gujarati biscuit recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પારલે જી બિસ્કિટ બાળકોને ખૂબ હોય છે. તમે આ બિસ્કિટને ઘરે ચા સાથે ખાવા માટે સુકાન પર થી ખરીદીને ઘરે લાવતા જ હશો, પરંતુ શું તમે ક્યારેય પારલે જી બિસ્કીટમાંથી કોઈ પણ મીઠાઈ બનાવવાનો ટ્રાઈ કર્યો છે ખરા ?

જો ના, તો આજે અમે તમારા માટે બિસ્કિટમાંથી બનેલી સ્વિસ રોલ ની મીઠાઈની રેસિપી લઈને આવ્યા છીએ. આ સ્વીટ બનાવવા માટે તમારે માવા કે ડ્રાય ફ્રુટ્સ કે ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી. કારણ કે થોડીક જ વસ્તુઓમાં આ મીઠી વાનગીને ઘરે જ બનાવી શકાય છે.

સામગ્રી

  • પારલે જી બિસ્કીટ 3 પેકેટ (રૂ. 5)
  • ઓરિઓ બિસ્કીટ 1 પેકેટ (રૂ. 10)
  • માખણ 50 ગ્રામ
  • દૂધ 1/4 કપ
  • નારિયેળનું છીણ 1/2 કપ
  • ખાંડ પાવડર 3 ચમચી
  • ચોકલેટ ફૂડ કલર 1 ચમચી

પારલે બિસ્કીટ સ્વીટ બનાવવાની રીત

સૌથી પહેલા પારલે જી અને ઓરીઓ બિસ્કીટને મિક્સરમાં નાખીને બારીક પીસીને પાવડર બનાવો. પછી પીસેલા બિસ્કિટને ચાળણીમાં નાખીને ચાળી લો જેથી બિસ્કિટના પાવડરમાં કોઈ ગઠ્ઠો ના રહી જાય.

હવે બિસ્કિટમાં બે ચમચી ખાંડનો પાવડર, બે ચમચી માખણ, ચોકલેટ ફૂડ કલર અને થોડી થોડી ચમચી દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને કણકની જેમ ગૂંથી લો. હવે આ બિસ્કીટના મિશ્રણને 10 મિનિટ ઢાંકીને બાજુ પર રાખો.

હવે એક વાસણમાં અડધો કપ છીણેલું નાળિયેર, એક ચમચી માખણ, એક ચમચી ખાંડનો પાવડર નાખીને બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લો. લગભગ 10 મિનિટ પછી બિસ્કિટના લોટને બટર પેપર પર રાખીને જાડો રોટલો વણી લો.

રોટલો વણી લીધા પછી તેના પર ચારે બાજુ છીણેલું નાળિયેર નાખીને ફેલાવી લો અને પછી તેને ધીમે ધીમે રોલ કરીને તેને બટર પેપરમાં લપેટી લો. આ પછી રોલને 5 થી 6 કલાક માટે ફ્રિજમાં રાખો જેથી કરીને તે એકદમ કડક બની જાય.

રોલ થોડો ટાઈટ થઈ જાય પછી તેને ફ્રિજમાંથી બહાર કાઢીને ચપ્પાથી તમારી પસંદગી મુજબ નાના ટુકડા કરી લો. તો પારલે જી બિસ્કિટ સ્વિસ રોલ તૈયાર છે. જ્યારે બાળકોને મીઠાઈ ખાવાનું મન થાય અથવા ઘરે અચાનક મહેમાન આવે તો તેમને આ મીઠાઈ ખવડાવો.

નોંધ : મીઠાઈ બનાવવા માટે ઉકાળેલું ઠંડુ (રૂમ ટેમ્પરેચરવાળું ) દૂધ લો. આ મીઠાઈમાં તમે તમારી મુજબ ખાંડ ઉમેરી શકો છો. ફૂડ કલર વૈકલ્પિક છે, રંગ વગર પણ બનાવી શકાય છે. જો બટર પેપર નથી તો મીઠાઈને પોલિથીનમાં લપેટીને ફ્રીજમાં રાખી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા