જૂના જમાનામાં જો તાવ, શરદી, ઉધરસ કે કફ થયો હોય તો જૂના જમાના નાં લોકો કેવી રીતે ઘરેલૂ ઉકાળો બનાવતાં હતા જે વિશે જાણીશું. તમને જો તાવ, શરદી, ઉધરસ કે કફ થયો છે તો તમને આ ઉકાળો પી શકો છો. એક તપેલીમાં 2 ગ્લાસ પાણી ઉમેરો. હવે 2 તેજ પટ્ટા એડ કરો.
આ ઉકાળો એ બહુ જ ફાયદારક છે અને તરત જ રાહત આપનારો છે. અત્યારે ઘરે ઘરે શરદી, તાવ હોવાથી આ બહુ જ ફાયદાકારક છે જે તમને ઇન્ફેક્સન થી પણ બચાવે છે. હવે 2 ટુકડા આદુ ને ક્રશ કરીને એડ કરો. આદુને ક્રશ કરીને નાખવાથી તેનો પુરે પૂરો કસ આવે છે.
હવે 4 થી 5 લવિંગ એડ કરો. લવિંગ છાતીમાં રહેલા કફ ને દૂર કરવામાં મદદ કરે છે. હવે 2 ચમચી તાજ પાઉડર એડ કરો. તજ શરદી અને તાવ સામે રક્ષણ આપે છે. હવે એક નાની ચમચી હળદર પાઉડર એડ કરો. હવે એક ચમચી જેટલો અજમો અને 8 થી 10 કાળામરી નો પાઉડર એડ કરો.
કાળામરી તમને કફ અને ઇન્ફેક્સન રોકવામાં મદદ કરે છે. હવે 2 ચમચી સંચાર પાઉડર એડ કરીશું જે મેગ્નેશિયમ, પોટેશિયમ થી ભરપૂર હોય છે જે તમને કફ શરદી સામે લાદવામાં મદદ કરે છે. હવે તમે થોડોક ગોળ એડ કરો. હવે 8 થી 10 પાન તુલસી એડ કરી લો.
હવે જ્યાં સુધી અડધું પાણી ના થાય ત્યાં સુધી ઉકરવા દો. અહીંયા 2 ગ્લાસ પાણી લીધું હતું તો 1 ગ્લાસ થાય ત્યાં સુધી ઉકરવા દેવાનું છે. હવે ગરણી ની મદદ થી ગાળી લો. ગરમ ગરમ સર્વ કરો. આ ઉકાળો તમે દિવસ માં ત્રણ વાર પી શકો છો.
તમને જો તાવ, શરદી, ઉધરસ, કફ કે કોઈ પણ વાઇરસ નું ઇન્ફેક્સન છે તો આ ઉકાળો તમે પી શકો છે. આપણે જેટલી પણ સામગ્રી એડ કરી છે તે આપણને રોગ પ્રતિકારક શક્તિ પુરી પડે છે. તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો
અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.