શું તમે તમારા વાળને લાંબા અને જાડા બનાવવા માંગો છો? શું તમે આના માટે મોંઘા શેમ્પૂ પર વધુ પડતો ખર્ચ કરો છો? પરંતુ તમને ઇચ્છિત પરિણામ નથી મળતું રહ્યું? જો ના, તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી.
પરંતુ તમારા વાળ માટે બ્રાન્ડેડ શેમ્પૂ અને કન્ડિશનર પર ખર્ચ કરવાને બદલે, આયુર્વેદિક ડૉક્ટર દ્વારા જણાવેલા કુદરતી ઉપાય અજમાવો અને તમારા વાળને એક મોડેલની જેમ ચમકાવો.
જાડા અને લાંબા વાળ રાખવાનું લગભગ દરેક સ્ત્રીનું સપનું હોય છે. જો કે, પ્રદૂષણ અને સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સ અને જુદા જુદા કલરનો નિયમિત ઉપયોગ વાળને નુકસાન પહોંચાડે છે, જેથી વાળ પાતળા, સૂકા અને બરડ બની જાય છે.
આવી સ્થિતિમાં, મોટાભાગની મહિલાઓ ટીવી માં દેખાડવામાં આવતી કેમિકલયુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને આ ખૂબ જ સામાન્ય છે, કારણ કે આપણે ટીવી પર સારા પરિણામો જોઈએ છીએ.
પરંતુ, તમને જણાવીએ કે ટીવી માં આપણે જે જોઈએ છીએ તેનાથી વાસ્તવિકતા અલગ જ હોય છે. એટલા માટે અમે અહીં તમને જણાવવા આવ્યા છીએ કે તમે તમારા વાળને કેવી રીતે હેલ્ધી રાખી શકો છો.
ટિપ્સ 1: તેલની માલિશ: ચમકદાર અને મુલાયમ વાળ માટે તેલની માલિશ એ સૌથી જૂનો ઉપાય છે. સ્વસ્થ વાળ માટે પણ આ શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે. તમે ઓલિવ તેલ, નાળિયેર તેલ અથવા બદામ તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તેલને થોડું ગરમ કરો અને માથામાં સારી રીતે મસાજ કરો.
તમારા વાળ ધોતા પહેલા તેને એક કલાક માટે રહેવા દો. તમારા વાળના પ્રકાર પ્રમાણે અઠવાડિયામાં એક/બે/ત્રણ વખત વાળમાં તેલ લગાવવું જોઈએ.
સ્મૂથ સાઇની વાળ માટે તલનું તેલ લગાવવું. સફેદ વાળ થઇ ગયા હોય તો માથામાં નાળિયેર તેલ ની માલીસ કરવી અને જો વાળ ડ્રાય, પાતળા અને બે મુખવાળા થઇ ગયા હોય તો માથામાં બદામ તેલ , તલની અને એરંડિયું લગાવવું.
ટિપ્સ 2: સ્વસ્થ ખોરાક લો: તમને જણાવીએ કે આપનો આહાર વાળના સ્વાસ્થ્યને અસર કરે છે. તમે જેટલા સ્વસ્થ છો તેટલા જ તમારા વાળ વધુ સારા દેખાશે. વિટામિન, આયર્ન અને પ્રોટીન જેવા અમુક પોષક તત્વો વાળના વિકાસ અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
જો તમે તમારા આહારમાંથી પૂરતા પ્રમાણમાં મેળવી શકતા નથી, તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વિટામિન સી: કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે. વિટામિન-સી માટે તમારે આમળા, કીવી, શક્કરિયા, સ્ટ્રોબેરી, જામફળ, નારંગી, બ્લેક બેરી, પપૈયા અને મરચાં ખાવા જોઈએ.
વિટામિન એ: વિટામિન A ખોપરી ઉપરની ચામડી માટે સ્વસ્થ સીબમ બનાવે છે અને આ બીટા કેરોટિન જેવા તમામ શાકભાજીમાં મળી શકે છે જેમ કે શક્કરીયા, ગાજર, મરચા અને કોળા.
વિટામિન ઇ: તમે નટ્સમાંથી વિટામિન E મેળવી શકો છો. વિટામિન ડી: વિટામિન ડી સૂર્ય પ્રકાશમાંથી સરળતાથી મેળવી શકાય છે.
વિટામિન-બી કોમ્પ્લેક્સ: બીટ, પાલક, અનાજ અને કઠોળ જેવા ડાર્ક શાકભાજીમાંથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી કોમ્પ્લેક્સ મેળવી શકાય છે. પ્રોટીન: પ્રોટીન મસૂર/કઠોળ, ક્વિનોઆ, આમળાં, બદામ/બીજ, ઈંડા અને માછલી દ્વારા મેળવી શકાય છે.
ટિપ્સ 3: નિયમિત નસ્ય: સવારે અથવા સૂતી વખતે બંને નસકોરામાં ઘી/અનુ તેલ લગાડવાથી વાળના વિકાસમાં મદદ મળે છે અને સારી ઊંઘ જે વાળના વિકાસ માટે બીજી આવશ્યક બાબત છે.
આ 3 ટિપ્સ અજમાવીને તમે પણ તમારા વાળને ઘટ્ટ અને લાંબા બનાવી શકો છો. આવી જ માહિતી વાંચવા માટે રસોઈની દુનિયા સાથે જોડાયેલા રહો.