hing na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ખાવાનું ચટાકેદાર બનાવવા માટે આપણે રસોડામાં વિવિધ મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ. આવો જ એક મસાલો છે હિંગ કે જેનો ઉપયોગ ખાવામાં ફ્લેવર લાવવા માટે, દાળમાં તડકો લગાવવા અને શાકમાં વાયુને દૂર કરવા માટે પણ થાય છે. તેની સાથે સાથે જ તે ઘણી બીમારીઓને દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે હીંગનો ઉપયોગ દરેકના ઘરમાં થાય છે તેમ છતાં તે ભારતમાં ઉગાડવામાં આવતી નથી. તમે હીંગ વિશે જાણો છો જે સામાન્ય રીતે સમગ્ર દેશમાં ઉપયોગમાં લેવાય છે અને ઈરાન, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે.

આપણે માટે સારા સમાચાર એ છે કે હવે સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ના વૈજ્ઞાનિકોએ હિમાચલ પ્રદેશમાં હિંગના છોડનું વાવેતર કર્યું છે અને જો આ ખેતી સફળ થશે તો તેને સ્થાનિક સ્તરે ઉગાડવામાં આવશે.

તમે જોયું જ હશે અથવા સાંભળ્યું હશે કે જ્યારે પણ ઘરમાં નાના બાળકના પેટમાં દુખાવો થાય છે ત્યારે ઘરના વડીલો બાળકના પેટમાં હિંગ લગાવવાનું કહે છે અને થોડીવાર પછી નાભિની આસપાસ હિંગથી માલિશ કરવાથી બાળકને રાહત મળી જાય છે. હીંગ રસોઈની સાથે માત્ર પેટના દુખાવાને દૂર કરવા માટે જ નહીં પરંતુ અનેક રોગોમાં રામબાણની જેમ કામ કરે છે.

પેટ માટે છે રામબાણ ઉપાય : પેટનો દુખાવો અને અપચોની સમસ્યાને દૂર કરવા માટે લગભગ તમામ મહિલાઓ હિંગનો ઉપયોગ કરે છે. તેમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોને કારણે પેટની સમસ્યાઓથી રાહત અપાવે છે. હિંગનો ઉપયોગ ગેસની સમસ્યા અને અપચોથી છુટકારો મેળવવા માટે કરી શકાય છે.

પેટમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો 1 કપ પાણીમાં થોડી હિંગ ભેળવીને અથવા પેટમાં દુખાવો થતો હોય તો હિંગને પાણીમાં ઓગાળીને થોડી ગરમ કરીને નાભિમાં નાખીને અને નાભિની આસપાસ લગાવો. આમ કરવાથી તમને થોડી જ વારમાં રાહત મળે છે.

હીંગ પણ પેઈનકિલર છે : હીંગનો ઉપયોગ અનેક પ્રકારના દુખાવાને દૂર કરવા માટે કરવામાં આવે છે. તમે તેને નેચરલ પેઈનકિલર કહી શકો છો. તેમાં હાજર એન્ટી ઇન્ફ્લેમેટરી અને દર્દ નિવારક ગુણોને લીધે તે પેઈનકિલર તરીકેનું કામ કરે છે.

પેટના દુખાવા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના વિષે તો ઉપર વાત કરી ચૂક્યા છીએ, પરંતુ તેનો ઉપયોગ માથાનો દુખાવો, દાંતના દુખાવા અને પીરિયડના દુખાવામાં રાહત આપવામાં માટે પણ થાય છે.

માથાનો દુખાવો થાય ત્યારે હળવું ગરમ કરીને લેપ લાગવાથી ફાયદો થાય છે અને પીરિયડ્સના દિવસોમાં મોટાભાગની મહિલાઓ પેટમાં દુખાવો અને ખેંચાણની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં એક ચપટી હીંગ પાણી સાથે લેવાથી આરામ મળે છે અને દાંતમાં દુખાવો થાય ત્યારે દુખતા દાંત પર લીંબુના થોડા ટીપાં સાથે હિંગ લગાવવાથી આરામ મળે છે.

બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે : હિંગ ઇન્સ્યુલિનને છુપાવવા માટે અગ્નાશય કોષોને ઉત્તેજિત કરે છે, જેનાથી બ્લડ સુગર સ્તર નિયંત્રણમાં રહે છે અને ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું થાય છે. તમારા આહારમાં હિંગનો ઉપયોગ કરવાની સાથે તમે નવશેકું પાણીમાં હિંગ નાખીને પી શકો છો. આ તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે.

શ્વાસ સંબંધી રોગોમાં ફાયદાકારક : હીંગ શ્વાસ સંબંધી રોગો માટે ફાયદાકારક છે. હીંગ કુદરતી રીતે લાળને દૂર કરીને ચેસ્ટ કન્જેક્શનને દૂર કરે છે. ઉધરસ, શરદી કે શ્વાસનળીની સમસ્યામાં તેને મધ અને આદુ સાથે ભેળવીને ખાવાથી ઘણી રાહત મળે છે.

ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે : હીંગમાં હાજર એન્ટી ઇન્ફ્લેમેટરી તત્ત્વો પીડાને દૂર કરવા સિવાય ત્વચાની સંભાળ પણ રાખે છે. કદાચ તમે જોયું જ હશે કે સ્કિન કેર પ્રોડક્ટ્સમાં હિંગ ઉમેરવામાં આવે છે અને તે ત્વચાની ખંજવાળ દૂર કરે છે. ત્વચા પર હિંગ લગાવવાથી ઠંડકની અસર થાય છે અને ત્વચાની સમસ્યાઓ માટે જવાબદાર બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ મળે છે.

તો કોની રાહ જોઈ રહયા છો, તમારા રસોડામાં હાજર આ મસાલાને તમારા આહારનો એક ભાગ બનાવો અને બીમારીઓને દૂર ભગાડો. જીવનઉપયોગી માહિતી અને રસોઈ સંબંધિત વધારે જાણકરી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા