gujarati mehndi designs hands
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

દરેક સ્ત્રીને પોતાના હાથમાં મહેંદી મુકાવવી પસંદ છે. પરંતુ કેટલીક મહિલાઓ એવી છે જેઓને નવી ડિઝાઇન વિશે ખબર નથી હોતી અને તેઓ તે જ જૂની ડિઝાઇનની જ વારંવાર મહેંદી લગાવે છે. જો તમે પણ આવી જ મહિલાઓમાંથી એક છો તો આ દિવાળીના તહેવારમાં આ બ્રેસલેટ સ્ટાઇલ મહેંદી ડિઝાઇન જરૂર લગાવો.

ફૂલવાળી બ્રેસલેટ મહેંદી ડિઝાઇન : આ પ્રકારની મહેંદી ડિઝાઇન જોવામાં ખૂબ જ સુંદર લાગે છે અને તેને જોઈને સૌ કોઈ તારીફ કરવા લાગે એવી છે. આ મહેંદી ડિઝાઈનની સૌથી સુંદર ખાસિયત તેમાં બનેલી ગોળ રીંગ ડિઝાઈન છે. તમે આ મહેંદી ડિઝાઇનને ફટાફટ લગાવી શકો છો.

આંગળીઓ પર બનેલી આ પાંદડા જેવી વક્ર બ્રેસલેટ શૈલીની ડિઝાઇન આ મહેંદીને ખૂબ જ અનોખો અને મોડર્ન દેખાવ આપે છે. આ પ્રકારની ડિઝાઇનને તમે તમારી પસંદગી પ્રમાણે ગોળ ચક્ર વાળી ડિઝાઇન પણ મૂકી શકો છો.

ચૈન અને બો મહેંદી ડિઝાઇન : આ પ્રકારની ડિઝાઇન જોવામાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. તમે આ પ્રકારની ડિઝાઇન માટે કાળી મહેંદીનો ઉપયોગ કરી શકો છો. ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસ સાથે આ પ્રકારની મહેંદી ખુબ જ અસર લાગે છે. તમે ઇચ્છો તો બોવને બદલે દિલ કે કોઇપણ બીજી સ્ટાઇલની ડિઝાઇન પણ બનાવી શકો છો. આ ડિઝાઇન કોણી સુધી લાગુ લગાવી શકાય છો.

અત્યારની મોડર્ન વર્ક બ્રેસલેટ મહેંદી ડિઝાઇન : આ પ્રકારની મહેંદી ડિઝાઇનથી તમારો હાથ ભરેલો નથી લાગતો પરંતુ તમે કોઈ વસ્તુ પહેરી છે તેવો તેવો લૂક આપે છે. નીચે આપેલા ફોટામાં તમને અલગ લાગે પ્રકારની લેટેસ્ટ ડિઝાઇન જોવા મળી જશે.

તમે લગ્ન કે મોટા ફંક્શન અથવા દિવાળી માટે આ પ્રકારની ડિઝાઇન પ્રમાણે મહેંદી મુકાવી શકો છો. તેમાં બનેલા આ તમામ પ્રકારના બ્રેસલેટ એક ભવ્ય દેખાવ આપી રહ્યા છે. જો તમને આ મહેંદી ડિઝાઇન પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે આવી જ માહિતી મેળવવા માટે જોડાયેલા રહો.