શું તમે ક્યારેય વિચાર્યું છે ગુલાબજાંબુ નામ કેવી રીતે પડ્યું છે? આ સ્વાદિષ્ટ મીઠાઈ ક્યાંથી આવ્યા છે? ગુલાબ ફારસી શબ્દ ‘ગોલ’ અને ‘અબ’ પરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ છે ફૂલ અને પાણી, જે ગુલાબજળની ચાસણીનો સંદર્ભ આપે છે.
કારણ કે મધ્ય પૂર્વમાં મીઠી વાનગીને ગુલાબ જળમાં પલાળવામાં આવતી હતી. બીજો શબ્દ ‘જામુન’ એ લોકપ્રિય ભારતીય ફળ બ્લેક પ્લમ (જામુન) માટે હિન્દી-ઉર્દૂ શબ્દ છે જે લગભગ સમાન છે. આ રીતે અમે તેને ગુલાબ જામુન નામ પડી ગયું.
સામગ્રી : 3/4 મિલ્ક પાવડર (સ્વીટ ના હોય તેવો), 1/2 કપ મૈંદા, 1/2 નાની ચમચી બેકિંગ પાવડર, 2 ચમચી ઘી, દૂધ (ગૂંદવા માટે), ઘી અથવા તેલ (તળવા માટે), 2 કપ ખાંડ, 2 કપ પાણી, 2 ઈલાયચી, નાની ચમચી કેસર, 1 નાની ચમચી લીંબુનો રસ અને 1 નાની ચમચી ગુલાબજળ
ગુલાબ જાંબુ બનાવવાની રીત : એક મોટા બાઉલમાં મિલ્ક પાવડર, મૈંદાનો લોટ અને બેકિંગ પાવડર મિક્સ કરો. હવે તેમાં ઘી ઉમેરીને ફરીથી સારી રીતે મિક્સ કરો. હવે તેમાં દૂધ ઉમેરો અને નરમ લોટ બાંધો અને ઢાંકીને 10 મિનિટ માટે રાખો.
હવે એક પેનમાં ચાસણી બનાવો. ચાસણી બનાવવા માટે ખાંડ, પાણી, ઈલાયચી અને કેસર નાખીને પકાવો. ચાસણી તૈયાર છે કે નહીં તે જોવા માટે આંગળીમાં થોડી ચાસણી લઈને ચેક કરો. હવે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ અને ગુલાબજળ નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે તૈયાર કરેલા કણકમાંથી બોલ બનાવો અને પછી તેને નાના બોલના આકારમાં બનાવીને એક પ્લેટમાં રાખો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. અહીંયા તમે ઘી અને તેલ કોઈપણ એક લઇ શકો છો. તેમાં તૈયાર કરેલા બોલ્સ નાખીને તળી લો. જામુનને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.
હવે જામુનને તેલમાંથી કાઢીને તેને ગરમ ચાસણીમાં નાખો અને લગભગ 1 કલાક માટે રાખો, જેથી તળેલા જામુન ચાસણીને શોષી લે. તો તૈયાર છે તમારું ગુલાબ જાંબુ રેસિપી. તેને ગરમા ગરમ સર્વ કરો અને આનંદ માણો.
તો આ ગુલાબ જામુન બનાવવાની રીત તમને જરૂર ગમી હશે, તમને પણ આવી જ બીજી રેસિપી ઘરે બેઠા જાણવાનો શોખ છે તો રસોઈદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને અવનવી માહિતી મળતી રહેશે.
Comments are closed.