આજકાલ વાળની સમસ્યાઓ ખુબ જ વધી ગઈ છે. ખરાબ હવામાન, પ્રદુષણ અને ખરાબ જીવનશૈલી અને ખાન – પાનના કારણે સ્વાસ્થ્યની સાથે વાળની સમસ્યાઓ વધવા લાગી છે. આજકાલ નાની ઉંમરમાં જ સફેદ વાળ, ખોડો, ટાલ પડવી વગેરે જોવા મળે છે.
આ માટે ઘણા લોકો દવા પાછળ પણ ઘણા પૈસા ખર્ચે છે, તેમાં છતાં તેમને સારું પરિણામ નથી મળતું, તો તમે આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો અજમાવી શકો છો, જલ્દી જ તમારા વાળ કાળા, જાડા, લાંબા અને ચમકદાર બની જશે.
જો વાળમાં ડેન્ડ્રફ હોય તો અજમાવો આ ઘરેલું ઉપાયો : વાળમાં ડેન્ડ્રફ હોય તો વાળ ખરવા, ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે. જો તમારે તેનાથી છુટકારો મેળવવો હોય તો ટામેટાની પેસ્ટ બનાવીને તેને માથાની ચામડી પર લગાવો. અડધા કલાક પછી વાળને ધોઈ લો. ડેન્ડ્રફ દૂર કરવા માટે આ એક સરળ અને અસરકારક ઘરેલું ઉપાય છે.
જો ટાલ વધી રહી હોય તો અજમાવો આ ઘરેલું ઉપચાર : આજકાલ નાની ઉંમરમાં વાળ ખરવાની અને ટાલ પડવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. આજકાલ દરેક પાંચમાંથી એક વ્યક્તિ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. જો તમને પણ ટાલ પડવાની ફરિયાદ છે તો નારિયેળ તેલમાં આમળાનો પાઉડર મિક્સ કરીને માથામાં માલિશ કરો.
આમ કરવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે અને ટાલ પડવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે. જો તમારી પાસે આમળા પાવડર ના હોય તો તમે તેમાં ચમેલીનું તેલ પણ ઉમેરી શકો છો.
વાળ ખૂબ જ ઓઈલી થઇ ગયા છે તો અજમાવો આ ઘરગથ્થુ ઉપાય : ક્યારેક આપણા માથાની તૈલી ગ્રંથીઓ ખૂબ જ સક્રિય થઈ જાય છે અને વાળ ખૂબ જ ઓઈલી ઓઈલી દેખાય છે. ઓઈલી વાળ ધરાવતા લોકો માટે આ સમસ્યા વધુ પરેશાન કરતી હોય છે.
ઓઈલી વાળ ચીપચીપા લાગે છે, જે તમારી પર્સનાલિટી પર પણ ખરાબ અસર કરે છે. જો તમારા વાળ પણ ખૂબ જ ઓઈલી થઈ ગયા છે તો તમારે તમારા વાળમાં મુલતાની માટીનો હેર પેક લગાવવો જોઈએ. આના કારણે વાળમાં તેલનું સંતુલન રહે છે અને વાળની સુંદરતા વધે છે.
જો વાળ શુષ્ક અને નિર્જીવ થઈ ગયા છે તો અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર : તમે પણ શુષ્ક અને વાળમાં ચમક લાવવા માંગતા હોય તો. અડધા કપ સ્કીમ્ડ દૂધમાં 1 ઈંડું ઉમેરો અને ફીણ આવે ત્યાં સુધી હલાવો. આ સોલ્યુશનને માથાની ચામડી પર લહવીને સારી રીતે મસાજ કરો.
આ સોલ્યુશનને વાળની લંબાઈમાં પણ લગાવો. થોડી વાર પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. આમ કરવાથી વાળમાં ચમક આવે છે. તમે પણ આ ઉપર જણાવેલ ઘરેલુ ઉપાય અજમાવીને વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.