આજે અમે તમને સરળ રીતે બાજળી નો રોટલો ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે બતાવીશું. બાજળી નો રોટલો હાથેે ટીપીને બનાવવો બહુંજ સરળ છે. બાજળી ઘઉં કરતાં વધારે હેલ્થ માટે સારી હોય છે. શિયાળા માં લોકો ઘઉં કરતાં બાજરી વધું ખાવાનું પસંદ કરતાં હોય છે. તો જોઈલો ઘરે સરળ રીતે બાજળી નો રોટલો કેવી રીતે બનાવી શકાય.
સામગ્રી:-
- ૧ કપ બાજળી નો લોટ
- સ્વાદ પ્રમાણે મીઠું
- પાણી
બનાવાની રીત:-
સૌ પ્રથમ માટીની તવી ગેસ પર ગરમ કરવા મુકી લેવી. બાજળી નો લોટ લઇ તેમાં મીઠું એડ કરવું. હવે થોડું-થોડું પાણી ઉમેરીને લોટ બાંધતા જાઓ. લોટ ને પાણી સાથે થોડો મશરતા જસો તો લોટ એકદમ સારી રીતે બંધાઈ જશે. જેટલો લોટ ને મશરસો એટલા રોટલા સારા બનશે.(બાજળી નો લોટ એકદમ ફ્રેશ જ વાપરવો, જુના લોટ નો ઉપયોગ કરશો તો રોટલો સારો નહી બને). લોટ એકદમ નરમ કે એકદમ કઠણ ન હોય એ રીતે લોટ બાંધી લો.
- લોટ બંધાઈ ગયાં પછી હાથ માં લોટ લઈને લુવો બનાવો. હવે બન્ને હાથ વડે તેણે થેપતા જાઓ. ( રોટલાને ધીરે ધીરે ઠેપવાનો છે). રોટલાને પહેલા કિનારી થી ઠેપતા જાઓ. જયારે રોટલો થોડો મોટો થઇ જાય એટલે તેને વચ્ચે થી થોડો થેપી લો.
- હવે રોટલો થેપાઈ ગયાં પછી તેણે ગરમ થયેલી માટીની તવી પર એડ કરી દો.( તવી ગરમ થયેલી હોવી જોઇએ). હવે રોટલાને ધીમા ગેસ પર એકબાજુ થી શેકી લો. એકબાજુ થી સારી રીતે રોટલો શેકાઈ જાય પછી તેણે બીજી બાજુથી શેકી લો.
તો રોટલો તૈયાર થઈ ગયો છે, હવે રોટલા પર ધી લગાડીને રોટલાનો સ્વાદ માણી શકો છો.
તો મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો:👉 રસોઈ ની દુનિયા.