શિયાળામાં સૌથી વધારે જોવા મળતી સમસ્યા છે તે છે ડેન્ડ્રફ. આ એક એવી સમસ્યા છે જે આસાનીથી થઈ જાય છે, પરંતુ તે આસાનીથી દૂર નથી કરી શકાતી. ડેન્ડ્રફ વાળ ખરવાના સૌથી સામાન્ય કારણોમાંનું એક છે અને ઘણા લોકો તેને દૂર કરવાના ઉકેલ શોધવા આતુર હોય છે.
કારણ કે આ એક સામાન્ય સમસ્યા છે, તેને લગતી ઘણી હેર કેર પ્રોડક્ટ્સ બજારમાં મળી જાય છે પરંતુ તેનો કાયમી ઉકેલ ખૂબ જ મુશ્કેલ છે. ઘણા શેમ્પૂ અને તેલ દાવો કરે છે કે ડેન્ડ્રફ 15 દિવસમાં ખતમ થઈ જશે પરંતુ તે શક્ય નથી અને આ પ્રોડક્ટ્સ ઘણી મોંઘી હોય છે. ઘણી વખત ડેન્ડ્રફની સમસ્યા વાળ ખરવાનું કારણ બની જાય છે.
આવા સંજોગોમાં જો કોઈ આયુર્વેદિક ઉપાય મળી આવે તો જે કેમિકલ પ્રોડક્ટ વગર ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરી શકે તો તમે શું વિચારશો ? આજે આ લેખમાં અમે તમને એક આયુર્વેદિક નુસખા વિષે જણાવીશું, જે ડેન્ડ્રફ માટે અસરકારક સાબિત થઈ શકે છે.
ડેન્ડ્રફ શું હોય છે : ખોડો એક ખોપરી ઉપરની ચામડીનો ભાગ છે જે સૂકાયા પછી ખોપરી ઉપરની ચામડી છોડી દે છે. આવું એટલા માટે થાય છે કારણ કે માથાની ચામડી ડેડ થઇ જાય છે. આ થવાના ઘણા કારણો હોઈ શકે છે અને સૌથી સામાન્ય કારણ ઇન્ફેક્શન છે. આ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ માથાની ચામડીમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે.
નિષ્ણાતો મુજબ શું છે ઉપાય : નિષ્ણાત મતે આયુર્વેદથી આ સમસ્યાને રોકવી જોઈએ. લોકોએ સૌથી પહેલું કામ છે એ છે કે તેમના માથાની ચામડીને સ્વચ્છ રાખવી જોઈએ. જો માથાની ચામડી લાંબા સમય સુધી ગંદુ રહે છે તો ડેન્ડ્રફ વધારે થવાની શક્યતા છે. આ માટે તમે હર્બલ શેમ્પૂથી તમારી સ્કેલ્પને હંમેશા સાફ રાખો.
આ સાથે હિબિસ્કસ પાવડર, રીઠા અને શિકાકાઈનો ઉપયોગ કરી શકાય છે કારણ કે તે વાળને સ્વચ્છ રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. તમે સારા આયુર્વેદિક તેલનો પણ ઉપયોગ તમારા વાળમાં કરી શકો છો, જેમ નારિયેળ તેલ છે અને જેમાં ધૂર્ધૂરપથરાદી જેવી ઘણી બધી જડીબુટ્ટીઓનું મિશ્રણ હોય છે,
આ તેલ વાત અને કફના દોષોને દૂર કરે છે અને રક્ત પરિભ્રમણને વધારે સારું બનાવે છે. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા ઓછી થઇ જાય છે. આમ કરવાથી ડેન્ડ્રફ તો દૂર થાય છે પણ માથાની ચામડીના ફંગલ ઇન્ફેક્શનને કારણે ખરતા વાળમાં પણ ધીમે ધીમે ઓછા થઇ જાય છે.
1. લીમડો : જો ફંગલ ઇન્ફેક્શનને કારણે ડેન્ડ્રફની સમસ્યા વધી રહી છે તો લીમડાના તેલનો ઉપયોગ કરો. તેમાં એન્ટી-ફંગલ ગુણ હોય છે જે ખોપરી ઉપરની ચામડીને ઠીક કરવામાં મદદ કરે છે. લીમડાના ગુણો ડેન્ડ્રફને દૂર કરવામાં મદદરૂપ છે અને તેનો ઉપયોગ હંમેશા હેર કેર માટે કરવામાં આવે છે.
જો તમે ઈચ્છો તો લીમડાનો હેર માસ્ક બનાવીને લગાવી શકો છો, આ માટે લીમડાના પાનને પીસીને તેની એક પેસ્ટ બનાવો અને તેમાં દહીં ઉમેરો અને આ હેર માસ્કને તમારી સ્કેલ્પ પર લગાવો. તેને 15 થી 20 મિનિટ સુધી રાખીને પછી ધોઈ લો.
2. ઈંડા અને લીંબુ : તમે ખોપરી ઉપરની ચામડી પર ઇંડાની જરદી અને લીંબુનો બનેલો હેર માસ્ક પણ લગાવી શકો છો. આ માટે તમે બે ઈંડાની જરદીમાં એક લીંબુનો રસ મિક્સ કરો અને પેસ્ટ બાનાવો. હવે તેને સ્કેલ્પ પર સારી રીતે લાગટાવીને અડધો કલાક સુધી રહેવા દો. અડધા કલાક પછી તેને ધોઈ લો.
3. આમળા અને તુલસી : તમારા વાળની ત્વચાને ઠીક કરવા માટે આમળા અને તુલસીની પેસ્ટ પણ ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ માટે પહેલા આમળા પાવડર અને તુલસીને એકસાથે પીસી લો અને પછી પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને તમારા માથા પર લગાવો.
4. મેથીના દાણા : મેથીનો ઉપયોગ હેર કેર માટે પણ કરવામાં આવે છે. મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ બીજે દિવસે સવારે પીસી લો. આ પેસ્ટને તમે ઉપર જણાવ્યા તે પ્રમાણે માથાની ચામડી પર લગાવી શકો છો અથવા તમે તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. તમારા વાળને ઘણી રાહત મળશે.
5. ઇંડા : તમે તમારા વાળમાં આખું ઈંડુંને લગાવી શકો છો. જો કે તે માટે થોડો વધારે લગાવવું પડશે. આ માટે તમે એક વાસણમાં બે ઈંડા લઈને એકસાથે તોડી લો અને તેને સારી રીતે ફેટી લો. આ પછી તેને તમારા વાળમાં લગાવો અને 1 કલાક સુધી રાખો અને પછી શેમ્પૂથી ધોઈ લો.
અમને આશા છે કે આ માહિતી તમને જરૂરથી ગમી હશે, તમારો અનુભવ અમને મેસેજ બોક્સમાં જણાવો. આ સાથે આવી જ બીજી જીવનઉપયોગી જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.