હરડે ના પ્રકાર : આજે આપણે હરડે(Harde Na Fayda) વિશે કદી ન જાણ્યા હોય એવા ફાયદો વિશે જાણીશું. મિત્રો હરડે ડુંગરી જમીન પર થાય છે તેના પાન સંયુક્ત સામાન મોટા જમરૂખ ના પાન જેવા થાય છે. કુમળા પાન નો રંગ રાતો હોય છે, તેમાં એક ઈંચ લાંબુ ફળ થાય છે. તે સુકાયા પછી તેની કરચલી પડી પાંચ ઊભી રેખા પડે છે અને તે ખરબચડું લાગે છે. તેનું નામ છે હરડે.
હરડે ફળ ખૂબ જ ગુણકારી અને આરોગ્ય આપનારાં ફળ છે તે વૃક્ષનું મૂળ નામ હરડે છે સંસ્કૃતમાં હરીતકી અને હિન્દીમાં હરણ કહે છે.હરડે ફળ ત્રણ પ્રકારમા વહેંચાય છે.(૧) કદમાં મોટી ગુણકારી અને લોહી સુધારવા વાળી હરડે કહેવાય છે તે પહેલો પ્રકાર. (૨) મધ્યમ કદની હરડે તેને વેપારીઓ અરડા કહે છે તે ત્રિફળામાં પણ લખાય છે તે ખૂબ જ ગુણકારી છે જેને બીજો પ્રકાર કહેવાય છે અને (૩) ત્રીજા પ્રકારની હરડેનું હિમેજ કહેવામાં આવે છે આ ઝાડ બહુ જ મોટા કદનું થાય છે. તેનું લાકડું ઇમારતી ગણાય છે. તેના ઝાડ ગુજરાતના સોનગઢના જંગલ માં તથા નાસિક તાલુકાના જંગલોમાં થાય છે. છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, આસામ તથા હિમાચલ આ ક્ષેત્રમાં થતી અને ઉત્તમ ગણાય છે.
જાન્યુઆરી તથા ફેબ્રુઆરીમાં તેનું બી પાકી જાય છે એપ્રિલ અને મે માં સફેદ ફૂલ આવે છે. 10 માસ પછી તેને ઉપયોગમાં લઇ શકાય છે. એના સાત પ્રકાર વિશે જાણીએ.
7 પ્રકારની હરડે (હરડે ના પ્રકાર)
- વિજયા:– વિજ્યા ડુંગળી જેવી ગોળ આકારની હોય છે.
- રોહિણી:- રોહિણી ગોળાકાર હોય છે અને મોટી ગોટલી તથા પાતળી હોય છે.
- અમૃતા:- અમૃતા નાનું તથા માસલ હોય છે.
- અભયા:- અભયા હરડે પાંચ ઉભી રેસાવાળી હોય છે.
- જીવંતી:– જીવંત અને સુવર્ણ જેવી પીળા રંગ જેેેેેવી હોય છે.
- પૂતના:– પૂતના હરડે મોટી ગોટલી તથા પાતળી હોય છે.
- ચેતક: ચેતક જેના અંગ પર ત્રણ રહેતા હોય છે.
હરડે નુ નિત્ય સેવન માતૃભક્તિ સમાન ગણવામાં આવ્યું છે. માતા જેવી મીઠાશ હરડે મા રહેલી હોય છે. આયુર્વેદમાં કહ્યું છે જેની માતા ન હોય તે હરડેનું સેવન કરે. તો હરડે માં માતા સમાન ગુણ સાબિત થાય છે. માન-સન્માન આપવું ધ્યાન રાખે છે. ઉપર દર્શાવેલ હરડે ની તમામ જાત પૈકી ચેતકી એટલે કે ચેતક વિજયા અને કાળી હરડે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેના ફાયદાઓ વિશે જાણીએ.
હરડે ખાવાના ફાયદાઓ (harde benefits in gujarati)
હરડે વાત પિત્ત અને કફ એટલે કે ત્રિદોષ નું શમન કરે છે. તે મૃદુ રેચક ઔષધિઓ તે જ કૃમિઘ્ન તથા પૌષ્ટિક છે તેની અસર હૃદય, જઠર, આમાશય, મૂત્રાશય પર વધારે થાય છે તેથી તે વધુ ગુણકારી છે. તેના સેવનથી શરૂઆતમાં પાતળો રેડ થાય છે પણ ધીરે ધીરે મળનું શોધન કરે મળને બાંધે છે એટલે શરૂઆતમાં રેચ થાય તો ગભરાવાની જરૂર નથી.
