ છીએ અને તે વિવિધ વાનગીઓમાં કુદરતી મીઠાશ ઉમેરે જ છે, તેની સાથે કેટલાક અદ્ભુત સ્વાસ્થ્ય લાભો પણ છે. ગોળમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, તેમજ બીજા ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડી શકે છે.
જો તમારે પણ આ બધા સ્વાસ્થ્ય લાભોનો આનંદ લેવો હોય તો તમારી દિનચર્યામાં ગોળનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. આ માટે એક સરસ રીત છે ઘરે ગોળના પરાઠા બનાવીને ખાઓ. તો ચાલો તેને બનાવવાની રીત અને ફાયદાઓ વિશે જાણીએ.
ગોળ પરોઠા ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભો : શિયાળાની ઋતુમાં ગોળ અથવા ગોળના પરાઠા ખાવાના ફાયદા ઘણા છે. ગોળ એ શિયાળાનો ખોરાક છે અને આપણે બધાએ ઠંડીની ઋતુમાં તેને ખાવો જોઈએ. તેનો સ્વાદ સારો હોય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને શિયાળામાં તેનું સેવન જરૂરથી કરવું જોઈએ.
શરદી અને ઉધરસની સારવાર : ગોળ ઘણા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આપણામાંના મોટાભાગના લોકો શિયાળામાં બીમાર પડી જાય છે કારણ કે વર્ષના આ સમયે જ આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. ગોળનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર રાખે છે અને શરદી અને ઉધરસને મટાડવામાં મદદ કરે છે.
બાળકો માટે છે પૌષ્ટિક : સામાન્ય રીતે બાળકો ગોળ ખાતા નથી હોતા પરંતુ સ્વાદિષ્ટ અને મીઠા પરાઠા બનાવવા માટે તેનો ઉપયોગ કરીને બાળકોને ગોળ ખવડાવવાનો સૌથી સરળ માર્ગ બની શકે છે. તે ખુબ જ પૌષ્ટિક અને બાળકો માટે ફાયદાકારક હોય છે.
શરીરનું તાપમાનને કરે છે નિયંત્રિત : શિયાળાની ઋતુમાં આપણે એવા ખોરાક ખાવાની જરૂર હોય છે જે આપણા શરીરને ગરમ રાખી શકે અને શરીરના તાપમાનને નિયંત્રિત કરી શકે. ગોળના પરાઠા બનાવીને ખાવા એ ઠંડીની ઋતુમાં પોતાને ગરમ રાખવાનો એક સરળ રસ્તો છે.
શરીરના હાનિકારક ટોક્સિન્સને સાફ કરે છે : દેશમાં વધતું જતું પ્રદૂષણ આરોગ્યને જોખમમાં મૂકે છે. પરાઠા બનાવીને ગોળનું સેવન કરવું એ શરીર પરના પ્રદૂષણની અસરોને ઘટાડવાનો એક ઉત્તમ ઉપાય છે. તે શરીરમાંથી હાનિકારક ઝેર અને પ્રદૂષકોને સાફ કરે છે.
શ્વસન સ્વાસ્થ્ય માટે સારું : જ્યારે તમે ઘણી બધી પ્રદૂષિત હવાના સંપર્કમાં આવો છો ત્યારે ગોળના પરોઠા બનાવીને ખાવા માટે ઉત્તમ છે. પ્રદૂષિત હવા આપણા શ્વસન સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે તેથી ગોળ અથવા ગોળના પરાઠા ખાવાથી તમારા શ્વસન સ્વાસ્થ્ય માટે ચમત્કાર કરી શકે છે.
ગોળના પરાઠા રેસીપી : કોઈપણ બીજા ભરેલા પરાઠાની જેમ આનો પણ સ્વાદ પણ ખૂબ જ સરસ છે અને તમે થોડીક સામગ્રીનો ઉપયોગ કરીને પણ ઘરે આ પરાઠા બનાવીને ખાઈ શકો છો.
સામગ્રી : ઘઉંનો લોટ 2 કપ, સમારેલો અથવા પીસેલો ગોળ 3/4 કપ, ઈલાયચી પાવડર 1/2 ચમચી, સમારેલા ડ્રાયફ્રુટ ફળો (વૈકલ્પિક છે), ઘી જરૂર મુજબ, કણક બાંધવા માટે ગરમ પાણી
બનાવવાની રીત : પરાઠા બનાવવા માટે સૌથી પહેલા લોટ બાંધી લો. તો લોટ બાંધવા માટે તમારે ગરમ પાણીની જરૂર પડશે. એક બાઉલમાં લોટ લો અને તેમાં થોડું ઘી ઉમેરીને મસરી લો. હવે ધીમે ધીમે જરૂર મુજબ ગરમ પાણી ઉમેરો અને લોટ બાંધો. આ પછી કણક તૈયાર થઇ જાય એટલે તેને લગભગ 20 મિનિટ ઢાંકીને રાખો.
હવે બીજા બાઉલમાં સમારેલો અથવા પીસેલો ગોળ, સમારેલા ડ્રાયફ્રૂટ્સ, ઈલાયચી પાવડર અને થોડું ઘી નાખીને બધી સામગ્રીને બરાબર મિક્સ કરો. હવે જે રીતે પરોઠા બનાવતા હોય તે રીતે વણી લો અને તેમાં ગોળનું મિશ્રણ ભરો. હવે બધી બાજુઓ સીલ કરો.
વેલણની મદદથી પરાઠાને વણી લો. ગેસ પર એક પેન મુકો અને પેન ગરમ થાય એટલે પરાઠાને નોન-સ્ટીક પર મૂકો. જરૂર મુજબ ઘી લગાવો. બંને બાજુથી શેકી લો. પરોઠાને ગેસ પરથી નીચે ઉતારીને એક પ્લેટમાં કાઢી લો અને ઉ