homemade cleaner for floors
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરરોજ સફાઈ કર્યા પછી પણ અમુક વસ્તુઓની ચમક ઓછી થઇ જાય છે. કેટલાક લોકોના ફર્નીચરની સાફ સફાઈ સારી રીતે થતી નથી જ્યારે કેટલાકના ઘરના ફર્શની ચમક ઉડી જાય છે. આવી સ્થિતિમાં લોકો બજારમાંથી ક્લીનર ખરીદે છે. પરંતુ ઘણા ક્લીનરની કિંમત વધારે હોય છે અથવા કેટલાક ઘરની સફાઈમાં સારી રીતે કામ નથી કરી શકતા.

આવી સ્થિતિમાં તમે ઘરની સફાઈ માટે તમારા પોતાના ઘરે ક્લીનર કેમ ન બનાવી શકાય ? ઘણા લોકો વિચારતા જ હશે કે ઘરની સફાઈ માટે ક્લીનર ? હા, આવો અમે તમને જણાવીએ કે ઘરમાં ક્લીનર બનાવવા માટે તમારે શું કરવું જોઈએ.

ફર્નિચર સાફ કરવા માટે સ્પ્રે બનાવો : લાકડાના ફર્નિચર પર ધૂળ અને બીજા ઘણા પ્રકારના ડાઘા પડી જાય છે. ક્યારેક કોઈ વસ્તુ પડી જાય છે તો ઘી કે તેલના ડાઘા પડે છે. ઘણા ઘરોમાં રસોડામાં પણ લાકડાની અલમારી હોય છે જે ઘણીવાર ચીકણી થઇ જાય છે.

આ બધી સમસ્યાઓથી બચવા માટે તમે તમારા ઘરમાં જ એક ક્લીનર બનાવી શકો છો . આ માટે તમારે મિનરલ તેલ અને લીંબુના રસની જરૂર પડશે. મિનરલ તેલ અને લીંબુનો રસ સરખી માત્રામાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરી લો.

હવે સૌથી પહેલા ફર્નિચરને સૂકા કપડાથી સાફ કરો. આ પછી કપડા પર મિનરલ ઓઈલ અને લીંબુના રસથી બનેલું સોલ્યુશન લગાવીને ફર્નિચર સાફ કરો. આ પછી ફર્નિચરને ફરીથી ભીના કપડાથી સાફ કરો. આ રીતે સફાઈ કરવાથી ફર્નિચર પરના ડાઘા અને ચીકણાપણું 50 ટકા સુધી ઓછું થઈ જાય છે.

જો તમને હજુ પણ ફર્નિચરની ચમક ઓછી દેખાતી હોય તો ફર્નિશરને પોલિશ કરવા માટે, કપડા પર થોડું ઓલિવ ઓઈલ લગાવીને ફર્નિચરને સાફ કરી શકો છો.

પીળા ફ્લોરને ચમકદાર બનાવશે આ વસ્તુઓ : ઘરનો ફ્લોરના પથ્થર કે ટાઇલ્સ થોડા સમય પછી પીળા થઈ જાય છે. જો તમારા ઘરનો ફ્લોર પણ પીળો અને ગંદો થઈ ગયો હોય તો તમે એક લીકવીડ બનાવીને ઘરને સાફ કરી શકો છો. આ માટે તમારે બે વસ્તુઓની જરૂર પડશે હાઇડ્રોજન પેરોક્સાઇડ સોલ્યુશન અને બેકિંગ સોડા.

હાઇડ્રોજન પેરોક્સાઇડ સોલ્યુશન તમને કોઈપણ કેમિસ્ટની દુકાન પરથી મળી જશે. આ બે વસ્તુઓને મિક્સ કરીને એક ઘટ્ટ પ્રવાહી બનાવો. હવે જ્યાં પણ તમારો ફ્લોર ગંદો દેખાય છે ત્યાં આ પ્રવાહીને છાંટીને 5-10 મિનિટ માટે રહેવા દો અને પછી બ્રશથી સાફ કરો.

આ તમારા ફ્લોરને પહેલા કરતા વધુ સ્વચ્છ અને ચમકદાર બનાવશે. તમે ફર્નીચર અને ફ્લોરિંગ જ નહીં ઘરને લગતી કોઈપણ સફાઈ માટે ઘરે હોમ ક્લીનર બનાવી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે આવા જ સ્પ્રે બનાવવાની રીત વાંચવા માટે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા