gota sathe levatti kadhi banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઇશું કઢી ની રેસિપી. આ કઢી તમે ગોટા, ફાફડા, પાપડી અને ખમણ માં ઉપયોગ કરી શકો છો. આ કઢી રેસ્ટોરન્ટ માં મળે તેનાં કરતાં પણ સારી ઘરે બનાવી શકાય છે. આ કઢી ગરમા ગરમ ગોટા, પાપડી, ફાફડા કે ખમણ સાથે ખાવાની બહુજ મજા પડે છે. તો રેસિપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો.

સામગ્રી:

  • ૫-૬ ચમચી ચણાનો લોટ.
  • ૨ ચમચી ખાંડ
  • ૧/૪ ચમચી હળદળ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તેલ
  • ૧/૪ ચમચી રાઈ
  • ૭-૮ લીમડાના પાન
  • ૧ લીલું મરચું સમારેલું
  • હીંગ
  • ૧/૨ ચમચી લીંબુ નો રસ

કઢી બનાવવાની રીત:

એક બાઉલ મા ચણાનો લોટ, ખાંડ, હળદળ, સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લો. અહિયાં તમારે ચણાનો લોટ પાણીમાં સારી રીતે એકરસ થાય તે રીતે મિક્સ કરવાનો છે.

હવે એક પેન મા તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, લીમડાના પાન, લીલું મરચું અને હીંગ એડ કરી બધું સારી રીતે મિક્સ કરી ૨ મીનીટ માટે સાતળી લો. હવે ચણાના લોટ નું મિશ્રણ પેન મા એડ કરી સતત હલાવતા જાઓ. અહિયાં તમારે સતત હલાવતા જવાનુ છે જેથી ચણાનો લોટ નીચે ચોંટે નહિ.

૨-૩ મીનીટ થયા પછી તેમાં લીંબુ નો રસ એડ કરો. લીંબુ નો રસ એડ કર્યાં પછી ૨-૩ મીનીટ કઢી સતત હલાવતા જાઓ. જ્યારે કઢી સારી રીતે તમારે જેટલી જાડી કે પાતળી જોઈતી હોય તેટલી રાખી નીચે ઉતરી લો. તો અહિયાં તમારી ગોટા, પાપડી, ખમણ અને ફાફડા માં ઉપયોગ કરી શકાય તેવી કાઢી બનીને તૈયાર થઈ ગઈ છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા