gravy banavani rit gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડામાં ટમેટા અને ડુંગળી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ લગભગ દરેક વાનગીમાં થાય છે. કારણ કે મોટાભાગની વાનગીમાં ડુંગળી અને ટામેટાંનો ઉપયોગ ગ્રેવી બનાવવા માટે છે. પરંતુ દરેક ગૃહિણી પરફેક્ટ ગ્રેવી બનાવી શકતી નથી કારણ કે તેને બનાવવા માટે ડુંગળી અને ટામેટા અને મસાલા કયા ઉમેરવા તેની જાણકરી હોવી ખૂબ જ જરૂરી છે.

જો કે દરેક ગૃહિણી અલગ-અલગ રીતે ગ્રેવી બનાવે છે પરંતુ જો તમે માર્કેટ જેવી જ ગ્રેવી બનાવવા માંગતા હોય તો આજે અમે તમને કેટલીક ​દેશી ટિપ્સ જણાવીશું, જે તમારી ગ્રેવીને વધારે સ્વાદિષ્ટ બનાવશે.

ગરમ મસાલાને બદલે આ વસ્તુ ઉમેરો : તમે તમારી ગ્રેવીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ગરમ મસાલો ઉમેરવાને બદલે, પાવભાજી મસાલો, મેગી મસાલો અથવા છોલે મસાલો ઉમેરી શકો છો. આમ કરવાથી ગ્રેવીનો સ્વાદ વધશે અને ગ્રેવી ઘટ્ટ પણ બનશે. તમે દર વખતે ગ્રેવીને નવો સ્વાદ મેળવવા માટે અલગ મસાલાનો ઉપયોગ કરી શકો છો.

કસુરી મેથી કામ આવશે : તમે ટામેટા અને ડુંગળીની ગ્રેવી બનાવતી વખતે તેમાં કસૂરી મેથી ઉમેરી શકો છો. આ માટે બજારમાંથી સૂકી કસૂરી મેથી મળી જશે. એવું કહેવાય છે કે કસૂરી મેથી ગ્રેવીને સુગંધિત બનાવવાની સાથે તેનો નવો સ્વાદ પણ આપે છે.

અન્ય ટિપ્સ : ગ્રેવીને જાડી બનાવવા માટે તમે દહીં અને તાજી મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ગ્રેવીમાં કાજુની પેસ્ટને પણ ઉમેરીને ગ્રેવીને ઘટ્ટ બનાવી શકો છો, તે પણ વધુ સ્વાદિષ્ટ બનશે. ગ્રેવીમાં ડુંગળી-ટામેટાની સાથે તમે તેમાં મગફળી પાવડર પણ ઉમેરી શકો છો.

તમે પણ આ ટિપ્સની મદદથી તમે ઘરે પરફેક્ટ ગ્રેવી બનાવી શકો છો. જો તમને આ ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અમે તમને આવી જ કિચન ટિપ્સ તમારી સાથે જણાવતા રહીએ છીએ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા