આજના સમયમાં દરેક માણસ પોતાના કામમાં આખો દિવસ વ્યસ્ત હોય છે. પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે માણસ પોતાના શરીરની કાળજી લઇ શકતો નથી એટલા માટે આજના સમયમાં મોટાભાગના લોકોને વાળની સમસ્યા જોવા મળે છે.
ઘણા લોકોને વાળ એકસાથે ખરવા લાગે છે અને માત્ર થોડાજ દિવસોમાં માથામાં ટાલ પડી જાય છે. ટાલ પડવાને કારણે માથામાં વાળ આવતા બંધ થઇ જાય છે. આ સાથે ઘણા લોકોના વાળ તૂટવા લાગે છે તો ઘણા લોકોના વાળ બરછટ થઇ જાય છે. પરંતુ જો તમારા વાળ મજબૂત હોય તો તમે આ બધી સમસ્યાઓમાંથી બચી શકો છો.
એટલા માટે જો તમે તમારા વાળને મજબૂત કરવા અને વાળનો ગ્રોથ વધારવા માંગો છો તો તમે કેટલીક શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. અહીંયા તમને વાળ મજબૂત કરવા અને વાળનો ગ્રોથ વધારવા માટે કેટલીક કુદરતી પેસ્ટ જણાવીશું જેનો ઉપયોગ કરીને તમારા વાળનો ગ્રોથ વધશે અને તમારા વાળ મજબૂત બનશે.
ડુંગળી: સૌ પ્રથમ એક બાઉલમાં ડુંગળીને નિચોવો અને તેનો રસ કાઢો. પછી તેમાં એક થી બે ચમચી મધ ઉમેરો. બંને ને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ જો તમે ઈચ્છો તો તેમાંથી દુર્ગંધ દૂર કરવા માટે તમે ડુંગળી સાથે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. તેને મિક્સ કરીને તમારા વાળમાં લગાવો. ત્યારબાદ તેને 30 થી 40 મિનિટ સુધી રાખો.
બટાકા: સૌ પ્રથમ બે થી ત્રણ બટાકાને બ્લેન્ડ કરો અને તેનો રસ કાઢો. ત્યારબાદ તેમાં એક ચમચી મધ, એક ઈંડાની જરદી અને થોડી માત્રામાં પાણી ઉમેરો. બધું એકસાથે સારી રીતે મિક્સ કરો અને વાળમાં 25 મિનિટ સુધી રહેવા દો. પછી ચોખ્ખા પાણીથી વાળ ધોઈ લો.
લસણ: જો તમે વાળની સંભાળ રાખવા માંગો છો તો તમારા માટે લસણ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે તાજા લસણનો રસ તમારા માથા પર લગાવો. આ ઉપાય કરવાથી વાળ સારા રહે છે અને ધીરે ધીરે વાળની વૃદ્ધિ થાય છે.
કોથમીર: સૌ પ્રથમ બજારમાંથી તાજી કોથમીર લાવવી. ત્યારબાદ તાજી કોથમીર ને સમારી અને પાણી સાથે પેસ્ટ બનાવો. ત્યારબાદ આ રસનો ઉપયોગ માથાની ચામડી પર લગાવવા માટે કરો. ઓછામાં ઓછા એક કલાક સુધી રાખો અને પછી તેને પાણીથી ધોઈ લો.
ગાજર: સૌ પ્રથમ થોડા ગાજરને બાફી લો. ત્યારબાદ તમે ગાજરને જે પાણીમાં ઉકાળ્યા હતા તે જ પાણીમાં તેને ગ્રાઇન્ડ કરો અને બ્લેન્ડ કરો. તમારા માથાની ચામડી પર બનાવેલી આ પેસ્ટ લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો તમે આ માહિતી ને બીજા સુધી જરૂરથી પહોંચાડો. આવી જ બીજી જીવન ઉપયોગી માહિતી, કિચનટીપ્સ અને રેસિપી માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.