પનીર એ તાજું ચીઝ છે જે ગરમ કરેલા દૂધને દહીં કરીને તૈયાર કરવામાં આવે છે. સ્ટોરમાંથી ખરીદેલા પનીર કરતાં ઘરે બનાવેલું પનીર સ્વાદમાં શ્રેષ્ઠ સ્વાદ અને એકદમ તાજું હોય છે. પનીર બધા શાકાહારી લોકો માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. ઘરે પનીર બનાવવું એકદમ સરળ છે.
પનીર બનાવવા માટે વિવિધ પ્રકારના એસિડિક એજન્ટોનો ઉપયોગ કરવામાં આવે છે. દૂધમાંથી પનીર બનાવવા માટે સામાન્ય રીતે લીંબુનો રસ અને વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને દહીંનો ઉપયોગ કરીને ઘરે પનીર કેવી રીતે બનાવવું તે વિશે જણાવીશું.
આ સાથે પનીર બનાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ સાથે તેને સ્ટોર કરવાની રીત પણ જણાવીશું. આ પનીર બનવામાં એકદમ નરમ અને ક્રીમી બને છે. તો ચાલો જોઈલો ઘરે પનીર બનાવવાની રીત. પનીર બનાવવા માટેની સામગ્રી: 1 લીટર દૂધ (ઘરનું દૂધ)
અડધો કપ કપ દહીં (થોડું ખાટું ). થોડું ઠંડુ પાણી
પનીર બનાવવાની રીત: સૌ પ્રથમ એક જાડા તળિયાના વાસણમાં દૂધ ઉમેરો અને તેને મધ્યમ તાપ પર ઉકળવા દો.એક ઉભળો આવે ત્યાં સુધી ઉકળવા દો. પછી ગેસ ને ધીમો કરી એક થી બે મિનિટ માટે દૂધ ને હળવો જેથી તે પેનના તળિયે ચોંટે નહીં. (જો તમારે પનીર ને એકદમ મલાઈ વાળું બનાવવું હોય તો આ સમયે અડધા કપ જેટલી મલાઈને ઉકળતા દૂધમાં ઉમેરો).
દૂધ ઉકળે એટલે અડધા કપ દહીંને થોડું થોડું ઉમેરા જાઓ અને દૂધને હલાવતા જાઓ. બધું દહીં થોડું થોડું ઉમેર્યા પછી તમે જોઈ શકશો કે તમારું દૂધ ફાટી ગયું હશે. આ સમયે ગેસ બંધ કરી દો વાસણને નીચે ઉતારો. હવે દૂધ અને પાણીને સંપૂર્ણપણે અલગ કરવા માટે એક મોટા બાઉલ પર એક કોટનનું કાપડ પાથરો. હવે પનીરને આ કપડાંની મદદથી સારી રીતે ગાળી લો.
હવે ગરમા ગરમ પનીર પર થોડું પાણી એક કરો જેથી પનીરમાંથી ખાટસનો ભાગ જતો રહે. હવે કપડાને ઉપરથી વાળીને તેમાંથી સંપૂર્ણ પાણી નીચોવી લો. ( જો પનીરમાં પાણી રહેશે તો પનીરના બરાબર પીઆઈએસ થશે નહીં).
હવે કાપડને સારી રીતે ફોલ્ડ કરો અને પનીર પર એક વજન વારા વાસણ નીચે અથવા તો ઘરમાં રહેલા નળ સાથે બાંધીને લટકાવી લો. પનીરને સેટ થવા માટે 30 મિનિટ માટે મૂકો. 30 મિનિટ પછી તમારું પનીર એકદમ દુકાને મળે તેવું બનીને તૈયાર થઇ ગયું હશે.
હવે જાણીલો કે પાણીએ ને 2-3 મહિના સુધી સ્ટોર કરવાની રીત: પનીરને સ્ટોર કરવા માટે, તેને પ્લાસ્ટિકની બેગ અથવા કોથળીમાં પેક કરી દો અને તેને હવાચુસ્ત પાત્રમાં (એર ટાઈટ ડબ્બામાં) રાખો. આ રીતે કોથળીમાં પનીરને રાખીને ફ્રીજરમાં રાખવાથી તમારું પનીર 2 થી 3 મહિના સુધી એકદમ સોફ્ટ અને સારૂ રહે છે.
ખાસ નોંધ લેવી: સંપૂર્ણ ચરબીયુક્ત દૂધનો ઉપયોગ કરો કારણ કે તેમાંથી સારી માત્રામાં પનીર બને છે. દૂધમાંથી દહીં બની જાય ત્યાં સુધી ધીમે ધીમે દહીં ઉમેરવુ. જ્યારે પનીર અને પાણી અલગ થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો.
પનીરને નિચોવતી વખતે તેમાંથી નીકળતા પાણીમાં પ્રોટીનની માત્રા વધુ હોય છે જેથી આ પાણીનો ઉપયોગ રોટલી કે પરાઠા બનાવતી વખતે લોટ બાંધવામાં કે દાળ બનાવવામાં ઉપયોગ કરી શકો છો.
ઘરે બનાવેલું પનીર 2-3 મહિના સુધી તાજું રાખવા માટે તેને પ્લાસ્ટિકની કોથળીમાં ઢાંકીને ફ્રીજમાં રાખવામાં આવે છે. જયારે પણ પનીરનો ઉપયોગ કરવો હોય ત્યારે પનીરને થોડું વાર પહેલા ફ્રિજરમાંથી બહાર કાઢી અને પાણીમાં રાખવું જેથી તે એકદમ સોફ્ટ થઇ જાય.
જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.