healthy food for winter season
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચોમાસા પછી દર વર્ષની જેમ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને સવાર-સાંજ ઠંડી પડી રહી છે. જ્યાં ઘરોમાં એસી, કુલર ચાલતા હતા, હવે તેની જગ્યા રજાઇ અને ધાબળાએ લઇ લીધી છે. લોકો ઠંડીથી બચવા માટે જેકેટ જેવા ઘણા ગરમ કપડાં પહેરે છે.

જે લોકો ગામડામાં રહે છે તે લોકો ઠંડી થી બચવા માટે અગ્નિ પ્રગટાવીને પણ બેસે છે, જેથી શરીરને ગરમી મળી શકે. આ બધા પ્રયોગ આપણે શરીરને બહારથી ગરમ કરવામાં મદદરૂપ થાય છે પરંતુ જો તમારે ખરેખર ઠંડીથી બચવું હોય તો તમારે અંદરથી મજબૂત બનવું પડશે.

આવી સ્થિતિમાં, શિયાળાની ઋતુમાં કેટલીક એવી વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે, જે આપણને ઠંડીથી બચાવવામાં મદદ કરી શકે સાથે સાથે તે શરદી જેવી બીમારીઓમાં પણ રાહત આપી શકે છે.તો ચાલો તમને જણાવીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જેનું શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા દરેક લોકોએ સેવન કરવું જોઈએ.

મગફળી અને તલ: શિયાળામાં મગફળી અને તલ ખૂબ મોટી માત્રામાં બજારમાં મળી રહે છે. મગફળી અને તલમાં ચરબી, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને કેલ્શિયમ જેવા ઘણા તત્વો મળી આવે છે, જે આપણને ઠંડીથી બચાવમાં ફાયદાકારક સાબિત થાય છે. માટે આ બંનેનું સેવન શિયાળામાં જરૂરથી કરવું.

બદામ: આપણે જાણીએ છીએ કે મગજને તેજ બનાવવામાં ખુબજ ઉપયોગી છે આ ઉપરાંત, બદામ આપણને શિયાળામાં થતી અનેક બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરી શકે છે. બદામ શરીરને ગરમી આપવા અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. તેથી શિયાળામાં તેનું સેવન કરવું જોઈએ.

આદુ: શિયાળાની ઋતુમાં દરરોજ આદુનું સેવન કરવું જોઈએ, કારણ કે તે આપણા શરીરને અદ્ભુત લાભ આપે છે. શરીરને ગરમી આપવા ઉપરાંત તે આપણા શરીરની પાચનક્રિયાને યોગ્ય બનાવવામાં પણ મદદ કરે છે. તમે આદુની ચા, આદુ અથવા શાકભાજી સાથે ઉમેરીને તેનું સેવન કરી શકો છો.

મધ :શિયાળામાં મધનું સેવન કરવાથી શરીરને ગરમીની સાથે-સાથે અનેક ફાયદાઓ પણ મળે છે. તમે તેને આદુ સાથે, કાળા મરીના પાવડર સાથે લઈ શકો છો.

તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા