ગુલાબ જામુન એવી જ એક મીઠાઈ છે જે સૌને ખાવી ગમે છે. ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જેને ગુલાબ જામુન પસંદ નહીં હોય. તમને પ્રાશ પૂછવામાં આવે કે શું તમે ક્યારેય ગુલાબ જામુન બનાવવાનો પ્રયાસ કર્યો છે? જો ઘરે બનાવ્યા હોય તો બગડ્યા છે ખરા?
મોટા ભાગના લોકોને ઘરે બનાવેલા ગુલાબ જામુન કાં તો બરાબર બનતા નથી અથવા તો તે કડક થઈ જાય છે અથવા તૂટી જાય છે. તો આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે આનું કારણ શું છે. ગુલાબ જામુન શા માટે કડક થઇ જાય છે અને શા માટે તળતી વખતે ફાટી જાય છે.
ગુલાબ જામુન કડક થવાનું કારણ
ખૂબ વધારે ગરમ તેલમાં તળ્યાં હોય, લોટમાં મોયન ન હોવાથી, ગુલાબ જામુનમાં બેકિંગ સોડા અથવા તેના જેવી કોઈપણ વસ્તુ વધારે નાખવી, ગુલાબ જામુનની ઠંડી હોવી વગેરે કારણો હોઈ શકે છે.
ગુલાબ જામુન સોફ્ટ બનાવવા માટે આ એક વસ્તુ મિક્સ કરો
ગુલાબ જામુન ત્યારે જ કડક બને છે જયારે તમે મોયન ના મિક્સ કર્યું હોય. મોયનના નામે, તમે થોડું દૂધ, એક ચપટી ખાવાનો સોડા, માવો છે તો, થોડું ખાવાનું તેલ વગેરે ઉમેરી શકો છો. તમે શું મિક્સ કરવા ,અંગો છો તે તમારા ઉપર છે.
આવી કોઈપણ સામગ્રીને થોડી ઉમેરો, નહીંતર ગુલાબજામુન તળતી વખતે ફાટી જશે અથવા પરફેક્ટ નહીં બને. તમારે કેટલું મિક્સ કરવાનું છે તે સામગ્રી પર આધાર છે. ધ્યાનમાં રાખો કે જો તમે તેને વધારે મિક્સ કરશો તો તે ગુલાબ જામુન ક્રિસ્પી બની શકે છે.
મારા અભિપ્રાય મુજબ થોડું દૂધ ઉમેરવું સારું રહેશે, પરંતુ જો તમે તેલ અથવા ઘી ઉમેરો છો તો તો તમે તમારી મુજબ જ ગુલાબ જાંબુન બનાવી શકો છો.
આ જરૂર વાંચો : જોતાજ ખાવાનુ માં થઈ જાય એવા પમ્પકીન ગુલાબ જાંબુ
ગુલાબ જામુનનો લોટ બાંધતી વખતે આ વાતનું ધ્યાન રાખો
સૌથી વધુ મહેનત ગુલાબ જામુનનો લોટ બાંધવામાં થાય છે અને તેની પાછળનું એક કારણ પણ છે. જો લોટ બરાબર નહીં બાંધવામાં આવે તો ગુલાબ જામુન જળક બનવાની સાથે, ચાસણી પણ યોગ્ય રીતે પીશે નહીં અને પછી તે કાચા અને વચ્ચેથી કડવા થઈ જશે.
કણક બાંધવામાં ઓછામાં ઓછા 30 મિનિટનો સમય લો અને તેને શક્ય તેટલી સ્મૂથ બાંધો. જો કણકમાં તિરાડો દેખાય છે તો તે ગુલાબ જામુન બનાવવા માટે તૈયાર નથી. તમારે તેને ખૂબ સારી રીતે ગૂંથવું પડશે અને તમારાથી બને તેટલી તેને સ્મૂથ બાંધવાનો પ્રયાશ કરો.
ગુલાબ જામુન તળતા પહેલા શું કરવું?
જો તમારે ગુલાબજામુનને ફ્રાય કરવા હોય તો તે તળતા પહેલા ટૂથપીકથી એક-બે કાણું પાડો. આ પદ્ધતિ તેને તૂટવાથી બચાવશે અને ચાસણીને ગુલાબ જામુનની અંદર ઊંડે સુધી જવા દેશે, જેનાથી તે વધુ સ્વાદિષ્ટ બનશે.
ઘણી વખત લોકો આ અપનાવવાનું ભૂલી જાય છે જેના કારણે ગુલાબ જામુન તળતી વખતે ફાટવા લાગે છે. આ સાથે ગુલાબજામુનને ગરમ ખાંડની ચાસણીમાં જ નાખવા જોઈએ જેથી ગરમ કોટિંગ સરળતાથી થઈ શકે.
આ જરૂર વાંચો : ગુલાબ જાંબુ બનાવવાની રીત
ગુલાબ જામુનને ખાંડની ચાસણીમાં કેટલા સમય સુધી ડુબાડીને રાખી શકાય ?
જો તમે ગુલાબ જામુનને સ્વાદિષ્ટ બનાવવા માંગતા હોય તો ઓછામાં ઓછા 30 મિનિટ પછી તેને ડુબાડીને રાખો. જો તમારા ગુલાબજામુન ગરમ હોય તો તેને 1 કલાક માટે પલાળી દો, તો જ ગુલાબ જામુનમાં ચાસણી સારી રીતે શોષાઈ જશે અને તે સોફ્ટ થશે.
જો તમે ગુલાબ જામુનને કઠણ થવાથી બચાવવા માંગતા હોય તો આ રીતો અજમાવો. જો તમારી પાસે પણ આવી જ કોઈ ફૂડ ટ્રીક હોય તો અમને પણ જણાવી શકો છો. જો તમને જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.