કહેવાય છે કે પૈસા હોય પણ જો શરીર સારું નથી તો પૈસા શું કામ ના. એટલે ફિટ અને સ્વસ્થ રહેવું એ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વ્યસ્ત જીવનના કારણે લોકો તેમના સ્વાસ્થ્યની અવગણના કરે છે પરંતુ કેટલીક નાની વસ્તુઓ એવી છે જેને તમે દરરોજ કરી શકો છો અને ફિટ અને સ્વસ્થ રહી શકો છો.
કોઈપણ રોગથી પીડાતા હોય ત્યારે એવા ઘણા ઉપાય કરી શકાય છે. એક ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ રોગનો ઇલાજ કરવાની સૌથી સામાન્ય રીતમાંથી એક છે પરંતુ કેટલીકવાર તેનાથી પણ વધારે પોતાના પર ધ્યાન આપવાની જરૂર છે. આવા સંજોગોમાં બીજા પ્રકારના વૈકલ્પિક ઉપાયો છે જેને તમે જાતે જ સાજા કરવા માટે તમે પોતે પ્રયત્ન કરી શકો છો.
જલ્દી ખાઓ : રાત્રે 8 વાગ્યા પછી કંઈપણ વસ્તુને ખાવાનું ટાળો અને તે પહેલાં તમારું રાત્રિભોજન સમાપ્ત કરવાનો પ્રયત્ન કરો. રાત્રે મોડા ખાવાથી તમારા શરીરને પાચનતંત્રમાંથી પસાર થવા માટે પૂરતો સમય મળતો નથી અને તે તમારા શરીર પર વધારે પડતો ભાર મૂકી શકે છે.
આપણે કેવી રીતે ખાઈએ છીએ તે આપણા નિયંત્રણમાં છે અને આપણે શું શું ખાઈએ છીએ તે પણ આપણા નિયંત્રણમાં હોઈ શકે છે. આથી આપણે આપણી જાતને સાજા કરવા અને કોઈપણ રોગથી બચવા માટે સૌથી કુદરતી રીતોમાંથી એક રીત છે આપણો ખોરાક.
કેળાના પાનમાં ખાઓ : ખાવા માટે કેળાના પાનનો ઉપયોગ કરવા માટે તમારી પરંપરાગત પ્લેટો એટલે કે પ્લાસ્ટિક અને સ્ટીલ અને કટલરીમાંથી બહાર નીકળો. ખાવા માટે કેળાના પાનખૂબ જ ફાયદાકારક છે. આ એટલા માટે છે કારણ કે પાંદડામાં ઘણા એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે જે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે .
કેળાના પાનમાં પીરસવામાં આવતો ખોરાક પોલીફેનોલ્સને શોષી લે છે જે આપણી જીવનશૈલીના ઘણા રોગોને રોકવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે.
ખોરાકને યોગ્ય રીતે ચાવીને ખાઓ : અભ્યાસો મુજબ તમારું શરીર બધા પોષક તત્ત્વો અને વિટામિન્સ શોષી લે તે સુનિશ્ચિત કરવા માટે તમારા ખોરાકને ચાવીને ખાઓ એ સૌથી સરળ રીત છે. તમારે ઓછામાં ઓછા 24 વખત ચાવવાથી પાચનમાં સુધારો થાય છે
અને ખોરાકમાં હાજર પોષક તત્વો દ્વારા શરીરને સમૃદ્ધ બનાવી શકાય છે. તે તમને રક્ત પરિભ્રમણ, રોગપ્રતિકારક શક્તિ અને બધા અંગોની કામગીરીમાં સુધારો કરવામાં મદદ કરે છે.
જમ્યા પછી સુવા નું ટાળો : જમ્યા પછી તરત જ સૂવાનો પ્રયાસ ના કરવો જોઈએ અને તમે વજ્રાસન જેવી મુદ્રામાં બેસી શકો છો. વજ્રાસન એ એકમાત્ર એવું આસન માનવામાં આવે છે જે જમ્યા પછી તરત જ કરી શકાય છે. કારણ કે આ ખાસ મુદ્રામાં બેસવાથી પાચનક્રિયા સારી બને છે. લગભગ 10 મિનિટ પછી તમે જમ્યા પછી ચાલી શકો છો.
ફળો અને શાકભાજીથી ભરપૂર આહાર લેવાનું શરુ કરો, દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો અને મોડી રાત્રે ભારે ભોજનને બદલે દિવસભરમાં વધારે વખત નાનું ભોજન લો.
આશા છે કે તમને આ જાણકારી સારી લાગી હશે તો આવી જ રેસિપી, કિચન ટિપ્સ વગેરે જેવી જીવનઉપયોગી જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.