આપણું શરીર એક મશીન જેવું છે અને તેના દરેક અંગની એક અલગ મહત્વની ભૂમિકા છે. આ બધા અંગોમાંનું એક અંગ છે કિડની જે પાણીને ફિલ્ટર કરવાનું અને શરીરમાંથી કચરો દૂર કરવાનું કામ કરે છે. જો કિડનીની સમસ્યા થવા લાગે તો આપણી સમસ્યામાં વધારો થઇ જાય છે. કિડની ફેલ અને ડાયાલિસિસ પણ આવી શકે છે.
પરંતુ કિડનીને સ્વસ્થ રાખવા માટે કેવી ટિપ્સ ફોલો કરી શકાય છે? તેના વિશે વધુ જાણવા માટે તમારે આ લેખ વંચાવો જોઈએ. જ્યારે કિડનીની બિમારી શરૂ થાય છે ત્યારે કેવા લક્ષણો દેખાય છે અને કિડનીને સ્વસ્થ રાખવા માટે તમે કઈ ટિપ્સને ફોલો કરી શકાય છે.
1) કિડની બીમારીના લક્ષણો : જો કિડનીની બીમારીની શરૂઆત શરૂ થઈ રહી હોય તો આપણું શરીર આપણને અનેક પ્રકારના લક્ષણો બતાવે છે. જેમ કે કિડનીની બીમારી શરૂ થતાં જ ત્વચા પર તેની અસર દેખાવા લાગે છે. ત્વચા ખૂબ શુષ્ક થઇ જવી, ખંજવાળ તિરાડોવાળી બની જાય છે.
ત્વચાનો રંગ વધારે સફેદ દેખાવા લાગે છે. શરીરમાં ઘણા પ્રકારના મિનરલ્સ અને વિટામિન્સની ઉણપ જોવા મળે છે. નખમાં સફેદ ડોટ્સ દેખાવા લાગે છે. નખ ખૂબ નબળા થવા લાગે છે.
હાથ અને પગના તળિયામાં વધુ સોજો દેખાવા લાગે છે.
તમારા પેટના નીચેના ભાગમાં અને કમરમાં ઘણો દુખાવો થવા લાગે છે. પેશાબ કરવામાં બળતરા થઇ શકે છે. હવે વાત કરીએ કેટલીક ટિપ્સ વિશે જે તમારી કિડનીની સમસ્યાને થોડી ઓછી કરી શકે છે.
2) બ્લડ શુગરને હંમેશા નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરો : તમે કદાચ આ વાતથી અજાણ હશો પરંતુ બ્લડ શુગર લેવલ કિડની ફેલ થવાનું સૌથી મોટું કારણ બની શકે છે. જો બ્લડ શુગર વધી જાય તો કિડની બરાબર કામ કરતી નથી અને જો સતત આમ જ રહે તો કિડની પર ઘણી અસર થાય છે. હેલ્દી ફળો, શાકભાજી, સ્ટ્રોબેરી, બ્લુબેરી, કોબી, લસણ વગેરે ખાઓ. રીફાઇન્ડ પ્રોડક્ટથી દૂર રહો.
3. શરીરને બિલકુલ ડીહાઇડ્રેટ ના થવા દો : તમારે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે તમે તમારા શરીરને કોઈપણ રીતે ડીહાઇડ્રેટ નથી થવા દેવાનું. કિડની પથરીથી સમસ્યાથી બચવા માટેનો સૌથી સારો ઉપાય એ છે કે તમારે પાણી પીવું જ જોઈએ.
4) ધુમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહો : સ્વસ્થ રહેવા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે લીવર અને કિડનીને નુકસાન પહોંચાડે એવી વસ્તુઓથી દૂર રહો અને જો તમને પહેલેથી કોઈ સ્વાસ્થ્ય સ્થિતિ પરેશાન કરી રહી છે તો આ બધી વસ્તુઓથી દૂર રહેવું જ વધારે સારું છે.
5) બ્લડ પ્રેશર વધારે વધવા ના દો : બ્લડ પ્રેશર પણ કિડની ફંક્શન ખરાબ થવાનું કારણ હોઈ શકે છે. જો બ્લડપ્રેશર, ડાયાબિટીસ કે હૃદયની સમસ્યા હોય તો તેની અસર આખા શરીર પર પડે છે અને આ સ્થિતિમાં અંગને (ઓર્ગન ડેમેજ) નુકસાન પણ થઈ શકે છે. તો દરરોજ બ્લડ પ્રેશરને ચેક કરો અને ડૉક્ટરની સલાહને માનો.
6) વિચાર્યા વગર દવા ના લો : મોટાભાગના લોકોને એવી આદત હોય છે કે તેઓ કઈ પણ વિચાર્યા વગર કોઈપણ દવા લેવાનું શરૂ કરી દે છે. માથાનો દુખાવો માટે બ્રુફેન અને આવી જ બીજી પેઇન કિલર અથવા એન્ટિબાયોટિક્સ લેવાનું વિચારે છે જે યોગ્ય નથી. આવી દવાઓ કીડની પર વધારે અસર કરે છે.
7) દરરોજ 30 મિનિટ કસરત કરવી જોઈએ : તમે દરરોજ 30 મિનિટ કોઈપણ પ્રકારની કસરત કરવી જોઈએ. તેનાથી તમને તમારા બ્લડ શુગર લેવલ અને બ્લડ પ્રેશરને પણ ફાયદો થશે. જો તમને કસરત કરાવી પસંદ નથી તો પછી તમે ફક્ત 30 મિનિટ ચાલો. આ પણ તમારા માટે ફાયદાકારક રહેશે.
8) વજન વધવા ના દો : મોટાપા જ આ તમામ રોગોનું કારણ હોઈ શકે છે. વજન વધવાને કારણે જ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગનું કારણ બની શકે છે. હેલ્ધી ખાવા માટે એ પણ જરૂરી છે કે આપણે પ્રોસેસ્ડ ફૂડ જેવા કે મૈંદા વગેરેથી દૂર રહેવું જોઈએ અને સાથે સાથે વધુ પડતું મીઠું અને વધારે પડતી ખાંડ પણ ના ખાવી જોઈએ.
9) ઊંઘના ચક્રનું ધ્યાન રાખો : ઊંઘ દરમિયાન આપણું શરીર પોતાને રિપેરિંગ નું કામ કરે છે. આ એવી રીતે થાય છે કે આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે 7 થી 8 કલાકની ઊંઘની જરૂર હોય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
10) નિયમિતપણે કિડનીનું ચેકઅપ કરાવો : કિડનીનું ચેકઅપ સમયાંતરે કરાવતા રહેવું સારું રહે છે. જો તમારા શરીરમાં બ્લડ યુરિયા પણ વધી રહ્યું છે તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જ જોઈએ અને કિડનીના કિસ્સામાં ચોક્કસપણે ડૉક્ટરની સલાહનું પાલન કરવું જોઈએ.
જો તમને પણ આ જાણકારી પસંદ આવી હોય તો જેને આ માહિતીની જરૂરિયાત છે તેમને મોકલો. આવી જ બીજી જીવન ઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.