home remedies for cockroaches
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરમાં વંદો આવવાની સાથે ઘરમાં તમે ખુબ જ પરેશાન થઇ જાઓ છો, તેથી આજે આ લેખમાં અમે તમને એવા ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ જે કરવાથી તમને માત્ર બે મિનિટનો સમય લાગશે અને તમે જીવનભર માટે વંદોથી છુટકારો મેળવી શકશો.

વંદાઓથી છુટકારો મેળવવા માટે બજારમાં તમને અનેક પ્રકારના કેમિકલ્સ પ્રોડક્ટ મળી જશે, પરંતુ તમે ઘણી વખત જોયું હશે કે આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી વંદો તો નથી જતા પરંતુ ઘરના સભ્યો બીમાર ચોક્કસથી પડી જાય છે.

કેમિકલ્સ પ્રોડક્ટનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે સારો નથી અને જો તેનો રસોડામાં ઉપયોગ કરવામાં આવે છે તો તેની ગંધની અસર ખોરાક પર પણ પડે છે, જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેથી તમારે વંદાઓથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય જાણવા જોઈએ જે કેમિકલફ્રી છે.

1 તેજપત્તા : તમાલપત્ર તમારા ખોરાકનો સ્વાદ વધારવાની સાથે તમારા ઘરમાંથી વંદાઓને બહાર કાઢવામાં પણ મદદ કરે છે, ફક્ત તેને તમારા હાથથી મસળીને ભૂકો બનાવી, તેને રસોડાના દરેક ખૂણામાં નાખી દો અથવા જ્યાં વધારે વડાઓ હોય ત્યાં નાખો. તેની ગંધથી છુપાયેલ વંદાઓ બહાર આવે છે અને ત્યાંથી ભાગી જાય છે.

2 બોરિક પાવડર : આ તમને કોઈપણ કરિયાણાની દુકાનમાંથી મળી જશે. તેને લોટમાં ભેળવીને કણક બનાવી નાના બોલ્સ તૈયાર કરો. રસોડામાં જ્યાં પણ કોકરોચ હોય ત્યાં એક-એક ટેબ્લેટ મુકો. ત્યાંથી વંદો ગાયબ થઈ જશે અને જો તમે મહિનામાં કે વીસ દિવસમાં એકવાર આ ઉપાય કરો છો તો વંદો ક્યારેય રસોડામાં પાછા નહીં આવે.

3 બેકિંગ સોડા : બેકિંગ સોડાનો ઉપયોગ લગભગ દરેક ઘરના રસોડામાં થતો હોય છે, માત્ર એક કપમાં પાણી ઉમેરો અને તેમાં બેકિંગ સોડા ઉમેરો અને આ સોલ્યુશનને રસોડામાં અને ઘરના દરેક ખૂણામાં નાખો જ્યાં વંદો હોય, જેના સુગંધ વંદાઓને આકર્ષે છે.

તમને જણાવી દઈએ કે ખાવાનો સોડા કોકરોચ માટે ઝેર સમાન છે, તેથી તેઓ જાતે જ બહાર આવે છે અને ભાગી જાય છે અથવા જો તે દ્રાવણને વળગી રહે છે કે તરત જ મરી જાય છે. તેની સુગંધ રસોડામાં પણ લાંબા સમય સુધી રહે છે જેના કારણે વંદાઓ ક્યારેય પાછા નથી આવતા.

4 લવિંગ : લવિંગનો રંગ ભલે વાણૉ જેવો લાગતો હોય પરંતુ તે વંદોની વાટ લગાવવામાં સૌથી વધુ ઉપયોગી છે. જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો રસોડામાં જ્યાં પણ લવિંગ રાખવામાં આવે છે ત્યાં વંદો નજીક પણ આવતા નથી. તો તમે પણ રસોડાના દરેક ખૂણામાં એક લવિંગ રાખો અને તેને દર મહિને બદલતા રહો, તેનાથી તમારા રસોડા અને ઘરમાંથી વંદાઓ હંમેશા માટે દૂર થઈ જશે.

5 ઇંડાના છોતરા : જો તમે જાણતા નથી તો જણાવી દઈએ કે વંદાઓ ઈંડાના છોતરાથી બીવે છે અને આ વાત સંશોધનમાં પણ સાબિત થઈ છે. જો તમે ઘરે ઈંડું ખાઓ છો તો તમે તેની છાલ થોડા સમય માટે વંદાઓ આવે છે ત્યાં મૂકી દો અને વંદો ત્યાંથી અદૃશ્ય થઈ જશે.

6 કેરોસીન : જો તમારા ઘરમાં કેરોસીન છે તો તેના થોડા ટીપાં રસોડાના દરેક ખૂણામાં નાખો. પરંતુ ધ્યાનમાં રાખો કે તે તમારા ખોરાક સુધી ના પહોંચે. રસોડાના અલમારીમાં પણ કપડાથી તેની સુગંધ ફેલાવો, જેથી કબાટમાં કે રસોડામાં ક્યારેય વંદો નહીં આવે.

જો તમે પણ વંદાઓથી પરેશાન થઇ ગયા છો તો આ ઘરેલુ ઉપાય કરીને છુટકારો મેળવી શકો છો. આવી જ બીજી કિચન ટિપ્સ ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા