heavy jeans washing gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો કે અત્યારના સમયમાં જીન્સ પેન્ટ નો ટ્રેન્ડ ખુબ જ જોરમાં ચાલી રહ્યો છે અને મહિલાઓને જીન્સ ધોવામાં ખુબ જ મહેનત કરવી પડે છે, પરંતુ તમારે જીન્સને દરરોજ ધોવાની જરૂર નથી કારણ કે વારંવાર ધોવાથી જીન્સ જૂનું અને ઝાંખું દેખાવા લાગે છે.

પરંતુ જો તમારે તેને વારંવાર ધોવાની જરૂર પડે છે અને તમે આ માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરવા માંગતા નથી કારણ કે વોશિંગ મશીનમાં જીન્સ ધોવાથી સાફ તો થઈ જાય છે પરંતુ તેની લાઈફ ઓછી થાય છે, તો તમે કેટલીક સરળ ટિપ્સનો ઉપયોગ કરીને, ભારે જીન્સને સરળતાથી ધોઈ શકો છો.

તો તમને પણ જીન્સ ધોવું મહેનતવાળું કામ લાગે છે તો, ચાલો જાણીયે ભારે જીન્સને વોશિંગ મશીન વગર ધોવાની કેટલીક સરળ રીતો વિષે, જે તમારી સમસ્યાને ચપટીમાં દૂર કરી શકે છે.

જીન્સને ઠંડા પાણીમાં ડુબાડો : જો તમે જીન્સને હાથથી ધોવા માંગો છો તો સૌથી સહેલો રસ્તો એ છે કે એક મોટા ટબમાં ઠંડા પાણીને નાંખો અને આ પાણીમાં જીન્સને ડૂબાડી દો. ટબમાં પાણી ભરતી વખતે તમારે તેનું સ્તર એટલું રાખવું પડશે જેથી કરીને આખું જીન્સ તેમાં ડૂબી શકે અને પાણીનું સ્તર જીન્સથી ઉપર હોવું જોઈએ.

ધીમે ધીમે જીન્સને પાણીમાં બોળતી વખતે તમારા હાથથી ઘસો. ઠંડા પાણીનો ઉપયોગ કરવો સરળ છે કારણ કે ઘણી વખત ગરમ પાણીથી જીન્સનો રંગ નીકળવા લાગે છે અને જીન્સને એક વાર ધોયા પછી ફિક્કું દેખાવા લાગે છે.

હવે આ ઠંડા પાણીમાં હળવું ડીટરજન્ટ મિક્સ કરો અને જીન્સને ડીટરજન્ટના પાણીમાં 30 મિનિટથી એક કલાક સુધી પલાળી રહેવા દો. અડધા કલાક પછી જીન્સને ડિટર્જન્ટના પાણીમાંથી બહાર કાઢીને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેને લટકાવીને ટાંગી દો.

ટિપ્સ : જીન્સ ધોતી વખતે હાર્ડ ડીટરજન્ટનો ઉપયોગ ના કરશો, તે જીન્સનો રંગ અને ફેબ્રિક બંનેને ખરાબ કરી શકે છે. ડીટરજન્ટમાં જીન્સ ધોતી વખતે ગરમ પાણીનો ઉપયોગ ના કરો. ડીટરજન્ટની સાથે ગરમ પાણી જીન્સનો કલર ખરાબ કરી શકે છે.

માઈલ્ડ (હળવા) ડીટરજન્ટમાં 1 કલાકથી વધુ સમય સુધી ના પલાળી રાખશો , કારણ કે તે જીન્સના ફેબ્રિકને નુકસાન કરી શકે છે. હંમેશા જીન્સને તડકામાં સૂકવો ત્યારે ઉલટું સૂકવો.

