અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
હેલ્લો પરિવાર! બધા મોજ માં ને ? આજે અમે લઇને આવ્યા છીએ તમારી માટે ૪ અલગ અલગ જાત ના મસાલા ઘરે કેવી રીતે બનાવી શકાય એની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરી છે તો ચાલો જોઈ લઈએ. જો ગમે તો આગળ શેર કરજો અને કૉમેન્ટ પણ કરજો.
1- શાક નો. મસાલો
સામગ્રી
- 250 ગ્રામ સૂકું કોપરું
- 100 ગ્રામ સિંગદાણા
- 100 ગ્રામ તલ, 25 ગ્રામ ખસખસ
- 10 ગ્રામ તજ, 10 ગ્રામ લવિંગ
- 10 ગ્રામ મરી
- 10 ગ્રામ વરિયાળી
- 5 ગ્રામ વરિયાળી
- 10 ગ્રામ સૂકાં આખાં મરચાં
- 5 ગ્રામ અનારદાણા
બનાવવા માટે ની રીત
- કોપરાને છીણી, થોડા તેલમાં શેકી લેવું. સિંગદાણાને શેકી, થોડાં કાઢી ભૂકો કરવો. તલ અને ખસખસને શેકવાં, તજ, લવિંગ, મરી, ધાણા, જીરું, વરિયાળી, મસાલાની એલચી અને સૂકાં અાખાં મરચાંને થોડા તેલમાં જુદાં જુદાં શેકવાં. બધું ભેગું કરી, ખાંડી, ચાળી, તેમાં કોપરાનું ખમણ ખાંડીને નાંખવું. તલ, ખસખસ, સિંગદાણાનો ભૂકો અને ખાંડેલા અનારદાણા નાખી, હલાવી મસાલો ૈયાર કરી કાચની બરણીમાં ભરી લેવો. કોઈપણ કોરા શાક અથવા રવૈયાના લોટમાં આ મસાલો નાંખવાથી સ્વાદિષ્ટ બને છે.
૨- સંભાર નો. મસાલો
સામગ્રી
- 100 ગ્રામ તુવેરની સદાળ
- 100 ગ્રામ અડદની દાળ
- 50 ગ્રામ ચણાની દાળ
- 25 ગ્રામ સૂકાં આખાં મરચાં
- 1 ટેબલસ્પૂન મેથી
- 25 ગ્રામ સૂકા ધાણા
- 25 ગ્રામ મરી, 7 લવિંગ
- 5 કટકા તમાલપત્ર
- 1 ગાંગડો હિંગ, 1 ટીસ્પૂન મીઠું
- 1 ટીસ્પૂન હળદર
બનાવવા માટે ની રીત
- તુવેરની દાળ, અડદની દાળ અને ચણાની દાળને ધીમે તાપે બદામી રંગની શેકી લેવી. સૂકાં આખાં મરચાંને થોડા તેલમાં અલગ સાંતળવાં. મેથીને રતાશ પડતી શેકવી. ધાણા, મરી, લવિંગ, તમાલપત્ર અને હિંગને થોડા તેલમાં શેકવાં. પછી બધું ભેગું કરી, ગ્રાઈન્ડરમાં વાટી, મીઠું, હળદર નાંખી બરણીમાં મસાલો ભરી રાખવો. ઈડલી – ઢોંસા સાથે સંભાર બનાવતી વખતે અા મસાલો નાંખવો.
3- મસાલો રસાદાર શાક માટે
સામગ્રી
- 200 ગ્રામ ચણાની દાળ
- 200 ગ્રામ શિંગદાણા
- 50 ગ્રામ કોપરાનું ખમણ
- 25 ગ્રામ તલ, 25 ગ્રામ ખસખસ
- 5 ગ્રામ તજ, 5 ગ્રામ લવિંગ
- 5 ગ્રામ મસાલાની એલચી
- 5 ગ્રામ તમાલપત્ર
- 5 ગ્રામ વરિયાળી
- 4 સૂકાં અાખાં મરચાં
- 2 જીડવાં સૂકું લસણ
બનાવવા માટે ની રીત
- ચણાની દાળને ધીમે તાપે શેકી, બદામી રંગની થાય એઠલે ઉતારી, ઠંડી પડે એટલે ઝીણો લોટ દળાવવો. શિંગદાણાને શેકી, છોડાં કાઢી સંચાથી ઝીણો ભૂકો કરવો. કોપરાના છીણને થોડા તેલમાં સાંતળી, ખાંડી લેવું. તલ અને ખસખસને શેકીને ખાંડવાં. તજ, લવિંગ, એલચી, તમાલપત્ર, વરિયાળી અને અાખાં મરચાંને થોડા તેલમાં સાંતળી, બધું કોરું પડે એટલે ખાંડવું. લસણની કળીને ફોલી, તેલમાં તળી ખાંડવી. પછી બધું ભેગું કરી, કાચની પેક બરણીમાં મસાલો ભરી રાખવો. રસાદાર શાક બનાવતી વખતે 1 ચમચો મસાલો નાંખવાથી શાક ઘટ્ટ અને રસાદાર બને છે. દહીંવાળા શાકમાં પણ નાંખી શકાય.
4-દક્ષિણી ગરમ મસાલો
સામગ્રી
- 500 ગ્રામ સૂકા ધાણા
- 50 ગ્રામ તલ
- 25 ગ્રામ ખસખસ
- 100 ગ્રામ સૂકું કોપરું
- 10 ગ્રામ સૂકાં અાખાં મરચાં
- 10 ગ્રામ શાહજીરું
- 10 ગ્રામ લવિંગ
- 10 ગ્રામ તજ, 10 ગ્રામ મરી
- 5 ગ્રામ મસાલાની એલચી
- 5 ગ્રામ દગડફૂલ
- 5 ગ્રામ વરિયાળી
- 5 ગ્રામ તમાલપત્ર,
- 5 ગ્રામ જાવંત્રી
- 5 ગ્રામ નાગકેસર
- 1 હળદરનો ગંગડો
- 1 નાનો કટકો હિંદ, 1/2 જાયફળ
બનાવવા માટે ની રીત
- ધાણાને થોડા તેલમાં શેકવા. બધી જ વસ્તુને થોડા તેલમાં જુદી જુદી શેકવી. તલ અને ખસખસને તેલ વગર શેકવાં. સૂકા કોપરાને છીણી, થોડા તેલમાં શેકવું. સૂકાં આખા મરચાંને તેલમાં ધીમે તાપે સાંતળવા. શાહજીરું શેક્યા વગર નાંખવુ. બધું, ખાંડી, ચાળી, બરણીમાં ભરી લેવું. મસાલો બનાવવો હય તેને આગલે દિવસે બધી વસ્તુ શેકીને રાખવી, જેથી તેલ સુકાઈને કોરી થઈ જાય અને ખાંડવામાં હરકત પડે નહિ. આ મસાલો દરેક ફરસાણ, દાળ, શાક વગેરેમાં વપરાય છે. વધારે દિવસ રાખવો હોય તો કોપરું, તલ અને ખસખસને અંદર ન નાંખતાં જુદાં રાખવાં.
ધન્યવાદ