ઘણા લોકો ગુવાર નું નામ સાંભળતાની સાથે જ મોઢું બગાડતા હોય છે. આપણે આપણા જીવનમાં ઘણા શાક ભાજી ખાઈએ છીએ. શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે અને શાકભાજી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ગુવાર ની અંદર ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ, ઝીંક, મેગ્નેશિયમ જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે.જાણો ફાયદા
૧) હૃદય માટે ગુણકારી:- ગુવાર એક એવું શાક છે કે જેમાં શરીરમાંથી કોલેસ્ટ્રોલ ઘટાડવા નો ગુણ રહેલો છે. આ ઉપરાંત તેમાં ફાઈબર અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું નથી. આ ગુણને કારણે તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે અને નિયમિત સેવન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને હૃદયને લગતી બીમારીઓ થતી નથી.
હાડકાને મજબૂત બનાવે: ગુવાર માં અનેક પોષક તત્વો હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. આપણે જાણીએ છીએ કે હાડકા નાં સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ ખૂબ જ મહત્વનું છે અને ગુવારમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત ગુવારમાં ફોસ્ફરસ પણ સારી માત્રામાં હોય છે જેનાથી હાડકા મજબૂત બને છે. તો તમારે તમારા હાડકા સ્વસ્થ રાખવા હોય તો તે ગુવારનું સેવન કરવાનું શરૂ કરી દો.
બ્લડપ્રેશરને કન્ટ્રોલમાં રાખે:– ગુવાર માં hypoglycemic અને hypolito હોય છે જે હાઈપર ટેન્શનને દૂર ભગાવે છે અને બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. માટે આવા પોષક તત્વોથી ભરપૂર ગુવાર નું તો ખાસ સેવન કરવું જોઈએ. જેનાથી આપણું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
ડાયાબિટીઝમાં ફાયદો:– ડાયાબિતિસ માટે તો ગુવારનું શાક આશીર્વાદ સમાન છે. આ શાકના નિયમિત સેવનથી શરીરમાં શુગરની માત્રા માં ઘટાડો અને ઈન્સ્યુલિનની માત્રા માં વધારો થાય છે. પરિણામે ડાયાબિટીસ એટલે કે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગી:– ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ગુવાર ના શાક નું ખાસ સેવન કરવું જોઇએ. આ શાકના સેવનથી શરીરના પોષક તત્વોની ખોટ લગભગ પુરાઈ જતી હોય છે. ગુવાર માં ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે જેના કારણે શરીર સ્વસ્થ રહે છે. આ ઉપરાંત વિટામિન કે પૂરતા પ્રમાણમાં હોવાને કારણે હાડકાં મજબૂત થાય છે. તો ગર્ભવતી સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી છે.
લોહીનું પરિભ્રમણ યોગ્ય રાખે:– ગુવારમાં પૂરતા પ્રમાણમાં આયર્ન હોય છે જેને લીધે શરીરમાં ભરપૂર માત્રામાં ઓક્સિજન વહન થાય છે અને લોહીનું પરિભ્રમણ સારું થાય છે. આ ઉપરાંત જુવારમાં ફાઈટોકેમિકલ્સ હોય છે જે લોહીના પરિભ્રમણને વધુ સારું બનાવે છે.
પાચન ક્રિયાને સ્વસ્થ રાખે:- ગુવાર માં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાના કારણે પાચનક્રિયા સારી રહે છે. તેના સેવનથી શરીરમાંથી ઝેરી કચરો બહાર નીકળે છે અને પાચન સંબંધી સમસ્યાઓનું નિવારણ થાય છે. માટે ગુવાર ખાવાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહેશે.
મગજને ઠંડુ રાખવામાં ઉપયોગી:- ગુવાર મગજ ને શાંત રાખે છે. જેના કારણે ગુરુવારના સેવનથી ચિંતા અને તણાવમાં ઘટાડો થાય છે અને મગજ શાંત રહે છે. જો તમારે ટેન્શન રહેતું હોય તો ગુવાળ ખાવાથી તમને ટેન્શનમાંથી મુક્તિ મળશે.
તમને અમારી માહીતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.