શેમ્પૂ નો ઉપયોગ : જીન્સ ધોવાનો એક સરળ રસ્તો શેમ્પૂ છે. જીન્સને શેમ્પૂથી ધોવા માટે, એક મોટા ટબમાં કોઈપણ શેમ્પૂના 8-10 ટીપાં નાખો અને ટબમાં પાણી ભરીને ફીણ બનાવવાનું છે. હંમેશા ધ્યાન રાખો કે ખાલી ટબમાં પહેલા શેમ્પૂને નાખો અને તેમાં પાણી ભરો જેથી શેમ્પૂ પાણીમાં સારી રીતે ભળી શકે. હવે જીન્સને આ પાણીમાં ડુબાડીને આખી રાત રાખો. બીજા દિવસે જીન્સને શેમ્પૂના પાણીમાંથી કાઢીને સાદા પાણીથી ધોઈ લો અને તેને નીચોવ્યા વગર હેંગરમાં લટકાવી દો.

ટિપ્સ : જો તમે જીન્સને આખી રાત પાણીમાં પલાળીને રાખો છો તો તેના માટે હંમેશા ઠંડા પાણીનો જ ઉપયોગ કરો. જીન્સને વધારે તડકામાં સુકાવાની જગ્યાએ હળવા તડકામાં સૂકવો. જ્યાં સુધી જીન્સ બરાબર સુકાઈ ન જાય ત્યાં સુધી તેને ફોલ્ડ ના કરો, નહીંતર તેમાં રહેલો ભેજ ગંધ અને બેક્ટેરિયાનું કારણ બની શકે છે.

હૂંફાળા પાણી અને બ્રશ : જો તમારી પાસે વધારે સમય નથી તો જીન્સને 15-20 મિનિટ માટે હુંફાળા પાણીમાં પલાળી રાખો. તમારે પાણીમાં ડિટર્જન્ટ કે શેમ્પૂ ઉમેરવાનું નથી. 20 મિનિટ પછી તેને પાણીમાંથી કાઢી લો અને તેને હળવા બ્રશથી ઘસો. બ્રશથી જીદ્દી ડાઘ દૂર થઇ જશે અને જીન્સ સ્વચ્છ થઇ જશે. બ્રશથી સ્ક્રબ કર્યા પછી જીન્સને હૂંફાળા પાણીમાં બોળીને સૂકવવા માટે લટકાવી દો.

ટિપ્સ : જીન્સ સુકાઈ ગયા પછી, તેને બે જાડા ટુવાલની વચ્ચે મૂકીને રોલ અપ કરો. જીન્સને બે ટુવાલ વચ્ચે ફેરવવાથી જીન્સમાંથી બાકી રહેલો ભેજને શોષી લેવામાં આવશે. જીન્સને રોલ કર્યા પછી ટુવાલને નીચે દબાવો જેથી ટુવાલ પાણી શોષી લે અને જીન્સમાં કોઈપણ ભેજ ના રહે.

આ બાબતો ધ્યાન રાખો : તમે જીન્સને વારંવાર ધોવા નથી માંગતા અને તેમાંથી દુર્ગંધ આવવા લાગી છે તો તેને 24 કલાક માટે હેંગર પર લટકાવી દો. હંમેશા જીન્સને તડકામાં લટકાવતી વખતે તેને ઉલટું બાજુ લટકાવો જેથી તેના રંગને તડકામાં પ્રભાવિત ના થાય.

જો જીન્સ ખૂબ ગંદુ ના થઇ હોય અને તેના પર થોડા ડાઘ પડયા હોય તો, તે જગ્યાએ ડાઘ દૂર કરવા માટેની પ્રોડક્ટનો ઉપયોગ કરો. પ્રોડક્ટને ડાઘવાળી જગ્યા પર થોડીવાર માટે રાખીને છોડી દો અને પછી ભીના કપડાથી ડાઘ સાફ કરી લો.

જીન્સના રંગને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ઠંડા પાણીમાં એક કપ વિનેગર અને એક ચોથાઈ કપ મીઠું મિક્સ કરો અને આ મિશ્રણમાં જીન્સને 20 મિનિટ સુધી પલાળી રાખો. આ મિશ્રણો જીન્સનો રંગ સેટ કરવામાં અને રંગને ઝાંખા પડતા અટકાવે છે.

ઉપર જણાવેલી બધી ટિપ્સને અપનાવીને તમે તમારા ભારે જીન્સને વોશિંગ મશીન વગર સરળતાથી સાફ કરી શકો છો. જો તમને પણ આ ટિપ્સ ગમી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા