મા-બાપ બનવું એ દુનિયાનું સૌથી ખુશીનો દિવસ હોય છે પણ એટલી જ જવાબદારીઓ પણ પણ વધી જાય છે. બાળકને ઉછેરવું એ માતાપિતા માટે મુશ્કેલ કામ છે. ખાસ કરીને આજની વ્યસ્ત જીવનશૈલીને કારણે બાળકો અને બહારના કામ વચ્ચે સંતુલન જાળવવું માતાપિતા માટે ખૂબ મુશ્કેલ બની ગયું છે.
જો માતાપિતા તેમના બાળકોને સમય નથી આપી શકતા તો તેઓ વધુ તોફાની બની જાય છે. જેમ જેમ બાળકો મોટા થતા જાય છે તેમ તેમ તેઓ તેમના માતા-પિતાથી દૂર થવા લાગે છે. જો તમારું બાળક પણ 10 વર્ષનું થઈ ગયું હોય તો તેને આ લેખમાં જણાવેલી કેટલીક વાતો ચોક્કસ શીખવવી જોઈએ.
આ ઉંમરે શીખેલા સારા સંસ્કારો, યોગ્ય ઉછેર અને સારું શિક્ષણ તેમને આવનારા ભવિષ્ય માટે ખુબ જ ઉપયોગી છે. તો ચાલો અમે તમને જણાવીએ કે આ ઉંમર પછી તમારે બાળકોને કઈ કઈ બાબતોને યાદ કરીને શીખવવી જોઈએ.
1. તમારા બાળકને સકારાત્મક રહેવાનું શીખવો
આજના બદલાતા સમય સાથે દિવસે ને દિવસે નવી ટેક્નોલોજી આવી રહી છે. આ ટેક્નોલોજીના વિકાસને કારણે આ કામ ઘણું સરળ બની ગયું છે, પરંતુ બાળકોમાં પણ ઘણી રીતે નકારાત્મકતા વધી રહી છે. બાળકોને નકારાત્મકતાથી બચાવવા માટે બાળક 10 વર્ષનું થાય છે ત્યારે તમે તેમને સકારાત્મક વસ્તુઓ વિશે જણાવવાનું શરૂ કરો છો.
જો બાળકો પોઝીટીવ રહેશે તો તેમના મગજમાં જોવા મળતા કોષો અને ન્યુરોન્સ પણ પોઝીટીવ રીતે કામ કરશે. તેથી માતાપિતાએ તેમના બાળકોને 10 વર્ષની ઉંમરે જ, શરૂઆતથી સકારાત્મક ગુણોથી વાકેફ કરવા જોઈએ.
2. બાળકોના શરીરના અંગો વિશે કહો
ભલે સમય બદલાઈ રહ્યો છે પરંતુ આજે પણ ઘણા લોકો સમાજના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરતા નથી અને મહત્વપૂર્ણ મુદ્દાઓ ઘણીવાર અવગણવામાં આવે છે. પરંતુ તમારે બાળકને આજના યુગ પ્રમાણે તેને તૈયાર કરવું જોઈએ. જો તમારું બાળક 10 વર્ષ વટાવી ગયું છે તો તેને સારા સ્પર્શ અને ખરાબ સ્પર્શ વિશે ચોક્કસ કહો.
3. બાળકને દરેકનો આદર કરતા શીખવો
મોટા થવાની સાથે-સાથે બાળકોને એ પણ જણાવવું જોઈએ કે દરેક વ્યક્તિ એકસરખા છે. ક્યારેય કોઈની વચ્ચે ભેદભાવ ના કરવો જોઈએ. જો બાળકો દરેકનો આદર કરશે તો તેમનામાં સકારાત્મક વ્યક્તિત્વનો વિકાસ આપમેળે થવા લાગશે. તેનાથી બાળકોના ભવિષ્યમાં હંમેશા સારું વ્યક્તિત્વ રહેશે.
4. બાળકોને સ્વચ્છતા શીખવો
10 વર્ષની ઉંમર પછી બાળકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું કહો. તેમને જણાવો કે શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વચ્છતા કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકોને શારીરિક અને માનસિક રીતે મજબૂત અને સ્વસ્થ રાખવા માટે તેમની પર્શનલ સ્વચ્છતા વિશે પણ જણાવો.
5. માતાપિતા પોતે બનો બાળકોના આદર્શ
બાળકો તેમના માતાપિતાને જોઈને વસ્તુઓ શીખે છે. તેથી જ માતા-પિતાએ બાળકોના રોલમોડેલ બનવું જોઈએ. બાળકો તેમના માતાપિતાના વર્તનને જોઈને જ તેવું વર્તન કરે છે. તેથી હંમેશા તમારો વ્યવહાર એવો રાખો કે બાળકો તમને જોઈને જ સારી વસ્તુઓ શીખે.
તો આ હતી મહત્વની કેટલીક બાબતો, જે તમારે બાળકની 10 વર્ષની ઉંમરથી શીખવાડવું જોઈએ. જો તમને આ જાણકારી સરસ લાગી હો અને આવી જ બીજી માહિતી જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.