અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now
- આજકાલ તો દરેક લોકોમાં વાળની પ્રોબ્લેમ્સ જોવા મળે છે. જેમાં અકાળે વાળ ખરવા, વાળમાં ખોડો થવો, નાની ઉંમરમાં પણ વાળ સફેદ થઈ જવા, નાની ઉંમરમાં ટાલ પડવા લાગવી, જેવી અનેક સમસ્યાથી લોકો પીડાઇ રહ્યા છે. આજના સમયમાં વધુ પ્રદૂષણ, તણાવ મુક્ત જીવન અને આહાર હવામાનમાં બદલાવ, બીમારી ઇન્ફેક્શન અને હોર્મોન્સમાં થતા ફેરફારને કારણે વાળની સમસ્યા સતત વધારો થતો જોવા મળે છે.
- આ સમસ્યાઓને કારણે વાળ રૂક્ષ અને બેજાન થઈ જાય છે. વાળ પાતળા, સફેદ અને બેમુખવાળા થઈ જાય છે. વાળ ખરવા લાગે છે જેવી અનેક તકલીફો સર્જાય છે, એવામાં જો તમે વાળને લઈને ચિંતામાં હો અને વાળની દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવવા માગતા હો તો, દરરોજ દિવસમાં ત્રણ વાર પાંચ મિનિટ સુધી બંને હાથના નખને અરસપરસ ઘસવા જોઈએ. ન ઘસવાથી કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે હાલમાં પણ વાળ ઊગવા લાગ્યા છે, વાળ એકદમ બ્લેક રહે છે અને આપણા વાળ હેલ્ધી રહે છે.
- જંકફૂડ અને ફાસ્ટ ફૂડથી વાળનું સ્વાસ્થ્ય બગડે છે જેથી તે જંકફૂડ અને ફાસ્ટ ફૂડનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. નાની ઉંમરના યુવાનો ફાસ્ટ ફૂડના થઈ ગયા છે. એમને તેના વગર ચાલતું જ નથી, પરંતુ જંકફૂડ અને ફાસ્ટ ફૂડ પ્રકારનો ખોરાક લેવાથી આપણા વાળ સફેદ થવા લાગે છે, નાની ઉંમરમાં ખરવા લાગે છે, ટાલ પડવા લાગે છે, ખોડો થવા લાગે છે, આવી અનેક સમસ્યાઓ આપણી જોવા મળે છે તેથી ફાસ્ટ ફૂડ નો ત્યાગ કરવો જોઈએ.
- આહારમાં હંમેશા આમળા, સંતરા નો ઉપયોગ કરવો જોઈએ. આમળા અને સંતરા નો ઉપયોગ કરવાથી આપણા વાળ હેલ્ધી રહે છે. આમળા આપણા વાળને હેલ્ધી રાખવા માટે મહત્વનું યોગદાન આપે છે. શક્ય હોય તો દરરોજ રાત્રે પાંચ નંગ બદામ અને એક અખરોટ ની અંદર નું બીજ પાણીમાં પલાળી સવારે નરણા કોઠે ખૂબ ચાવી ચાવીને ખાવું જોઈએ તેનાથી આયર્ન અને પ્રોટીન વધે છે જે વાળ માટે ખૂબ જ ઉપયોગી છે.
- લીલા શાકભાજીમાં દૂધી, પાલક વધુ લેવા જોઈએ. તમામ પ્રકારની લીલી ભાજીઓ પણ વધુ લેવી જોઈએ. સરગવાનું શાક અઠવાડિયામાં 1 વાર ખાવું જોઈએ. મગનું શાક અઠવાડિયામાં 1 વાર ખાવું જોઈએ. અડદની દાળ એક વાર ખાવી જોઈએ. આ પ્રકારનો ખોરાક ખાધો તો આપણા વાળનું સ્વાસ્થ્ય, આપણા વાળની નાની-મોટી તમામ સમસ્યાઓથી આપણને મુક્તિ મળશે.
- રાત્રે સૂતી વખતે બંને નસકોરામાં ટીપા નાખવા જોઈએ અને એમાં પણ જો ગીર ગાયના ઘીનાં ટીપાં નાખો તો, ગીર ગાયનું ઘી તો આપણા શરીરમાં અનેક રોગોથી મુક્તિ અપાવનારું છે. ગીર ગાયનું ઘી ખાવાથી આપણું શરીર હેલ્થી પોસ્ટ અને નિરોગી રહે છે તથા આપણા વાળ માટે તથા નસકોરામાં જો તેના તંત્રી નાખશો તો વાળ પણ હેલ્ધી રહેશે પરંતુ આ પ્રયોગ નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ જ કરવો હિતાવહ છે.
- થાય તો ચણાનો લોટ, દહી અને ગોળ ભેગા કરી માથામાં ઘસી એક કલાક પછી માથું ધોઈ નાંખવું જોઈએ. આ પ્રયોગ કરવાથી માથામાં ખોડો દૂર થઈ જશે ઉપરાંત આપણે કેમિકલવાળા શેમ્પૂથી પણ દૂર રહીશું, જેથી આપણા વાળ મજબૂત અને સ્વસ્થ રેહશે. વાળમાં તેલ નાખી પંદર મિનિટ પછી વાળ ધોઈ નાખવા જોઈએ.
- હંમેશા રાત્રે સૂતી વખતે માથામાં થોડું તેલ નાખવું જોઈએ, માલિશ કરવું જોઇએ જેનાથી સારી ઊંઘ આવશે પરંતુ પરંતુ તેલ કેવું હોવું જોઈએ?? તો તેલ પ્રાકૃતિક તેલ લેવું જોઈએ. કાળા તલના તેલમાં વિવિધ પ્રકારની ઔષધિઓ ને ઉકાળીને જે તેલ બનાવવામાં આવે છે એ તેલ માથા માટે સૌથી વધુ ગુણકારી છે. આ તેલ તમે માથામાં નાંખશો તો આપણા માથાના વાળ ના તમામ રોગો નું સોલ્યુશન થઈ જશે. શક્ય હોય તો જલ ને એક નસકોરામાં પાણી નાખી બીજા નસકોરામાંથી પાણી બહાર કાઢવું એ પ્રયોગ કરવો જોઇએ પરંતુ તે ફરજિયાત નિષ્ણાતની સલાહ જરૂરી છે.