green chutney recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે ઘરે ઘણા બધા પ્રકારની ચટણી બનાવીએ છીએ, પરંતુ કોઈપણ ચટણી હોય તે સ્વાદહીન ખોરાકને પણ સ્વાદિષ્ટ બનાવી દે છે. ચટણી ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથેખોરાકનો સ્વાદ વધારવા માટે, મોટાભાગના ઘરોમાં કોથમીરની ચટણી બનાવવામાં આવે છે.

તમે પણ કોથમીરની ચટણી ઘરે બનાવતા હશો પરંતુ આજે અમને તમને કોથમીરની 3 અલગ અલગ ચટણી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિષે જણાવીશું. તો ચાલો જાણીએ કોથમીરની ચટણી બનાવવાની રીત.

લસણ અને સૂકા લાલ મરચા સાથે કોથમીરની ચટણી : જેમ લસણ અને સૂકા લાલ મરચા તડકો લગાવાથી ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે, તેવી જ રીતે તમે તેમાંથી કોથમીરની ચટણી પણ બનાવી શકો છો. આ લસણ અને સૂકા લાલ મરચાંથી બનાવેલી કોથમીરની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

આવશ્યક ચીજવસ્તુઓ : દહીં, સૂકા લાલ મરચા, 3-4 લસણની કળી (ઝીણી સમારેલી), 1 કપ કોથમીરના પાન, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ચાટ મસાલો, 1 કપ પાણી અને આદુ (સ્વાદ માટે). બનાવવાની રીત : લસણ અને સૂકા લાલ મરચાં સાથે કોથમીરની ચટણી બનાવવા માટે પહેલા એક બાઉલમાં થોડું દહીં નાખો.

આ પછી દહીંમાં 1 ચમચી ચાટ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીને દહીંને એક વાર સારી રીતે ફેટી લો. હવે મિક્સરમાં કોથમીરના પાન નાંખો અને તેમાં ઝીણું સમારેલું લસણ, સૂકા લાલ મરચા અને થોડું આદુ નાખો. તમને જે પ્રમાણે મસાલેદાર ચટણી જોઈએ તે અનુસાર સૂકા લાલ મરચાંનો ઉપયોગ કરો.

હવે મિક્સરને એક વાર ફેરવો અને પછી બીજી વારમાં થોડું પાણી ઉમેરીને એક વાર ચલાવો. ચટણીને ગ્રાઇન્ડ કર્યા પછી ચટણીને દહીંવાળા બાઉલમાં નાખીને મિક્સ કરો. તો તૈયાર છે લસણ અને સૂકા લાલ મરચામાંથી બનાવેલી કોથમીરની ચટણી. આ ચટણીને આલુ પરાઠા સાથે સર્વ કરો.

મગફળી કોથમીર ચટણી : જો તમને મગફળી ખાવાનું ગમે છે તો તમે મગફળીની કોથમીર ચટણી બનાવી શકો છો. મગફળીની કોથમીરની ચટણી બનાવવાની સૌથી સારી વાત એ છે કે આ ચટણી બનાવવામાં વધારે સમય લાગતો નથી. સામગ્રી : લીલા મરચા, આદુ, લસણ, જીરું પાવડર, મીઠું, શેકેલી મગફળી, લીંબુ રસ, દહીં, કોથમીર અને પાણી.

બનાવવાની રીત : સૌથી પહેલા કોથમીરને સારી રીતે ધોઈ લો. હવે મિક્સરમાં લીલા મરચાં, આદુ, લસણ, જીરું, મીઠું, શેકેલી સીંગદાણા, લીંબુનો રસ, દહીં, કોથમીર અને પાણી ઉમેરીને સારી રીતે પીસી લો. ચટણી ઘટ્ટ હોવી જોઈએ. તો મગફળીમાંથી બનાવેલી કોથમીરની ચટણી તૈયાર છે. તમે સેન્ડવીચ અથવા બ્રેડ પકોડા સાથે સર્વ કરી શકો છો.

ધાણાની ચટણીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. કોથમીરની ચટણી સાથે ખાવાની મજા બમણી થઈ જાય છે.
:
જેમને લીંબુનો સ્વાદ ગમે છે તે લીંબુ અને કોથમીરની ચટણી બનાવી શકે છે. લીંબુ કોથમીરની ચટણી તમારા ખાવાનો સ્વાદ વધારશે. શું તમે પણ ઘરે લીંબુ કોથમીરની ચટણી બનાવવા માંગતા હોય તો જાણી લો તેને બનાવવાની રીત.

સામગ્રી : લીંબુનો રસ, કોથમીર, મીઠું, લીલા મરચા, ફુદીના ના પત્તા અને પાણી. બનાવવાની રીત : લેમન કોથમીર ચટની બનાવવા માટે પહેલા કોથમીર, ફુદીનાના પાન અને લીલા મરચાને સારી રીતે ધોઈ લો. પછી મિક્સરમાં કોથમીર, લીલા મરચાં, ફુદીનાનાં પાન અને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સરને એક વાર ફેરવો.

એકવાર મિક્સર ચલાવ્યા પછી પેસ્ટમાં થોડું પાણી ઉમેરીને બધું ફરીથી પીસી લો. હવે એક બાઉલમાં કોથમીરની ચટણી કાઢીને તેના પર લીંબુનો રસ નીચોવો. લીંબુનો રસ ચટણીમાં ખટાશ ઉમેરશે. તો લીંબુ કોથમીરની ચટણી તૈયાર છે.

આ બાબતો ધ્યાનમાં રાખો : ચટણી માટે તાજી કોથમીરના પાનનો જ ઉપયોગ કરો. ચટણીમાં વધારે પાણી ના નાખો, ચટણીનો સ્વાદ બગાડી શકે છે. ચટણીને હંમેશા એર ટાઇટ કન્ટેનરમાં જ ભરીને સ્ટોર કરો. ચટણીને ફ્રિજ ન રાખો. આનાથી ચટણી જામી જશે અને ચટણીનો સ્વાદ બગાડશે.

આવી જ બીજી અવનવીઓ વાનગીઓ અને રેસિપી વિશે જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, રેસિપી અને હોમ્સ ટિપ્સ સબંધિત જાણકારી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “લસણ અને સૂકા લાલ મરચા સાથે કોથમીરની ચટણી, મગફળી કોથમીર ચટણી, લીંબુ કોથમીરની ચટણી”

Comments are closed.