એક વેપારીને એકનો એક દીકરો હતો. માતા-પિતા પુત્રને બહુ લાડ કરે એને ખુશ રાખવામાં તેઓ કોઈ ખામી આવવા દેતા નહોતા. વધારે પડતાં લાડથી પુત્ર બગડવા લાગ્યો એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુને વધુ ઉડાઉ થતો ગયો.
ખોટો ખર્ચ ન કરવો જોઈએ એવી એને ખબર પડી નહીં આથી માતા-પિતાને ચિંતા થવા લાગી. પુત્રને સુધારવા માટે માતા-પિતાએ ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ ફરક પડ્યો નહી.
પણ એક દિવસ પિતાએ પુત્રને કહ્યું “મારી પાસે જે કંઈ છે તે તારું જ છે પણ શરત એ કે તું પણ કમાઈ શકે એવું તારે બતાવવું પડશે ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક પૈસોય નહિ મળે”. પિતાની ટકોરથી પુત્રને ખૂબ લાગી આવ્યું એણે નક્કી કર્યું “હું કમાઈ શકું છું” એવું ચોક્કસ બતાવીશ.
બીજે દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો. ફરતા ફરતા તેને લારી ખેંચવાનું કામ મળ્યું. આ કામમાં એને ગોડાઉન માંથી અનાજની ગૂણો ઉપાડી લારીમાં મૂકવાની ને બીજા ગોડાઉન માં જઈને ઉતારવાની હતી.
આખો દિવસ કાળી મજૂરી કરી ત્યારે એને એક રૂપિયો મળ્યો. એક રૂપિયો લઈને એ ઘરે ગયો. એને રૂપિયો પિતાજીને આપ્યો. ઘરની પાછળ વાડામાં એક કૂવો હતો. પિતા એ તો પુત્રની નજર સામે જ શાંતિથી એ રૂપિયો કૂવામાં નાખી દીધો. થોડા દિવસ આમ જ ચાલ્યું.
પિતા દીકરાને કશું કહે નહિ અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાખી દે. હવે પુત્ર અકળાયો, તેને પૂછ્યું “પિતાજી મારજૂ નો
મારી કાળી મજૂરીનો રૂપિયો આમ કૂવા માં શા માટે નાખી દો છો” પિતાએ એને કહ્યું હું “જાણું છું કે તું દિવસ પર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે. તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાંખી દઉં છું , ત્યારે તારો જીવ કપાઈ જતો હશે એ પણ હું સમજી શકો છો એ જ પ્રમાણે દીકરા મારા કમાયેલા રૂપિયા તું જ્યાં ત્યાં ગમે તેમ વેડફી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાયું હશે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ એને કાન પકડ્યા અને પિતાને કહ્યું તમારી વાત સાવ સાચી છે હવેથી હું પૈસા ગમે તેમ વેડફી નહીં