આજે એક એવી વસ્તુ કહેવા માગીએ છીએ કે જે આજકાલનો યુવાન મોટાભાગે ભૂલ કરે છે. મોટી ઉંમરના પણ ભૂલ કરે છે. આજનો યુવાન શ્રમ કરવામાં બિલકુલ માનતા નથી. તે સહેલું કામ ગોતે છે. આજનું જીવન મશીનોને આધીન થઈ ગયું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કે મોટરગાડી, સ્કૂટર આપો જો જાઉં. જો તે સાઇકલ માં જાય તો સાઈકલ માં થોડો પણ શ્રમ થાય.એસી માં રહેવાની તે ટેવ, જલ્દી ઘરે બનાવવાની રસોઈ ની આળસ ને કારણે બહારનું ખાવાની ટેવ માં બિલકુલ શ્રમ થતો નથી.
અત્યારે ઘરે રહેતી મહિલાઓ ને કચરા પોતા કરવા ગમતા નથી. ઘરે કચરા પોતા વાળી, કામવાળી, રસોઈવળી રાખવાની મોટાં શહેરોમાં આ એક ફેશન થઇ ચૂકી છે. પરંતુ શારીરિક શ્રમ ન કરવાથી થતા રોગો વિશે પણ તમારે જાણવું પડશે. આ બધા રોગો આપણા શરીરમાં ધીરે-ધીરે એનું ઘર બનાવી રહ્યા છે તેને આપણે સમજવું પડશે. હાલના સમયમાં આરામ ને સુખી જીવન આવી રહ્યું છે આ કારણથી મોટી ઉંમરમાં તો ખરા પણ નાની ઉંમરમાં પણ કામ કરતા નથી એટલે કે મોટી ઉંમરના તો ઠીક છે પણ નાની ઉંમરના યુવાને પણ કામ કરવાનું બિલકુલ બંધ કરી દીધું છે.
હંમેશા શ્રમ એટલે કે કામ કરવું જોઈએ. કામ કરવાથી જ શારીરિક વિકારો દૂર થાય છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ મજબુત બને છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આપણા હાડકા ઓ તથા સાંધાઓ વધતી ઉંમરે મજબૂત થાય છે. તમે જોયું હશે કે મોટી ઉંમર થાય એટલે કે પગમાં અવાજ આવે છે, કડકડ થાય છે. સાંધાઓમાં જગ્યા થઈ ગઈ છે. હાથપગ તૂટે છે. દુખ્યા કરે છે. પણ આ બધાનું કારણ આપણે શ્રમ નથી કર્યો.
આપણે ખાવામાં ધ્યાન નથી રાખ્યું. આપણે એકધારા ખાટા ફળો, ખાટી છાશ બધું એકધારું ખાધું છે. કાચી કેરી, અથાણું ખાટું અથાણા એને કારણે આ બધું થાય છે એ બધું ખાવા સાથે જ શ્રમ કરો તો તેનું વિભાજન એટલે કે તેનું સંતુલન બંનેનું જળવાઈ રહે. પરંતું જે લોકો આવું ખાઈ ને કામ નથી કરતા તે રોગોને આમંત્રણ આપે છે. જે લોકો શ્રમ નથી કરતા અને જીવન બેઠાડું જીવન ધરાવે છે તેને પ્રથમ તો કબજિયાતની તકલીફ રહે છે. મળ કટકે-કટકે આવે છે . મળ શરૂઆતનો કડક આવવાને કારણે ફિશર ની પણ તકલીફ રહે છે. લોહી પડવાની પણ તકલીફ રહે છે તો તેવા લોકોએ શ્રમ કરવું જોઈએ, જરૂરિયાત પ્રમાણે પાણી પીવું જોઈએ. આ બધું ધ્યાન રાખવું જોઈએ.
કબજિયાતને કારણે પેટ ભારે લાગવું, પેટમાં દુખાવો થવો આવી સમસ્યાઓ પેદા કરે છે. ગેસને કારણે માથું દુખવું, આળસ વગેરે ઉત્પન્ન થાય છે. જેને એકધારો કબજિયાત રહેવાથી સાઈટીકા, હરસ મસા,આધાશીશી જેવી બિમારીઓ થઈ જાય છે. કોઈને પણ કોઈ ને કોઈ બીમારી આવ્યા જ કરે છે. હાથ પગ,શરીરમાં નબળાઈ રહેવી, સ્ફૂર્તિ નો અભાવ, પાચન શક્તિ મંદ પડવી, ભૂખ ન લાગવી, પેટ ભારે લાગવું પ્રસન્નતાનો અભાવ, કામ કરવાની ઈચ્છા ન થવી. ચહેરામાં રોનક ની કમી અને શક્તિનો અભાવ વગેરે રોગો થઇ શકે છે.
તો તમે મિત્રો શ્રમ કરશો તો કબજિયાત સાથે બીજા કોઈ રોગ નહીં થાય. આપણું શરીર તે એકદમ સ્મૂધ અને સરસ રીતે ચાલશે. આપણા શરીરને આપણે સમજતા શીખવું જોઈએ. તમે સ્વયંને સમજી જશો તો તમને કોઈ રોગ પ્રવેશ છે જ નહીં. વાત પિત્ત અને કફ દોષને જે સમજી જશે તે એકદમ નિરોગી જીવન જીવશે અને લાંબું જીવન જીવે છે.
જો તમે શ્રમ કરો છો તો તેનાથી શું ફાયદા થાય છે? : તો શરીરમાં સ્ફૂર્તિ રહે છે, કબજિયાત જડમૂળમાંથી દૂર થાય છે. આપણા સ્નાયુઓ છે સરખા રહે છે. કામ કરવાની ઇચ્છા જાગે છે. આપણો તણાવ દૂર રહે છે.આપણું શરીર ફીટ રહે છે હેલ્ધી રહે છે. આપણું શરીર મજબૂત રહે છે હાથ-પગ અને શરીરની બલીસ્ટ બને છે. પાચનશક્તિ સારી રહે છે. ભૂખ સારી લાગે બરાબર આવે છે. કોલેસ્ટ્રોલની સમસ્યા ધરાવતા લોકોએ શ્રમ કરવો જોઈએ જેનાથી તેની નળી એટલે કે તેની ધમનીઓમાં લોહી બરાબર પરિવર્તન થતું રહે. લોહીનું પરિભ્રમણ બરાબર થાય તો પણ આપણા શરીરમાં અનેક રોગો દૂર રહેશે. સંબંધી રોગો દૂર રહેશે એટલે કે આત્મવિશ્વાસ વધે છે અને વાયુ શાંત રહે છે.
આપણો જ્યારે વાયુ શાંત હોય ત્યારે આપણું મગજ શાંત હોય અને જ્યારે આપણું મગજ શાંત હોય ત્યારે આપણે જીવન જીવવાની ખૂબ જ મજા આવે છે. તો શ્રમ કરવા લાગો. હંમેશાં નાનામાં નાનું કામ પણ કરવું જોઈએ અને આપણે પોતાની જાતે કામ કરવાનું છે. આપણે નિરોગી રહેવાનું છે. આ પોસ્ટ એવા લોકો ને પણ શેર કરજો જે બિલકુલ કામ કરવામાં માનતા નથી.જે તમામ કામ કરે છે તેવા લોકોને પણ શેર કરો જેનાથી તેને પણ શરીરમાં નીરોગીતાં આવી શકે અને તેનું પણ જીવન સુધરી શકે.