housewife meaning in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ગૃહિણી કહો કે ઘર બનાવનાર, આ બંને શબ્દ કહેવા માટે ખુબ જ નાના શબ્દો છે પરંતુ જાણે કે આખું વિશ્વ તેમાં સમાયેલું છે. ક્યારેક તે પત્નીના સ્વરૂપમાં, ક્યારેક વહુ, ક્યારેક દીકરી, ક્યારેક શિક્ષિકા તો ક્યારેક કુક, આ ગૃહિણી છે જેની કિંમત બહુ ઓછા લોકો જાણતા હશે.

ઘણીવાર બહારના લોકો પરિવારના લોકોને કેટલી વાર પૂછે છે ત્યારે તેઓ સરળતાથી કહે છે કે તેઓ કંઈ કરતા નથી તે તો માત્ર એક ગૃહિણી છે. જો કે લોકડાઉનના સમયે જે લોકો નહોતા જાણતા તે પણ લોકો સારી રીતે સમજી ગયા છે કે ગૃહિણી શું શું કરે છે.

જો જોવામાં આવે તો તે દેશના ભવિષ્યના નિર્માણમાં પણ સમાન રીતે ભાગ લે છે ત્યારે તો યુવા પેઢી આગળ વધે છે અને સફળતાના શિખરો સુધી પહોંચી શકે છે. ગૃહિણીમાં આવા અનેક ગુણો છે જે તેને સમાજમાં વિશેષ દરજ્જો આપે છે. તેમનામાં કેટલાક એવા ગુણો છે જે આજે અમે તમને જણાવીશું, જે દરેક વ્યક્તિએ શીખવું જોઈએ.

એકસાથે અનેક કામ કરવાના ગુણ : જ્યારે પુરૂષો નોકરીની વાત કહીને ‘હું વ્યસ્ત છું’ કહીને ઘરના તમામ કામો પરથી મોં ફેરવી લે છે જ્યારે હાઉસવાઈફ પોતાની ઘણી જવાબદારીઓ એકસાથે નિભાવે છે. તેઓ બહુ સગવડતાની સાથે એકસસાથે અનેક કામ કરી લે છે.

પછી ભલે તે બાળકોના શાળાના પ્રોજેક્ટ હોય કે બજારમાં જઈને રાશન લાવવાનું હોય કે ઘરની સફાઈ હોય કે રસોડામાં વિવિધ પ્રકારની વાનગીઓ રાંધવાની હોય. તે ઘરના બધા અલગ અલગ કામો સાથે તાલમેલ બેસાડીને સરળતાથી પતાવી લે છે. ગૃહિણીનો મલ્ટિટાસ્કિંગ આ ગુણ દરેક લોકોએ તેમના જીવનમાં ઉતારવો જોઈએ.

ઓછા સાધનોમાં દરેકની ખુશીની સંભાળ લેવી : જ્યારે પતિ હાઉસવાઈફના હાથમાં આખા મહિનાનો ખર્ચ હાથમાં મૂકે છે. ત્યારે તે કોઈપણ ફરિયાદ વગર તમામ ખર્ચને ખૂબ સારી રીતે મેનેજ કરે છે. તે નાની બચત કરીને ઘરના દરેક સભ્યની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરે છે.

સાચું કહું તો તેમનું જીવન એક દીવા જેવું છે જે પોતે તો બળે છે પણ ઘરમાં સુખનો પ્રકાશ બનાવી રાખે છે. ઓછી આવકમાં ભરપૂર ખુશી જીવતા દરેક વ્યક્તિ ગૃહિણી પાસેથી જ શીખો.

મુશ્કેલીમાંથી બહાર નીકળવું : જ્યારે પણ પરિવાર આર્થિક સમસ્યાઓમાં ફસાઈ જાય છે ત્યારે તે એક ગૃહિણી જ હોય છે જે કોઈ વાત પર ગુસ્સો કર્યા વગર વસ્તુનો ઉકેલ આપી દે છે. તેમના પતિની નાની આવકમાંથી તે એટલું બચાવી લે છે કે મુશ્કેલ સમયમાં તેમને મદદ થઇ શકે.

આનાથી પરિવારને કાયમી ઉકેલ ના પણ મળી શકે પરંતુ તે સમયે પરિસ્થિતિ ચોક્કસપણે સારી થઈ જાય છે. તેના આ ગુણને દરેક મનુષ્યે તેના જીવનમાં ઉતારવો જોઈએ. સાચું કહું તો ગૃહિણીની નોકરી એવી નોકરી છે જેમાં કોઈ પગાર નથી હોતો, ના તો રજાઓ હોય છે અને સ્ત્રી પોતાનું આખા જીવનનું બલિદાન આપીને પોતાની ખુશીઓને યાદીમાં સૌથી તળિયે રાખે છે તે ગૃહિણી હોય છે, જેના માટે પરિવારનું સુખ તે તેનું મહેનતાણું છે.

આ એક ખૂબ જ આદરણીય જોબ છે જેના કારણે લોકો તેમની ઇચ્છિત મુકામે પહોચી શકે છે. રસોઈનીદુનિયા દરેક એક મહિલાને સલામ કરે છે જે એક એક ગૃહિણી છે અને દરેક ક્ષણે પોતાના પરિવારના સપના પૂરા કરવાનો પ્રયાસ કરી રહી છે. સલામ છે.

જો તમને આ ગૃહિણી વિશેની માહિતી ગમી હોય તો, આવી જ જીવનઉપયોગી માહિતી વાંચવી ગામતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ્સ ટિપ્સ અને બ્યુટી ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “આ એવા ગુણો છે જે દરેક વ્યક્તિએ ગૃહિણી પાસેથી શીખવા જોઈએ અને તેમના જીવનમાં ઉતારવા જોઈએ”

Comments are closed.