- દમ ખાંસી શ્વાસ સ્વ્રરભંગ કાકડાનો સોજો સળેખમ અને કફના રોગોમાં ખૂબ જ સારું કામ આપે છે અને જૂની કબજિયાત. અજીર્ણ .આફરો 16 નેહા વૃદ્ધિ જળોદર વગેરે રોગોને શાંત કરનારી છે. અને ભૂખને પ્રદીપ્ત કરે છે. જેને ભૂખ ન લાગતી હોય એ લોકો ખાસ હરડેેેેનું સેવન કરે.
- ઉલટી, તૃષા અને હેડકી મટાડનાર ઉત્તમ ફળ છે.
- હરસ સોજા કમળો પાંડુરોગ માટે થોડા દિવસોમાં જ ફાયદો કરે છે. મુખ્ય વાત કે તેનું નિત્ય સેવન ડાયાબિટીસને અંકુશમાં રાખે છે.
- મૂત્રાશયના દોષ, આતર્વ દોષ તથા પ્રદર્શન સુધારનાર છે.
- સંધિવા હાથ પગની કળતર તથા કમરની કરને દૂર કરે છે.
- ચામડીના રોગ, ચકામાં , ચાઠા તથા ખીલ્ પણ હરડે ના સેવન થી દુર થાય છે.
- તેજસ્વિતા માટે ઉત્તમ કામ આપે છે.
- દંતમંજન તરીકે પણ હળદર શ્રેષ્ઠ છે.
- હરડે ચાવીને નિયમિત ગળે ઉતારવાથી દાંતના દુખાવા બંધ થાય છે તેના સેવનથી ગળામાં ખરેલી પડતી બંધ થાય છે.
દાંતમાંથી નીકળતું કરવું તથા લોહી પણ બંધ થાય છે. અમરેલીના જીતુભાઇ તળાવીયા એ એનો ખૂબ પ્રચાર કરેલો ઘરડા યાત્રાનું આયોજન તથા હરડે ના રોપા વિતરણ કરેલા. જીતુભાઈને ખૂબ જ ધન્યવાદ, અત્યંત મોંઘવારીના યુગમાં આ વર્ષ હજુ પણ હાથવગુ અને સસ્તું છે અને સિંધાલૂણ સાથે લેવાથી કફનો નાશ થાય છે, અને સાકર સાથે લેવાથી પિત્તનો નાશ થાય છે, અને ઘી સાથે લેવાથી વાયુનો નાશ થાય છે , અને ગોળ સાથે લેવાથી સર્વ રોગોનું નાશ થાય છે.
કઇ ઋતુમાં સેના સાથે હરડે લેવી જોઈએ:
આપણે જોઈએ ગ્રીષ્મ ઋતુમાં ગોળ સાથે લેવી હિતકારી માનવામાં આવ્યું છે. વર્ષાઋતુમાં સિંધાલુણ સાથે લેવી હિતકારી માનવામાં આવ્યું. સાકર સાથે લેવી હિતકારી માનવામાં આવ્યું છે. હેમંતમાં સૂંઠ સાથે લેવી હિતકારી માનવામાં આવ્યું છે. શિશિર ઋતુમાં લીંડીપીપર સાથે લેવી હિતકારી માનવામાં આવ્યું છે. અને વયસ્થાપક છે તે લાંબા સમય સુધી લેવાથી કોઇ પણ પ્રકારનું નુકસાન થતું જ નથી પણ એથી ઘટ્ટ થાય છે અને પ્રસન્નતા થાય છે. શરીરનો રંગ પણ સુધરે છે તેથી વજન વધે છે અને ઊંઘ પણ સારી આવે છે.
ભારતીય સંસ્કૃતિ હરડે સાથે આજીવન નાતો રાખવાનું અને સ્વાસ્થ્ય જીવન જીવવાનો શીખવે છે તેમાંથી બહુચરાજી અવશધી બને છે એ પૈકી હરીતકી રસાયણ અદભુત છે. અમરેલીમાં પર્યાવરણ કેન્દ્ર માંથી સાચી અને સારી હરડે આપવાનું કાર્ય શરૂ કર્યું છે. આજે મિત્રો આપણે જે ફાયદાના જોયા તે કદી ન સાંભળ્યા હોય એવા બધા ફાયદાઓ જણાવ્યા છે ધન્યવાદ.