home treatment for cough
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે પણ હવામાન બદલાય છે ત્યારે આપણા શરીરમાં બિમારીનું જોખમ વધી જાય છે અને તે પણ ખાસ કરીને આપણે ઉનાળાથી શિયાળામાં જઈએ છીએ, આવી સ્થિતિમાં, આપણું બીમાર પડવાનું જોખમ ઘણું વધી જાય છે. એટલા માટે ઘરના લોકો સલાહ આપે છે કે આ સિઝનમાં પોતાનું ધ્યાન રાખો.

શિયાળામાં બધા લોકો ગરમ કપડાં પહેરે છે, આરોગ્યપ્રદ વસ્તુઓ ખાય છે અને શરદીથી બચવા અને બીમાર ન પડે તે માટે વધુ સારી દિનચર્યા અપનાવે છે. ઘણા લોકો સવારે કસરત કરવાનું રાખે છે જેથી સ્વસ્થ્ય રહી શકે. પરંતુ આ સિઝનમાં સૌથી મોટી સમસ્યા એ છે કે લોકોને ઉધરસ થાય છે અને તે પણ સૂકી ઉધરસ.

જેના કારણે લોકો ખુબજ હેરાન થાય છે અને ભારે હાલાકી ભોગવવી પડે છે. આવી સ્થિતિમાં આપણે અનેક પ્રકારની દવાઓનું સેવન કરીએ છીએ, પરંતુ આ સિવાય જો આપણે ઈચ્છીએ તો કેટલાક ઘરેલું ઉપાયો દ્વારા પણ સૂકી ઉધરસમાં રાહત મેળવી શકીએ છીએ. તો ચાલો અહીંયા તમને કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશું જેનાથી તમે સૂકી ઉધરસમાં રાહત મેળવી શકો છો.

તુલસી: તુલસીને આપણે માતા તરીકે પૂજીએ છીએ. ઘરેકના ઘરે તુલસી મળી રહે છે. તુલસીના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સૂકી ઉધરસમાં રાહત મેળવવા માટે તમારે તુલસીના પાન, કાળા મરી અને આદુને એકસાથે પીસીને લેવું. ત્યાર બાદ તેમને પાણીમાં ઉકાળો.

અંતે, તમે તેને થોડું મધ ઉમેરીને ઉકાળી શકો છો અને પછી તેનું સેવન કરી શકો છો. આદુવારી ચા: શિયાળાની ઋતુમાં સૂકી ઉધરસથી બચવા અને તેનાથી રાહત મેળવવા માટે તમે આદુની ચા લઈ શકો છો. તેમાં હાજર એનાલજેસિક વાયરસ સામે લડે છે. તેથી શિયાળામાં આદુવારી ચા દિવસમાં બે વાર પીવી જોઈએ.

મધ અને કાળા મરી પાવડર: સૂકી ઉધરસમાં રાહત મેળવવા માટે તમે મધ અને કાળા મરીના પાવડરની મદદ પણ લઈ શકો છો. તમારે એક ચમચીમાં થોડો કાળા મરીનો પાવડર અને થોડું મધ મિક્સ કરીને તેનું સેવન કરવું પડશે અને ધ્યાન રાખો કે આના પછી તરત જ પાણી ન પીવો.

આંમળા: સૌ પ્રથમ આંમળાને સુકાવીને તેનું ચૂરણ બનાવી લેવું. આ ચૂરણમાં સમાન માત્રામાં ખાંડ મિક્સ કરી લેવી. દરરોજ સવારે એનું 5 ગ્રામ તાજા પાણી સાથે સેવન કરો. તમારી જૂનામાં જૂની ખાંસી પણ થોડા દિવસોમાં ઠીક થઈ જશે.

લવિંગ: લવિંગ સૂકી ઉધરસમાં પણ રાહત આપવા માટે જાણીતું છે. તમારે થોડીક લવિંગને શેકી લેવાની છે અને પછી તેને ચાવવાની છે. આમ કરવાથી તમારી ઉધરસ બંધ થઈ શકે છે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા