gravy tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મહિલાઓ ગ્રેવી બનાવીને ઘણી વાનગીઓ બનાવે છે કારણ કે ડુંગળી-ટામેટાથી તૈયાર કરવામાં આવતી ગ્રેવી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. પણ ક્યારેક ઉતાવળમાં મીઠું વધારે પડી જાય છે અને ખાવાની બધી જ મજા બગડી જાય છે.

જયારે પણ આવું થાય ત્યારે મહિલાઓ વધારે મીઠું પડી ગયેલી ગ્રેવીને નાખી દે છે અને બીજી ગ્રેવી બનાવે છે. આવું એટલા માટે કરે છે કારણ કે ઘણી સ્ત્રીઓને લાગે છે કે ગ્રેવીમાં મીઠાનું પ્રમાણ ઘટાડી શકાતું નથી, પરંતુ એવું નથી.

તો આજે અમે તમને કેટલાક સિક્રેટ હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે ગ્રેવીમાં અજાણતામાં વધારે મીઠું પડી જાય છે તો ગ્રેવીમાંથી મીઠાની માત્રાને ઓછી કરી શકો છો, તો આવો જાણીએ કેવી રીતે? .

કાચી ડુંગળી : એક નાની ડુંગળીના 2-3 ટુકડા કરીને ગ્રેવીમાં ઉમેરો. આ માટે તમે કાચી ડુંગળી અથવા તળેલી ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. તમે ગ્રેવીને કાચી ડુંગળી સાથે પણ પીરસી શકો છો અથવા તો તમે ડુંગળીના ટુકડાને લગભગ 20 મિનિટ ગ્રેવીમાં રાખીને, પછી ડુંગળી કાઢીને ગ્રેવી પીરસી શકો છો.

એક ચમચી ખાંડ : વધારે મીઠું પડેલી ગ્રેવીમાં મીઠાને સંતુલિત કરવા માટે તમે 1 ચમચી ખાંડ અને વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે ખાંડની મીઠાશ અને વિનેગરનો ખાટો સ્વાદ ગ્રેવીમાં વધારાનું મીઠું ઘટાડશે અને ગ્રેવીને પરફેક્ટ બનાવશે.

બટાકા : આ માટે બટાકાની છાલ કાઢીને ઉકાળો અને ક્યુબ્સ આકારમાં કાપી લો. હવે આ બટાકાના ટુકડાને ખારી ગ્રેવીમાં નાંખો અને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો. આમ કરવાથી બટાકાના ટુકડા વધારાનું મીઠું શોષી લેશે. બસ એકવાર પીરસતા પહેલા ગ્રેવીને ચાખી લો.

બેસન : ગ્રેવીમાં મીઠાની માત્રા ઘટાડવા માટે અને સ્વાદનો બમણો કરવા માટે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌપ્રથમ 2 થી 3 ચમચી ચણાનો લોટ આછો બ્રાઉન શેકી લો અને તેને ગ્રેવીમાં નાખી 10 મિનિટ રાંધો. તમારું કામ થઇ જશે.

મીઠું ઘટાડવા માટે સિક્રેટ ટિપ્સ : ગ્રેવીમાં મીઠું વધારે પડે તો થોડું તાજુ દહીં ઉમેરો અને થોડીવાર પકાવો અને સર્વ કરો. મીઠું ઓછું કરવા માટે એક વાસણમાં 2 ચમચી દૂધ નાખીને પછી ગ્રેવી સર્વ કરો. ચોખાના લોટને પાણીમાં મિક્સ કરીને તેના 5-6 નાના બોલ બનાવીને ગ્રેવીમાં નાખો. આમ કરવાથી મીઠું ઓછું થાય છે.

તો હવે તમે પણ આ ટિપ્સની મદદથી ગ્રેવીમાં વધુ મીઠું પડી જાય તો પરફેક્ટ બનાવી શકો છો. અમને આશા છે કે દરેક ગૃહિણીને આ લેખ ગમ્યો હશે. આવી જ કિચન ટિપ્સ જાણવાનો શોખ હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા